પાકિસ્તાન ગયેલી એક શીખ મહિલા ગુમ થઇ! મહિલાએ ત્યાં ઇસ્લામ અપનાવીને લગ્ન પણ કરી લીધા

પંજાબના કપૂરથલાની એક શીખ મહિલા પ્રકાશ પર્વમાં હાજરી આપવા માટે પાકિસ્તાન ગઈ હતી. ત્યાં તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને એક પાકિસ્તાની પુરુષ સાથે લગ્ન કર્યા હોવાનું કહેવામાં આવે છે. આ જાણકારી કેટલાક દસ્તાવેજોમાંથી બહાર આવી છે. આ મહિલા ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વની ઉજવણી માટે પાડોશી દેશ પાકિસ્તાનમાં ગયેલા યાત્રાળુઓના જૂથનો એક ભાગ હતી. ત્યારપછી તે ગુમ થઈ ગઈ.

મહિલાની ઓળખ 52 વર્ષની સરબજીત કૌર તરીકે થઇ છે, આ મહિલા 4 નવેમ્બરના રોજ 1900થી વધુ શીખ યાત્રાળુઓ સાથે યાત્રા માટે રવાના થઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ધાર્મિક સ્થળોની યાત્રાને સરળ બનાવવા માટે દ્વિપક્ષીય કરાર છે. આ કરાર હેઠળ, તેઓ વાઘા-અટારી સરહદ પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશ્યા.

Kapurthala-Sarabjit-Kaur.jpg-3

આ વર્ષે, ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિની ઉજવણી માટે પ્રકાશ પર્વ મનાવવામાં આવ્યો હતો. આ જૂથે પાકિસ્તાનમાં લગભગ 10 દિવસ વિતાવ્યા, ત્યાર પછી 13 નવેમ્બરના રોજ ભારત પરત ફર્યું. જોકે, ત્યારે સરબજીત કૌર તેમની સાથે નહોતી. હવે, ઉર્દૂમાં લખાયેલ 'નિકાહનામા' (ઇસ્લામિક લગ્ન કરાર) સામે આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, સરબજીત કૌરે લાહોરથી લગભગ 56 કિલોમીટર દૂર આવેલા શેખુપુરાના રહેવાસી નાસિર હુસૈન સાથે લગ્ન કરી લીધા છે.

Kapurthala-Sarabjit-Kaur.jpg-2

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે, સરબજીત લગ્ન પહેલાં ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો અને તેનું નામ બદલીને નૂર રાખ્યું હતું. તે છૂટાછેડા લીધેલી હતી અને તેના ભૂતપૂર્વ પતિ, કરનૈલ સિંહથી બે પુત્રો છે, જે લગભગ 30 વર્ષથી ઇંગ્લેન્ડમાં રહે છે. આ ઉપરાંત, પંજાબના મુક્તસર જિલ્લામાંથી બહાર પડાયેલા તેના પાસપોર્ટમાં તેના ભૂતપૂર્વ પતિના નામને બદલે તેના પિતાનું નામ નોંધાયેલું છે.

Kapurthala-Sarabjit-Kaur

દસ્તાવેજોથી ખુલાસો થયો છે કે તે પાકિસ્તાનમાં ગાયબ થઈ ગઈ હતી. ઇમિગ્રેશન રેકોર્ડમાં પાકિસ્તાનથી નીકળીને ભારતમાં તેના પ્રવેશની નોંધ નથી. જ્યારે સરબજીત કૌર ભારત પાછી આવી ન હતી, ત્યારે ઇમિગ્રેશન વિભાગે તાત્કાલિક પંજાબ પોલીસને જાણ કરી. પોલીસે અન્ય ભારતીય એજન્સીઓને પણ પ્રાથમિક અહેવાલ મોકલ્યો છે. એક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય મિશન તેમના ગુમ થવા અંગે પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં છે.

અહીં તમને જણાવી દઈએ કે, ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન જવાની પરવાનગી મેળવનાર આ પહેલું જૂથ હતું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 06-12-2025 વાર- શનિવાર મેષ - સંબંધોમાં આજે સુધારો લાવી શકો, ભાગીદારીના કામમાં ધનલાભ થાય, આજે તમે આજે પાર્ટનરને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનિટરી પોલિસીની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં રેપો રેટમાં 25...
Business 
RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે

પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને 5 ડિસેમ્બરે પણ ભારત રહેવાના છે. તેમની 30 કલાકની ભારત...
World 
પુતિનની મુલાકાતથી ભારત અને રશિયાને શું ફાયદો થશે?

ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

સુરતમાં ડિમોલીશનનો મુદો અત્યારે ચર્ચામાં છે. ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.