પ્લાસ્ટિક વેસ્ટના મામલે ગુજરાત હાઈકોર્ટે AMCને આપ્યો આ નિર્દેશ

ગુજરાતની અલગ-અલગ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અને મેનેજમેન્ટને લઈને દાખલ કરાયેલી જનહિતની RIT અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને એક જરૂરી સૂચન આપ્યું હતું. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રેની બેન્ચે શાકભાજી અને ફ્રૂટ બજારના વિક્રેતાઓ પર પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ લગાવીને, પ્લાસ્ટિકને બદલે કપડાની થેલીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટે પ્લાસ્ટિકના લીધે ફેલાતા ગંભીર પ્રદૂષણ મામલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘અમ્યુકો ઓથોરિટી અને અધિકારીઓ દ્વારા જો શાકભાજી કે ફ્રૂટ્સ વિક્રેતાઓની તપાસ કરવામાં આવે અને પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવશે તો લોકોને કપડાની કે કાગળની થેલીનો વિકલ્પ મળી રહેશે. ઉતરાખંડ અને હિમાચલમાં તો પ્લાસ્ટિકની થેલી ઉપર પ્રતિબંધ છે.'

Gujarat-HC1
thewalkers.co.in

સુનાવણી દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને AMC દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગેના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'રાજ્યમાં પ્લાસ્ટિક કચરા અને તેના નિકાલની જાગૃતિ સંદર્ભે 2400થી વધુ ઈવેન્ટ્‌સ-કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 3 લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમો દરમિયાન 10 હજાર ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરાયુ હતું. રાજ્યમાં વિવિધ સ્થળોએ કપડાની થેલી માટેના 250 જેટલા મશીનો પણ મૂકવામાં આવ્યા છે. ઉપરાંત દોઢ કરોડ જેટલી મોટી માત્રામાં કપડાની થેલીઓનું લોકોને વિતરણ કરાયું હતું.'

અમ્યુકો તરફથી જણાવાયું કે, 'અમદાવાદ શહેરમાં ડોર ટૂ ડોર કલેક્શન અંતર્ગત દિવસમાં 350 મેટ્રિક ટન પ્લાસ્ટિક એકત્ર થઈ રહ્યું છે. 75 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિક કપ, પાન મસાલાના પ્લાસ્ટિક પાઉચ, પાણીના પ્લાસ્ટિક પાઉચ વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનાથી 120 માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ પર પણ પ્રતિબંધ મૂકીવામાં આવ્યો છે.

Gujarat-HC2
legalvidhiya.com

અત્યાર સુધીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વિક્રેતાઓ પાસેથી 15 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો અને 16.50 લાખ કપડાની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. તેના માટે જવાબદારની દુકાન પણ સીલ કરવામાં આવે છે.' હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં 7 ઝોનમાં થઈ રહેલી અસરકારક અમલવારીને ધ્યાનમાં લીધી હતી, પરંતુ સાથે જ તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લઈ જરૂરી સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી હતી. કેસની વધુ સુનાવણી હવે આગામી મહિને થશે.

About The Author

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.