- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 16-11 2025
વાર- રવિવાર
મેષ - આજે વ્યર્થના ખર્ચાઓ વધી શકે છે, સંબંધી મિત્રવર્ગથી આનંદ રહે, પેટને લગતી સમસ્યાઓમાં સાચવવું.
વૃષભ - બાળકો સાથે આનંદમાં સમય પસાર થાય, સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો, જીવનસાથીનો સહકાર મળી રહેશે.
મિથુન - ઘર પરિવારમાં આનંદ રહે, ભવિષ્યમાં પેટને લગતી સમસ્યાઓમાં સાચવવું, ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
કર્ક - હરવા ફરવામાં આનંદ રહે, જ્ઞાની વ્યક્તિઓ સાથે સત્સંગ કરી શકો, પરિવારજનો સાથે સમય વીતે.
સિંહ - ધાર્મિક કાર્યોમાં ભાગ લો, ખાવા પીવામાં આનંદ રહે, ગળાને લગતી સમસ્યાઓમાં સાચવવું.
કન્યા - પરિવાર સાથે સુમેળ રહે, કોઈપણ સાહસ આજે કરવુ નહીં, આર્થિક સ્થિતિ પર ધ્યાન આપી શકશો.
તુલા - ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું, આરોગ્યમાં સુધારો આવે, આજે ભગવાન સૂર્યનું ધ્યાન અવશ્ય કરો.
વૃશ્ચિક - બાળકો સાથે આનંદમય દિવસ રહે, સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકશો, આનંદમાં દિવસ પસાર થાય, બાળકો સાથે સમય ફાળવી શકો.
ધન - ઘર પરિવારમાં આનંદ રહે, ખર્ચાઓનું પ્રમાણ ઘટાડી શકશો, બહારનું ખાવા પીવાની મજા માણી શકશો.
મકર - હરવા ફરવામાં આનંદ રહે, મિત્રવર્ગને મળવાનું થાય, ઘરમાં ખર્ચના પ્રસંગ બને.
કુંભ - બહારનું ખાવા પીવામાં કાળજી રાખવી, વડીલો સાથે ચર્ચા કરી કોઈપણ નિર્ણય લેવો ભક્તિમાં વધારો થાય.
મીન - દાંપત્ય જીવનમાં સંઘર્ષ ટાળવો, કોઈપણની વાતમાં આવી જઈ પોતાનું નુકશાન થશે, સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

