કેનેડાએ કરેલા વીઝા નિયમોમાં મોટા ફેરફારને કારણે ભારત પર શું અસર પડશે; જાણો પુરી માહિતી

કેનેડાએ તેની નવી ઇમિગ્રેશન લેવલ પ્લાન (2026-2028) જાહેર કરી દીધી છે, અને આ વખતે આ નિર્ણય ખૂબ કડક માનવામાં આવી રહ્યો છે. જ્યારે એક બાજુ દેશ કાયમી રહેવાસીઓની સંખ્યા સ્થિર રાખવાની યોજના ધરાવે છે, ત્યારે તે વિદેશી વિદ્યાર્થીઓ અને કામચલાઉ વીઝા ધારકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો કરવા જઈ રહ્યા છે.

સરકાર કહે છે કે તે આગામી ત્રણ વર્ષમાં દર વર્ષે આશરે 3.80 લાખ કાયમી રહેવાસીઓને પ્રવેશ આપશે, પરંતુ કામચલાઉ રહેવાસીઓનો હિસ્સો વસ્તીના 5 ટકા કરતા ઓછો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આની સીધી અસર એવા લાખો વિદ્યાર્થીઓ અને કામદારો પર પડશે કે જેઓ કેનેડામાં અભ્યાસ કરવા અથવા કામ કરવાની યોજના બનાવી રહ્યા છે. ખાસ કરીને ભારતમાંથી જતા લોકો પર.

Canada-Visa-Rules.jpg-2

કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વીઝા મર્યાદા લગભગ અડધી કરી દીધી છે. 2026માં ફક્ત 1.55 લાખ વિદ્યાર્થીઓ અને 2027-2028માં 1.50 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં આ લગભગ 50 ટકાનો ઘટાડો દર્શાવે છે. 2023ના અંત સુધીમાં કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખ સુધી પહોંચી ચુકી હતી. ત્યારપછી, જાન્યુઆરી 2024માં, સરકારે અભ્યાસ પરમિટ પર મર્યાદા લગાવી દીધી હતી, જેના કારણે 2024માં ફક્ત 2,60,000 નવી પરમિટ મળવાની અપેક્ષા હતી.

નિષ્ણાતો કહે છે કે, આ પગલું કેનેડાના શિક્ષણ ક્ષેત્ર માટે એક ઝટકો સાબિત થશે. કોલેજોએ હવે ઓછા ઓફર લેટર્સ મોકલવા પડશે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને યુનિવર્સિટી વિવિધતા પર પણ અસર પડશે.

Canada-Visa-Rules.jpg-3

ભારત કેનેડામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ મોકલતા દેશોમાંનો એક છે. પરંતુ હવે, ભારતીય વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનવાની છે. લગભગ 50 ટકા ભારતીય વિદ્યાર્થીની વીઝા અરજીઓ પહેલાથી જ નકારી કાઢવામાં આવી રહી હતી, અને આ દર હવે 80 ટકા સુધી પહોંચી શકે છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2025માં 74 ટકા ભારતીય વિદ્યાર્થી વીઝા અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, જે પાછલા વર્ષ કરતા બમણી છે. સરકારનો દાવો છે કે, નકલી પ્રવેશ પત્રો અને બનાવટી દસ્તાવેજોના હજારો કેસ મળી આવ્યા છે, ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશથી. આ કારણોસર, નાણાકીય દસ્તાવેજીકરણ અને કોલેજ ચકાસણી માટેની પ્રક્રિયા વધુ કડક કરવામાં આવી છે.

ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, કામચલાઉ કામદારો માટે પણ નિયમો કડક બન્યા છે. 2026માં ફક્ત 2.30 લાખ કામદારોને પરવાનગી આપવામાં આવશે, જ્યારે આગામી બે વર્ષ માટે આ સંખ્યા 2.20 લાખ નક્કી કરવામાં આવી છે. જોકે, સરકારે 33,000 કામદારો માટે કાયમી રહેવાસી તરીકેનો નવો માર્ગ ખોલવાનું વચન આપ્યું છે, ખાસ કરીને આરોગ્યસંભાળ, બાંધકામ અને ફ્રેન્ચ ભાષા બોલાતા વિસ્તારોમાં.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.