- Gujarat
- કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર ચાર્જીસ વસુલ લેવાનો બેન્કને અધિકાર નથી એવા આક્ષેપ કરીને બેંકે વસૂલ લીધેલા ફોર ક્લોઝર ચાર્જીસની રકમ વ્યાજ વળતર સાથે પરત આપવાની દાદ માંગતી ત્રણ વ્યાપારી પેઢીની ફરિયાદો સુરત જિલ્લા ગ્રાહક કમિશન (એડિશનલ)ના પ્રમુખ ન્યાયાધીશ કે. જે. દસોંદી અને સભ્ય પૂર્વી જોશીએ આપેલ ચુકાદામાં ફરિયાદી પેઢીએ કોમર્શિયલ પર્પઝ/વ્યાપારિક હેતુ માટેની હોવાની તથા કોમર્શિયલ પર્પઝ માટે સેવા મેળવવાનાર ગ્રાહક સુરક્ષા ધારામાં આપેલી ગ્રાહકની વ્યાખ્યાની ગ્રાહક ગણાય નહીં તેવું ઠરાવી ત્રણેય ફરિયાદ રદ કરતો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ એક ફરિયાદી Bank of Baroda સામાવાળા પાસેથી મેળવેલી રૂા. 78 લાખની લોન અને રૂા. 22 લાખની કેશ ક્રેડિટના ખાતા લોનની નિર્ધારિત મુદત પુરી થાય તે પહેલા બંધ કરાવતી વખતે બાકી લેણી રકમ ઉપરાંત બેંકે ફોર-ક્લોઝર ચાર્જીસ તરીકે રૂા. ૩,૦૪,૪૪૫/- વસૂલ લીધા હતા એ જ રીતે અન્ય ફરિયાદીએ પણ Bank of Baroda પાસે મેળવેલ રૂા. 78 લાખની ટર્મ લોન તથા રૂા. 22 લાખની કેશ ક્રેડિટના ધિરાણના ખાતા લોનની નિર્ધારિત મુદત પુરી થાય તે પહેલા બંધ કરાવતી વખતે બાકી લેણી રકમ ઉપરાંત ફોર ક્લોઝર ચાર્જીસ ના રૂા. ૩,૧૦,૦૦૦/- સામાવાળા બેંકે વસુલ્યા કરેલા હતા. એ જ રીતે ત્રીજી પેઢી એ સામાવાળા Bank of Baroda થી રૂપિયા 78 લાખની ટર્મ લોન અને રૂપિયા 22 લાખની કેશ ક્રેડિટ મેળવેલ હતી. ખાતા લોનની નિર્ધારિત મુદત પુરી થાય તે પહેલા બંધ કરાવતી વખતે ખાતામાં બાકી પડતી રકમ ઉપરાંત ફોર કલોઝર ચાર્જીસના રૂા. ૩,૧૫,૧૨૦/- સામાવાળા બેંકે વસૂલ લીધા હતા. ત્રણ પેઢીઓએ બેંક દ્વારા વસૂલ લેવાયેલા ફોર ક્લોઝર ચાર્જિસના રૂા. ૩,૦૩,૪૪૫/-, રૂા. ૩,૧૦,૦૦૦/- અને રૂા. ૩,૧૫,૧૨૦/- વસૂલ લેવાનો બેંકને હક અને અધિકાર હોવા છતાં બેંકે વસૂલ લીધા હોવાનું જણાવી જે તે રકમમો વ્યાજ/ વળતર સહિત પરત મેળવવા માટે ત્રણ પેઢીઓએ ત્રણ અલગ-અલગ ફરિયાદ સુરત જિલ્લા કમિશન સમક્ષ કરી હતી.
બેંક તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ, ઈશાન શ્રેયસ દેસાઈ જિલ્લા કમિશન સમક્ષ રજુઆતો કરતા જણાવ્યું હતું કે, ત્રણેય ફરિયાદી પેઢીઓએ ધંધાકીય હેતુ માટે રૂપિયા 78 લાખની ટર્મ લોન અને રૂપિયા 22 લાખની લિમિટની કેશ ક્રેડિટ એમ મોટી રકમના ધિરાણ સામાવાળા બેંક પાસે મેળવેલ હતા. ટર્મ લોન અને કેશ ક્રેડિટનું ધિરાણ ધંધાકીય હેતુ માટેનું હતું જે સંજોગોમાં ફરિયાદી ગ્રાહક સુરક્ષા ધારા-2019માં આપેલી ગ્રાહક ની વ્યાખ્યા મુજબના ગ્રાહક ગણાય નહિ અને ફરિયાદીએ બેંકની સેવા કોમર્શિયલ પર્પઝ માટે મેળવી હોવાથી ફરિયાદીની ફરિયાદ ગ્રાહક સુરક્ષા ધારા-2019 હેઠળ સાંભળવાની જિલ્લા કમિશનને હુકુમત નથી અને તેથી ત્રણેય પેઢીની ફરિયાદ રદ થવાને પાત્ર હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે ત્રણેય પેઢીઓએ ધિરાણની, Sanction Letterની નકલો ગ્રાહક કમિશન સમક્ષ રજૂ કરી હતી. જે Sanction Letterમાં ધિરાણ મેળવનાર લોન નિર્ધારિત મુદત કરતા પહેલા બંધ કરાવે તો પ્રી-પેમેન્ટ ચાર્જિસ ચૂકવવાના રહેશે. એવી સ્પષ્ટ શરત હતી અને Sanction Letter ના દરેક પાના પર ફરિયાદીની સહી-સિક્કા હતા. આમ, પ્રી-પેમેન્ટ ચાર્જીસ ચૂકવવાની શરતની જાણ ફરિયાદીઓને પહેલેથી જ હતી તેવી રજૂઆત પણ કરી હતી.
સુરત જિલ્લા ગ્રાહક નિવારણ કમિશન (એડિશનલ)ના પ્રમુખ ન્યાયાધીશ કે. જે. દશોંદી અને સભ્ય પૂર્વી જોશીએ કરેલ હુકમના ફરિયાદીએ પેઢીએ કોમર્શિયલ પર્પઝ માટે ધિરાણ મેળવેલ હોવાથી ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ આપેલી વ્યાખ્યા મુજબ ફરિયાદી પેઢીઓ ગ્રાહક ગણાય નહીં. તેવું ઠરાવી તેમજ ધિરાણ મેળવતા પહેલાથી ફરિયાદી પેઢીઓને પ્રી-પેમેન્ટ ચાર્જિસ ચૂકવવાની શરતની જાણ હતી. તેવું ઠરાવી ત્રણેય ફરિયાદી પેઢીઓની ત્રણ અલગ-અલગ ફરિયાદો Bank of Baroda વિરુધ્ધની રદ કરવા ત્રણેય અલગ-અલગ હુકમો કર્યા.

