અબજોપતિ રોકાણકાર બૈરી સ્ટર્નલીકચ મેયર મમદાની પર ગુસ્સે થતા કહ્યું કે, '...તો મુંબઈ જેવું બની જશે ન્યૂ યોર્ક...'

અબજપતિ રોકાણકાર બૈરી સ્ટર્નલીકચએ ચેતવણી આપી છે કે, જો મેયર ઝોહરાન મમદાનીની નીતિઓ ચાલુ રહેશે, તો ન્યુ યોર્ક શહેર 'મુંબઈ' જેવું બની જશે. એટલું જ નહીં, તેમણે મેયર મમદાની પર વ્યવસાય વિરોધી નીતિઓ અપનાવવાનો આરોપ પણ મૂક્યો છે. તેમનું કહેવું છે કે, ઝોહરાન મમદાનીની વ્યવસાય વિરોધી નીતિઓ રોકાણકારો અને જનતા વચ્ચેનું અંતર વધારી શકે છે.

એક TV ચેનલ સાથેની મુલાકાતમાં, સ્ટારવુડ કેપિટલ ગ્રુપના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં બાંધકામ ખર્ચ ખૂબ જ વધી ગયો છે, અને યુનિયન વર્ચસ્વ અને ડાબેરીની હાઉસિંગ નીતિઓ વિકાસને લગભગ અશક્ય બનાવી રહી છે. ન્યૂ યોર્કમાં 10 કરોડ ડૉલરથી વધુના દરેક પ્રોજેક્ટનું યુનિયનાઇઝેશન થવું જોઈએ. આ ખુબ મોંઘુ છે અને તે ખર્ચમાં ઘણો એવો વધારો કરે છે.

Zohran Mamdani
hindi.news18.com

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એક મુખ્ય કારણ છે કે અમેરિકાના 'બ્લુ સ્ટેટ્સ' (જેમ કે ન્યુ યોર્ક, કેલિફોર્નિયા, વગેરે, જ્યાં ડેમોક્રેટિક પાર્ટીની સરકારો સામાન્ય રીતે કાર્યરત હોય છે)માં રહેવું ખૂબ ખર્ચાળ છે. ત્યાં નવા ઘરો અથવા એપાર્ટમેન્ટ બનાવવા ખૂબ મુશ્કેલ છે. પછી, જ્યારે કેટલાક ડાબેરીઓ કહેવા લાગે છે કે ભાડૂઆતોએ ભાડું ચૂકવવું જ ન જોઈએ, ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. આવી સ્થિતિમાં, ન્યૂ યોર્ક જેવું મોટું અને શ્રીમંત શહેર પણ મુંબઈ જેવા ઝૂંપડપટ્ટીવાળા શહેરમાં ફેરવાઈ શકે છે.

તેમણે સમજાવ્યું કે, તેમની કંપની હવે શહેરમાં 'સફળતા થી નફરત' અને વિકાસકર્તાઓ પ્રત્યે દુશ્મનાવટના વધતા વાતાવરણને કારણે તેની ઓફિસ ન્યૂ યોર્કની બહાર ખસેડવાનું વિચારી રહી છે. તેમણે મામદાનીની ભાડા-સ્થિરીકરણ નીતિ પર પ્રશ્ન ઉઠાવ્યો, અને કહ્યું કે વાસ્તવિક સમસ્યા ભાડા નિયંત્રણ નહીં, પરંતુ રહેઠાણ પુરવઠાનો અભાવ છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, મામદાની મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન જ નથી આપતા.

Barry Sternlicht
ndtv.com

તેમણે કહ્યું કે રહેવા માટે મકાનો વધારવાની જરૂર છે. આ સરળતાથી નહીં થાય. જો સરકાર ઇચ્છે છે કે આપણે યુનિયનો સાથે કામ કરીએ, તો તમારે ગંભીર સરકારી સબસિડીની જરૂર પડશે. બૈરી સ્ટર્નલીકચએ જાહેર સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે ચેતવણી આપી હતી કે, પોલીસિંગ પર મમદાનીના પ્રગતિશીલ વલણથી પરિવારો શહેર છોડીને જઈ શકે છે.

Zohran Mamdani
nypost.com

પરંતુ બૈરી સ્ટર્નલીકચ માને છે કે, ન્યૂ યોર્ક આખરે સુધરશે. જો કે, નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેમણે મામદાની પર સફળ લોકો પર સજા આપવાનો અને સમાજવાદ થોપવાનો આરોપ પણ મૂક્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.