- Kutchh
- રાજકોટની આટલી સોસયાટીમાં લાગૂ થયો અશાંત ધારો
રાજકોટની આટલી સોસયાટીમાં લાગૂ થયો અશાંત ધારો

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે. ત્યારે ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. ત્યારે શાંત શહેર કહેવાતા રાજકોટ પણ પ્રથમ વખત અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા રાજકોટ શહેરની એક બે નહીં પણ 28 જેટલી સોસાયટીઓના અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવે લોકોને મિલકતનું વેચાણ કરવા માટે તંત્રની મંજૂરી લેવી પડશે.
રાજકોટના રૈયારોડ, એરપોર્ટ રોડ, રેસકોર્સ રિંગ રોડ, છોટુ નગર, નિરંજન નગર, સિંચાઈ નગર સોસાયટી, નહેરુ નગર, ઇન્કમ ટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક સહિતની 28 સોસાયટીમાં અશાંત ધારો લાગુ કારવામાં આવ્યો છે. આ અશાંત ધારો 12 જાન્યુઆરી 2026 સુધી અમલી રહેશે. આ બાબતે જાહેરનામું મહેસુલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે આ 28 સોસાયટીમાં કોઈ પણ વ્યક્તિને મિલકતની લે-વેચ કરવી હશે તો તેને જિલ્લા કલેકટરની મંજૂરી આવશ્ય લેવાની રહેશે. અને જોઈ કોઈ મિલકતનું હસ્તાંતરણ જિલ્લા કલેકટરની મંજૂરી વગર કરવામાં આવશે અને આ બાબત તંત્રના ધ્યાને આવશે તો તે મિલકતનું હસ્તાંતરણ રદ્દબાતલ ગણવામાં આવશે.
આ બાબતે રાજકોટના કલેકટરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અશાંત ધારાનું એક નોટીફીકેશન રાજ્ય સરકાર તરફથી મળ્યું છે. આ નોટીફીકેશનમાં જે 28 સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તેની યાદી પણ આપવામાં આવી છે. કોઈ પણ કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય એટલા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તે 28 સોસાયટીની અંદર મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ પ્રોપર્ટીનો વેચાણ કરી શકશે નહીં.
મહત્ત્વની વાત છે કે, જે વિસ્તાર અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હોય તે વિસ્તારની અંદર મકાન કે, દુકાન વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે જ આ મિલકતનું વેચાણ કોને કરવામાં આવી રહ્યું છે. તે બાબતેની તમમાં વિગતો આપવી પડે છે. ત્યારબાદ જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે. જો જિલ્લા કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ મિલકતનું વેચાણ કરી શકાય બાકી મિલકતનું વેચાણ કરી શકાતું નથી. અશાંત ધારા હેઠળ કોઈ પણ વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર થઇ હોય અને આ બાબતે જિલ્લા કલેક્ટરને શંકા જાય તો તેમના દ્વારા સુઓમોટો ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મૂળ માલિકને તેની મિલકત પાછી અપાવી શકે
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
