ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. મનોરંજન અને રાજકીય જગતની ઘણી જાણીતી હસ્તીઓએ દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આમાં ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રણૌતનો સમાવેશ થાય છે. ઈશા દેઓલ પણ પોતાની બહેન આહના સાથે પ્રાર્થના સભામાં હાજર રહી હતી. આ બેઠક દરમિયાન, હેમા માલિનીએ ખુલાસો કર્યો કે ધર્મેન્દ્રનું એક સપનું અધૂરું છે.

હિન્દી સિનેમાના હી-મેન ધર્મેન્દ્રની યાદમાં આયોજિત પ્રાર્થના સભામાં, હેમા માલિનીએ આંસુભરી આંખો સાથે તેમના પતિ અંગે વાત કરી. દિલ્હીમાં આયોજિત પ્રાર્થના સભામાં તેમણે જણાવ્યું કર્યું કે તેમના જીવનના છેલ્લા દિવસોમાં ધર્મેન્દ્રએ ઉર્દૂમાં કવિતા લખવા લાગ્યા હતા, અને તે તેમનો નવો જુસ્સો બની ગયો હતો. ધર્મેન્દ્રના જુસ્સાને જોઈને, તેમણે તેમના પતિને સલાહ આપી હતી કે તેઓ પોતાની કવિતાને પુસ્તકના રૂપમાં પ્રકાશિત કરાવે, પરંતુ તેમનું સપનું પૂરું થાય તે પહેલાં જ તેમનું અવસાન થઇ ગયું. પ્રાર્થના સભામાં હેમાએ કહ્યું કે, ‘આ ધર્મેન્દ્રનું અધૂરું કામ રહ્યું, જે તેમનું સપનું હતું.

Bangladeshi-Woman1
etvbharat.com

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે નવી દિલ્હીમાં ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને તેમને યાદ કર્યા હતા. આ દરમિયાન, અમિત શાહે એક ભાષણ પણ આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે ભલે તેઓ આ મહાન અભિનેતાને ક્યારેય મળ્યા નથી, પરંતુ ભારતીય સિનેમામાં તેમના યોગદાનને હંમેશાં યાદ રાખશે. અમિત શાહે ધર્મેન્દ્રના મૃત્યુને મોટી ખોટ ગણાવી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

ધર્મેન્દ્રની કારકિર્દી અંગે વાત કરતાં હેમાએ આગળ કહ્યું કે, ‘ધર્મેન્દ્રજીએ તેમની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને રોમેન્ટિક, એક્શન હીરો અને ગંભીર ભૂમિકાઓ સહિત વિવિધ ભૂમિકાઓ ભજવી. પરંતુ તેમને કોમેડી સૌથી વધુ પસંદ હતી. તેમને ફિલ્મોનો ખૂબ જ શોખ હતો; તેમને કેમેરા સામે રહેવાનું પસંદ હતું. હેમાએ વધુમાં કહ્યું કે, ‘તેઓ 8 ડિસેમ્બરે 90 વર્ષના થઇ ગયા હોત. અમે તેમનો જન્મદિવસ ઉજવ્યો, અને આખા દેશે પણ ઉજવ્યો. લોકો ખૂબ જ ભાવુક હતા. આજે પણ લોકો મારી પાસે આવે છે અને તેમના વિશે વાત કરે છે. ધરમજીને જેટલો આદર અને પ્રેમ મળ્યો, એટલો કોઈને મળવો ખૂબ જ મુશ્કેલ છે. ક્યારેક-ક્યારેક હું વિચારું છું કે તેમનું જીવન કેટલું મોટું અને અસાધારણ હતું.

About The Author

Related Posts

Top News

ઓલિમ્પિકમાં હાર,હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત, વિનેશ ફોગાટ ફરી રિંગમાં ઉતરશે

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગયા હતા. તેમનું ઓછામાં ઓછું સિલ્વર મેડલ ફિક્સ થઈ ગયું હતું....
Sports 
ઓલિમ્પિકમાં હાર,હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત, વિનેશ ફોગાટ ફરી રિંગમાં ઉતરશે

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.