- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 13-12-2025
વાર- શનિવાર
મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની ભક્તિમાં માતાજીને સુગંધિત વસ્તુ અર્પણ કરશો.
વૃષભ - તમારી પ્રતિભામાં વધારો થાય, પેટને લગતી સમસ્યામાં ધ્યાન રાખવું, આજે તમે માતાજીની ભક્તિ સાથે ગણેશજીનું ધ્યાન અવશ્ય કરો.
મિથુન - તમારી બચતમાં વધારો થાય, દૂરના સંબંધીથી મુલાકાત થાય, આજે માતાજીની સાથે પિતૃઓનું સ્મરણ અવશ્ય કરો.
કર્ક - આજે ઘરમાં ખર્ચના પ્રસંગો બને, સમાજમાં તમારી નામનામાં વધારો થાય, આજે મંદિરમાં દાન અવશ્ય કરવું.
સિંહ - ધંધામાં ઘરાકી આવતા આનંદ જણાય, ઘરમાં ખર્ચનું પ્રમાણ રહે, માતાજીની આજે વધારેમાં વધારે ભક્તિ કરો.
કન્યા - કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહો, આજે તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજના દિવસમાં માતાજીની સાથે ભગવાન વિષ્ણુ ધ્યાન અવશ્ય કરો.
તુલા - આજે તમે તમારી ધનની સ્થિતિને મજબૂત બનાવવા પ્રયાસ વધારો, આજે તમે માતાજીને સફેદ વસ્તુ અર્પણ કરો.
વૃશ્ચિક - પતિ પત્નીના સંબંધો મજબૂત બને, ખોટા ખર્ચાઓથી સાવધાન, આજના દિવસે માતાજી સાથે ક્ષેત્રપાળનું ધ્યાન અવશ્ય કરો.
ધન - આજે કોઈપણ ખોટા ખર્ચ ટાળો, તમારા શત્રુઓથી સાવધ રહો, માતાજીને આજે હળદરની ગાંઠ અર્પણ કરો.
મકર - યોગ્ય મહેનત અને યોગ્ય ફળ તમને મળશે, સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થાય, માતાજી સાથે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો.
કુંભ - ઘર પરિવારમાં ખર્ચ વધે, નવી વસ્તુઓ ઘરમાં આવે, આજે માતાજીને મીઠી વસ્તુ અવશ્ય અર્પણ કરો.
મીન - કોઈપણ સાહસ કરવું નહીં, શરીરમાં કમજોરીનો અહેસાસ થાય, માતાજીના મંદિરની મુલાકાત અવશ્ય લો.

