- Sports
- ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ ભોગવવું પડ્યું, જેના લીધે તેની હાર થઈ, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ધમાકેદાર બેટિંગ કરીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી.
ભારતને મળેલી હાર પછી, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર ડેલ સ્ટેને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની એક મોટી ભૂલ તરફ ધ્યાન દોર્યું, જે કોઈપણ રીતે બરાબર ન હતું. સ્ટેને કહ્યું કે સૂર્યકુમાર યાદવની સામે અક્ષર પટેલને ત્રીજા નંબર પર મોકલવો એ એક ગંભીર ભૂલ હતી અને તેણે ગંભીરના આ નિર્ણયને 'સૌથી મોટી ભૂલ' ગણાવી.
સ્ટેને કહ્યું, 'ત્યાં તમારો શ્રેષ્ઠ બેટ્સમેન હોવો જોઈતો હતો. મારા મતે, આ એક મોટી ભૂલ છે. આમ તો તેમાં કોઈ શંકા નથી કે અક્ષર પટેલ બેટિંગ કરી શકે છે, તેને ત્રીજા નંબર પર મોકલવો તેને વરુઓની સામે ફેંકી દેવા બરાબર લાગ્યું.' સ્ટેને તેની ભૂમિકા વધુ સમજાવતા કહ્યું, 'જો તે પહેલા બોલથી જ સ્લોગ કરવા માટે આવ્યો હોત, તો તે સારું હોત, અથવા તો, જો અભિષેક વહેલો આઉટ થયો હોત અને તમે ડાબોડી-જમણી જોડી જાળવી રાખવા માંગતા હોત, તો પણ તે સમજી શકાયું હોત, પરંતુ એક જમણો હાથનો બેટ્સમેન આઉટ થઈ ગયો અને તમારી પાસે બે ડાબોડી બેટ્સમેન થઇ ગયા.'
સ્ટેને કહ્યું, 'મને લાગે છે કે ઘણા બધા પ્રશ્નો છે અને કદાચ કોઈ પ્રયોગો થઈ રહ્યો હોય, જેમ કે દક્ષિણ આફ્રિકામાં થઈ રહ્યું છે. પરંતુ ભારત પાસે 2-0થી આગળ રહેવાની તક હતી, અને હું મારા શ્રેષ્ઠ બેટ્સમેનને ત્રીજા નંબરે મોકલત અને પરિસ્થિતિને સામાન્ય રાખતે.' જ્યારે રોબિન ઉથપ્પાએ પણ કહ્યું કે, તમારા ટોચના ત્રણ ખેલાડીઓ નક્કી જ હોવા જોઈએ, ભલે તમે પહેલા બેટિંગ કરી રહ્યા હોવ કે રનનો પીછો કરી રહ્યા હોવ, કારણ કે અહીં ખાસ ભૂમિકા ભજવવાની છે. ફલેકસિબીલીટીની પોતાની અલગ જગ્યા છે, પરંતુ તે પ્રથમ છ ઓવર પછી આવે છે, જ્યારે તમે એક મજબૂત પાયો બનાવી દો છો.
ઉથપ્પાએ વધુમાં કહ્યું કે, જો ખેલાડીઓને કોઈ દિવસે તેની ભૂમિકાઓની જાણ ન હોય તો તમે તે મજબૂત પાયો બનાવી શકતા નથી. પિંચ-હિટરનો ઉપયોગ ફક્ત ત્યારે જ જરૂરી છે જ્યારે તે વખતે તે પ્રકારની પરિસ્થિતિ હોય, જેમ કે જો અભિષેક વહેલો આઉટ થાય અને તમે તમારા શ્રેષ્ઠ બેટ્સમેનને ડાબા-જમણા સંયોજનને જાળવી રાખવા માટે મોકલો. જો તે એક વિકેટ પડ્યા પછી આવે, તો તેને લગભગ 60 બોલ મેળવશે, પરંતુ તેના બદલે તે (સૂર્યકુમાર) નંબર 4 પર આવ્યો. આ પ્રયોગ સતત કેટલાક સમયથી ચાલી રહ્યો છે, અને મને ચિંતા છે કે તે મોટી ટુર્નામેન્ટના મહત્વપૂર્ણ તબક્કે ભારતને નુકસાન પહોંચાડશે. તમે એવું નહીં ઇચ્છશો કે વર્લ્ડ કપમાં આવું થાય.

