માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 5 મહિનાના બાળકે રમતા-રમતા ગળી લીધો હતો બટન સેલ, પછી...

નાના બાળકોના રમકડાંમાં આવતા નાનકડા 'બટન સેલ' (બેટરી) કેટલા જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 5 મહિનાના એક બાળકે રમતા-રમતા બટન સેલ ગળી લીધો હતો, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ બાળકનો જીવ બચાવી લીધો હતો.

અમદાવાદમાં રહેતા  રાઘવભાઈનો 5 દીકરો છે અયાન. તેને છેલ્લા કેટલાક દિવસોથી ખાંસી થઇ રહી હતી. ખાનગી હૉસ્પિટલમાં એક્સ-રે કરાવતા અન્નનળીમાં ગોળાકાર ફોરેન બોડી ફસાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે માતા-પિતાને બાળક નાના બટન સેલથી રમતો હોવાનું યાદ આવતા, તેઓ બાળકને સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા.

બાળકની સ્થિતિ જોઈને સિવિલ હૉસ્પિટલમાં ENT વિભાગ અને બાળરોગ સર્જરી વિભાગે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી. બાળરોગ સર્જરી વિભાગના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના માર્ગદર્શન હેઠળ, ડૉ. નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે તાત્કાલિક બાળકની એન્ડોસ્કોપી કરી હતી.

ahmedabad-civil-hospital2

એન્ડોસ્કોપી દરમિયાન અન્નનળીના ઉપરના ભાગમાં ફસાયેલો બટન સેલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. આ બેટરીના કેમિકલના કારણે બાળકની અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા પડી ગયા હતા. સિવિલ હૉસ્પિટલ અમદાવાદના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘સમયસર સેલ કાઢવામાં ન આવ્યો હોત તો બેટરીના કેમિકલથી અન્નનળીમાં કાણું થવાની અને બાળકની સ્થિતિ અત્યંત ગંભીર થવાની શક્યતા હતી. એક ખાનગી હૉસ્પિટલમાંથી તાત્કાલિક સિવિલમાં બાળકને લાવવામાં આવતા અને ડૉક્ટરોની ટીમે જટિલ મેનેજમેન્ટ અને સર્જિકલ પ્રક્રિયા દ્વારા આ જોખમ ટાળવામાં સફળતા મેળવી.'

સફળ ઓપરેશન બાદ બાળકને ચાંદા રુઝાવવા માટેની જરૂરી દવાઓ સાથે રજા આપી દેવામાં આવી છે. 15 દિવસ બાદ ફોલો-અપ એન્ડોસ્કોપીમાં અન્નનળીની દીવાલ સંપૂર્ણપણે સામાન્ય જણાતા બાળકને મોઢેથી ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. બાળક અયાન હવે કોઈપણ તકલીફ વિના પહેલાની જેમ ખાવાનું ખાઈ શકે છે.

ahmedabad-civil-hospital1

ડૉ. જોષીએ વાલીઓને અપીલ કરી નાના બાળકોમાં શ્વાસનળી અને અન્નનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર આવતા હોય છે, એટલે બાળક રમતું હોય ત્યારે ઘરના એક વ્યક્તિએ સતત નજર રાખવી જોઇએ અને અને નાની બેટરી, સિક્કા કે રમકડાંના નાના ભાગો બાળકોની પહોંચથી દૂર રાખવા જોઈએ.

About The Author

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.