- Tech & Auto
- Bajaj Pulsar N160નું નવું વેરિઅન્ટ લૉન્ચ, 3 પલ્સર બાઈકમાં ઉમેરાયા નવા ફીચર્સ
Bajaj Pulsar N160નું નવું વેરિઅન્ટ લૉન્ચ, 3 પલ્સર બાઈકમાં ઉમેરાયા નવા ફીચર્સ

બજાજ ઓટો ભારતની અગ્રણી ટુ-વ્હીલર કંપનીઓમાંની એક છે. જોકે બજાજ વિવિધ પ્રકારના ટુ-વ્હીલરનું વેચાણ કરે છે, પલ્સર બાઇક એ બજાજની મુખ્ય બાઇક છે. પલ્સર સિરીઝની લોકપ્રિય મોટરસાઇકલ N160ના નવા વેરિઅન્ટને લૉન્ચ કરવાની સાથે, બજાજ ઓટો લિમિટેડે પલ્સર 125, 150 અને 220Fમાં નવા ફીચર્સ ઉમેર્યા છે, જેના વિશે તમારે પણ જાણવું જરૂરી છે.
બજાજ પલ્સર સિરીઝની મોટરસાઇકલ સમય સમય પર અપડેટ કરવામાં આવે છે અને બદલાતા સમય સાથે ગ્રાહકોની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. હવે આ પ્રયાસમાં, કંપનીએ પલ્સર N160નું નવું વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે, જેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને અપસાઇડ ડાઉન (USD) ફોર્કની સાથે ABS રાઇડ મોડ્સ જેવી સુવિધાઓ છે. જ્યારે, પલ્સર 125, 150 અને 220Fમાં બ્લૂટૂથ ડિજિટલ કન્સોલ, USB ચાર્જિંગ પોર્ટ અને નવા કલર વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. ચાલો હવે તમને પલ્સર સિરીઝની બાઈકના અપડેટેડ ફીચર્સ વિશે જણાવીએ.
બજાજ પલ્સર N160ના નવા વેરિઅન્ટની એક્સ-શોરૂમ, દિલ્હી કિંમત રૂ. 1,39,693 છે. આ મોટરસાઇકલને વધુ સારા કંટ્રોલ અને કનેક્ટિવિટી સાથે રજૂ કરવામાં આવી છે. આમાં, રાઇડર્સને બ્લૂટૂથ સક્ષમ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની સુવિધા મળે છે. છેવટે, આ સ્ટાઇલિશ અને સ્પોર્ટી બાઇકને નવી વિઝ્યુઅલ ઓળખ સાથે શેમ્પેન ગોલ્ડ 33mm USD ફોર્ક્સ આપવામાં આવ્યા છે.
નવી પલ્સર N 160માં સારી સવારી અને નિયંત્રણ માટે રેઈન, રોડ અને ઓફ-રોડ જેવા 3 ABS રાઈડ મોડ છે. જ્યારે એન્જીન અને પાવરની વાત કરીએ તો, તેમાં 164.82 cc ઓઇલ કૂલ્ડ એન્જીન છે, જે 16 PSનો મહત્તમ પાવર જનરેટ કરે છે.
બજાજ ઓટો લિમિટેડે પલ્સર 125ના કાર્બન ફાઈબર સિંગલ અને સ્પ્લિટ સીટ વેરિઅન્ટ્સ રજૂ કર્યા છે જેમાં સંપૂર્ણ ડિજિટલ બ્લૂટૂથ સક્ષમ કન્સોલ, USB ચાર્જર અને નવા ગ્રાફિક્સ છે. જ્યારે, આ તમામ સુવિધાઓ પલ્સર 150માં પણ ઉમેરવામાં આવી છે. પલ્સર 220Fમાં આવા વધુ સારા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જે રાઇડિંગ અનુભવને બહેતર બનાવવા માટે છે.
પલ્સર 125 કાર્બન ફાઇબર સિંગલ સીટ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત- રૂ. 92, 883, પલ્સર 150 સિંગલ ડિસ્ક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત- રૂ. 1,13 696, પલ્સર 220Fની એક્સ-શોરૂમ કિંમત- રૂ. 1,41 024.