ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ 4 અને 5 માર્ચે કોલકાતા અને મુંબઈમાં યોજાવાની છે.

પહેલી સેમિફાઇનલ 4 માર્ચે ઇડન ગાર્ડન્સ ખાતે એડન માર્કરામની આગેવાની હેઠળ દક્ષિણ આફ્રિકા અને મિશેલ સેન્ટનરની આગેવાની હેઠળ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. રિચાર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ આ મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયર રહેશે.

Umpires-T20 World Cup Semi Finals
business-standard.com

સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું ત્યારે પણ ઇલિંગવર્થ ઓન-ફિલ્ડ અમ્પાયર હતા. નીતિન મેનન અને રોડ ટકરને ત્રીજા અને ચોથા અમ્પાયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ મેચ રેફરી તરીકે કામ કરશે.

જ્યારે આ મેચ ન્યૂઝીલેન્ડ માટે ખાસ રહેશે. કિવીઓએ T20 વર્લ્ડ કપમાં ક્યારેય દક્ષિણ આફ્રિકાને હરાવ્યું નથી. આ સિઝનમાં પણ તેમને ગ્રુપ સ્ટેજમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, માર્કરામની ટીમ અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે. તેમણે ભારતને પણ હરાવ્યું, જેનાથી સેમિફાઇનલનો માર્ગ થોડા સમય માટે બદલાઈ ગયો હતો.

Umpires-T20 World Cup Semi Finals
ipl.com

બીજી સેમિફાઇનલ 5 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારત હેરી બ્રુકના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડનો સામનો કરશે. ક્રિસ ગેફની અને અલ્લાહુદ્દીન પાલેકર આ મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયર રહેશે.

ગેફની વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલી છેલ્લી ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં પણ ઓન-ફિલ્ડ અમ્પાયર હતા. પાલેકર આ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની બે મેચ અને ભારત-નેધરલેન્ડ મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. એડ્રિયન હોલ્ડસ્ટોક થર્ડ અમ્પાયર, પોલ રીફેલ ચોથા અમ્પાયર અને એન્ડી પાયક્રોફ્ટ મેચ રેફરીની જવાબદારી સંભળાશે.

Umpires-T20 World Cup Semi Finals
espncricinfo.com

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ સતત ત્રીજી T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ છે. 2022માં, ઈંગ્લેન્ડે એડિલેડમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે 2024ની સીઝનમાં, ભારતે જ્યોર્જટાઉનમાં 63 રનની જીત સાથે તેમની સાથે હિસાબ બરાબર કર્યો હતો. હવે, બંને ટીમો ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ફરી એકવાર મુંબઈમાં આમને-સામને થશે.

About The Author

Related Posts

Top News

SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે...
National 
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને...
National 
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને...
National 
70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.