- Entertainment
- માતા કરિશ્મા પાસે 120 કરોડ, સંજય પાસેથી મળ્યા 14 કરોડ, છતા પુત્રીએ કોલેજની ફી ચૂકવી નથી! હાઇકોર્ટે ફ...
માતા કરિશ્મા પાસે 120 કરોડ, સંજય પાસેથી મળ્યા 14 કરોડ, છતા પુત્રીએ કોલેજની ફી ચૂકવી નથી! હાઇકોર્ટે ફટકાર લગાવી
90ના દાયકાની ટોચની અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ સંજય કપૂરના મૃત્યુને લગભગ પાંચ મહિના થઈ ગયા છે, પરંતુ તેમની મિલકત અંગે બંને પત્નીઓ વચ્ચે ચાલી રહેલ વિવાદ શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. આ મામલો હવે દિલ્હી હાઇકોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં કરિશ્માના બે બાળકોએ સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ કપૂર પર ખોટા વસિયતનામા કરીને તમામ મિલકત જપ્ત કરવાનો આરોપ લગાવ્યો છે.
આ દરમિયાન, કરિશ્માના બે બાળકોએ શુક્રવારે દિલ્હી હાઇકોર્ટને જાણ કરી હતી કે, તેમના એક બાળક, પુત્રી સમાયરાએ છેલ્લા બે મહિનાથી તેની યુનિવર્સિટી ફી ચૂકવી નથી. સમાયરા હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. સમગ્ર મામલાની સુનાવણી કર્યા પછી, જસ્ટિસ જ્યોતિ સિંહે બંને પક્ષોને સમજાવતા કહ્યું કે, આ મામલે મેલોડ્રામા બનાવવાનો પ્રયાસ કરવો નહીં. કોર્ટે પ્રિયા કપૂરનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને પણ સલાહ આપી હતી કે, તેઓ આવા નાના નાના મુદ્દાઓ વારંવાર કોર્ટમાં ન લાવે અને તેને બહાર જ ઉકેલવો જોઈએ.
એવું કહેવાય છે કે, સંજય કપૂરના વસિયતનામામાં આશરે રૂ. 30,000 કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે. બાળકો વતી વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી હાજર થયા હતા અને જણાવ્યું હતું કે, જૂના લગ્ન હુકમનામા મુજબ, સંજય કપૂર જ બાળકોના શિક્ષણ અને ખર્ચ માટે જવાબદારી ઉઠાવતા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, બાળકોની બધી સંપત્તિ હાલમાં પ્રિયા કપૂરના નિયંત્રણમાં છે. જેઠમલાણીએ એમ પણ કહ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરતી સમાયરાની બે મહિનાની ફી ચૂકવવામાં આવી નથી. તેમના મતે, આ જવાબદારી પ્રિયા કપૂરની છે, જે સંજય કપૂરની મિલકતની સંભાળ કરી રહી છે.
આ દરમિયાન, પ્રિયા કપૂરનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રાજીવ નાયરે આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. નાયરે જણાવ્યું હતું કે, પ્રિયાએ હંમેશા બાળકોના ખર્ચનું ધ્યાન રાખ્યું છે અને સમયસર તમામ જવાબદારીઓ પુરી કરી છે. તેમણે જણાવ્યું હતું કે ફી ન ચૂકવવાનો મુદ્દો ફક્ત મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે ઉઠાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન અન્ય એક મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કપૂર ભાઈ-બહેનોએ કોર્ટ પાસેથી વચગાળાનો મનાઈ હુકમ માંગ્યો હતો. તેમનો દાવો છે કે, પ્રિયા કપૂરને તેમના પિતાની કોઈપણ સંપત્તિ વેચવા કે ટ્રાન્સફર કરવાથી અટકાવવામાં આવે.
કોર્ટે કરિશ્માના બાળકો દ્વારા કરવામાં આવેલી આ અરજી પર આગામી અઠવાડિયા માટે સુનાવણી નક્કી કરી છે. આ અગાઉ, બાળકોએ તેમના પિતાના વસિયતનામા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, તે અસલી નથી અને આના પર અમને કોઈ ભરોસો નથી. કોર્ટમાં, બાળકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે પ્રિયા કપૂર એક પ્રકારની 'સિન્ડ્રેલા સાવકી માતા' જેવી છે અને ઘણીવાર પોતાના ફાયદાને બાળકોના ફાયદાથી ઉપર રાખે છે. પ્રિયાએ જવાબ આપ્યો કે, બાળકોને ફેમિલી ટ્રસ્ટ તરફથી રૂ. 1,900 કરોડ મળી ચૂક્યા છે. તેણે કહ્યું કે તેમને જે કંઈ મળવાનું હતું તે તેમને સમયસર આપવામાં આવ્યું હતું.
તેથી, તેના પર લગાવવામાં આવેલા કોઈપણ આરોપો ખોટા હતા. આ અગાઉ, કોર્ટે પ્રિયા કપૂરને કેસની સાચી હકીકત જાણવા માટે સંજય કપૂરની બધી સંપત્તિઓની વિગતવાર યાદી રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે, હાઇકોર્ટે બંને પક્ષોને પરસ્પર મૈત્રીપૂર્ણ વાતચીત દ્વારા શક્ય તેટલા કૌટુંબિક બાબતોનો ઉકેલ લાવવાની સલાહ પણ આપી હતી. ન્યાયાધીશ જ્યોતિ સિંહે જણાવ્યું હતું કે, દરેક નાના મુદ્દાને કોર્ટમાં લાવવાથી વિવાદ વધશે અને કોઈને પણ ફાયદો થશે નહીં. બંને પક્ષો હવે આગામી સપ્તાહની સુનાવણીમાં ફરીથી પોતાની દલીલો રજૂ કરશે.

