- National
- આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના નામ પર મનોમંથન ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઘણા બધા નામો રેસમા હતા, પરંતુ હવે અચાનક ઉત્તર પ્રદેશના 2 મોટા નેતાઓના નામ ચર્ચામાં આવી ગયા છે. એક કેશવ પ્રસાદ મોર્ય અને બીજું નામ ડો. દિનેશ શર્માનું છે.
કેશવ પ્રસાદ મોર્યની પાસે RSS, બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપ સાથેનો 40 વર્ષનો અનુભવ છે અત્યારે ઉત્તર પ્રદેશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે અને પછાત જાતિનો મોટો ચહેરો છે. 2027માં ઉત્તર પ્રદેશમા ચૂંટણી આવી રહી છે ત્યારે પછાત જાતિની વોટ બેંક મજબુત થશે.
ડો. દિનેશ શર્મા ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ છે. તેમને 30 વર્ષનો રાજકારણનો અનુભવ છે અને RSS અને સરકાર સાથે સમન્વય સાધવાનો પણ તેમને ખાસ્સો અનુભવ છે.

