- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 17-11 2025
વાર- સોમવાર
મેષ - નોકરી ધંધામાં પ્રગતિનો દિવસ, આર્થિક પ્રગતિમાં વધારો થાય, દાંપત્ય જીવન મધુર બને.
વૃષભ - મોસાળ પક્ષથી આનંદ રહે, તમારી બચતમાં વધારો થશે, શરદી ખાંસી જેવા રોગમાં સાચવવું.
મિથુન - નોકરી ધંધામાં ધ્યાન આપી શકશો, એસિડિટી જેવી બીમારીથી સાવધાન રહો, ધંધાકીય નવી કાર્ય રચના થશે.
કર્ક - ભાગ્ય સાથ આપતું જણાશે, કામ કાજમાં સહાનુકુળતા મળે, ભાઈ ભાંડુઓની મદદ મળી રહેશે.
સિંહ - તમારી ધનની સ્થિતિ મજબૂત બને, ઘરની વસ્તુઓ પાછળ ખર્ચ પણ વધશે, તમારી સમજદારીથી લોકો પાસે કામ લઈ શકો.
કન્યા - તમારા લાભ અટકતા લાગે, ભાગીદારીના કામમાં પ્રગતિ જણાય, આજે તમારી ભક્તિમાં વધારો થાય.
તુલા - આનંદથી સમય પસાર થાય, નોકરી ધંધામાં કામ વધે, મિત્રવર્ગમાં મનદુઃખ ન થાય સાચવવું.
વૃશ્ચિક - વિદ્યા અભ્યાસને લગતી બાબતોમાં ધ્યાન આપી શકો, શેર સટ્ટામાં સાચવીને કામ કરવું, નોકરી ધંધામાં ક્રોધથી કામ બગડી શકે છે.
ધન - આજે કામમાં તમને મહેનત વધારે કરવી પડે, ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી, તમારી વાણીથી કામ સરળ બને.
મકર - મિત્રવર્ગની મદદ કરી શકશો, આવકમાં વધારો થતા આનંદ રહે, આર્થિક ખોટું સાહસ ન થઈ જાય સાચવવું.
કુંભ - તમારા ધનની સ્થિતિ મજબૂત બને, અમુક પરિસ્થિતિમાં મૌન રહેવુ જરૂરી, ધાર્મિક સ્થળની મુલાકાત લો.
મીન - કોઈ પણ નિર્ણય લેવામાં તકલીફ અનુભવો, પ્રિયજનની સલાહ લો, ભાગીદાર સાથે મનભેદ રહે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

