ગુજરાત સરકારે જન્મ-મરણના પ્રમાણપત્રમાં સુધારાને લઈને નવા નિયમો બહાર પાડ્યા

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ અને મરણના દાખલામાં સુધારા અંગે મોટો ફેરફાર કર્યો છે. જે અનુસાર જન્મના પ્રમાણપત્રમાં બાળકના જૈવિક પિતાનું નામ દાખલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સાથે છૂટાછેડા લીધેલા દંપતીઓ, સિંગલ પેરેન્ટ્સ અને નામમાં અટક કે ક્રમ બદલવા માગતા અરજદારો માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

માર્ગદર્શિકા અનુસાર, જો દંપતી વચ્ચે છૂટાછેડા થયા હોય અને કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે. દા.ત. (બાળકનું નામ, માતાનું નામ, માતાની અટક). આ ફેરફાર માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જોકે પિતાના નામની કૉલમમાં જૈવિક પિતાનું નામ લખવું ફરજિયાત રહેશે.

correction
gujaratsamachar.com

આ સાથે જો અરજદાર ઈચ્છે તો બાળકના નામ પાછળ પિતાનું નામ અને અટક લખવાની ટાળી શકે છે અને માત્ર બાળકનું નામ જ લખાવી શકશે. આ સાથે અરજદાર ક્રમાંક પણ નક્કી કરી શકે છે. એટલે કે પહેલા અટક લખવી હોય, પછી બાળકનું નામ અને પછી પિતાનું નામ લખવું હોય તો પણ લખી શકાશે.

હવેથી બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ (દા.ત. અટક, બાળકનું નામ, પિતાનું નામ) રાખવું હોય તો તે પણ માન્ય ગણાશે. જો બાળક વચ્ચે પિતાનું નામ રાખવા ન માગે તો તેને તે કાઢવાની મંજૂરી આપવામાં આવશે.

નવી માર્ગદર્શિકા મુજબ, મરણના દાખલામાં મૃત્યુ પામનારાના નામ પાછળ પિતા કે પતિનું નામ વૈકલ્પિક છે, એટલે કે ફરજિયાત નથી. આવી જ રીતે પિતા કે પતિની અટક પણ ફરજિયાત નથી, તેમ જણાવે છે. આ સાથે જો સંજોગો અને નિયમો બદલાય અને જરૂર પડે તો જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા એક કરતા વધારે વાર ફેરફાર કરી શકાશે.

correction
gujaratsamachar.com

અગાઉ 2007ના નિયમો મુજબ જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. પરંતુ હવે નવા પરિપત્ર મુજબ, સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂરી સુધારા કરી શકાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ માર્દર્શિકાનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠાને લઈને મચેલી અફરાતફરીની અસર ભારતીય રસોડા સુધી ન પહોંચે તે માટે...
National 
LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે ભારતમાં Hyundai Vernaના અપડેટેડ મોડલને લોન્ચ કરી છે. આ કારને 10.98 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)ની શરૂઆતી...
Tech and Auto 
25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો

જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

(ઉત્કર્ષ પટેલ)જય શાહ એક એવું નામ છે જે યુવા વયે વૈશ્વિક ક્રિકેટના નેતૃત્વમાં પોતાનું અસ્તિત્વ સાબિત કર્યું છે. માત્ર...
Opinion 
જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?

અમેરિકાએ કહ્યું કે, ‘તે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપે છે.’ કોંગ્રેસ સહિત વિપક્ષે અમેરિકાના નિવેદન...
Business 
ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.