PM મોદી રોડ શો શું કામ કરે છે? અને લોકો દર વખતે આટલી મોટી સંખ્યામાં કેમ આવે છે?

(ઉત્કર્ષ પટેલ)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક એવું નામ છે જે ભારતના રાજકીય અને સામાજિક પટલ પર એક અનોખી ઓળખ ધરાવે છે. તેમના રોડ શો એ ભાજપના માત્ર રાજકીય કાર્યક્રમ નથી પરંતુ એક એવું માધ્યમ છે જે લોકોના હૃદય સાથે સીધું જોડાય છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે આ રોડ શો કેમ યોજાય છે? અને લોકો લાખોની સંખ્યામાં આમાં કેમ ઉમટી પડે છે? આ બંને પ્રશ્નોનો જવાબ આપણા દેશની નાગરિકોને જાગૃતિ, નેતૃત્વની શક્તિ અને પ્રધાનમંત્રી મોદીના દેશ અને જનલક્ષી વ્યક્તિત્વમાં રહેલો છે.

photo_2025-05-29_01-07-54

પ્રધાનમંત્રી મોદીના રોડ શોનો મુખ્ય હેતુ એક નેતા તરીકે લોકો સાથે સીધો સંવાદ સંપર્ક સાધવાનો છે. આ રોડ શો માત્ર ચૂંટણીલક્ષી નથી પરંતુ તે લોકોની લાગણીઓ, આશાઓ અને મહત્વકાંક્ષાઓ સમજવાનું અને તેમની સાથે એક ભાવનાત્મક બંધન સાધવાનું એક પ્લેટફોર્મ છે. પ્રધાનમંત્રી મોદી એક લાગણીશીલ અને જનમાનસની નાડી સમજનારા નેતા છે. તેમના રોડ શો દ્વારા તેઓ દેશના ખૂણે ખૂણે રહેતા લોકો સુધી પહોંચે છે અને તેમની વચ્ચે રહીને તેમની લાગણીઓને સ્પર્શે છે. આ રોડ શો એક રીતે લોકશાહીનો ઉત્સવ છે જેમાં નેતા અને જનતા વચ્ચેનું અંતર ઘટે છે.

લોકો આ રોડ શોમાં લાખોની સંખ્યામાં કેમ ઉમટે છે? આનું કારણ છે પ્રધાનમંત્રી મોદીનું જનપ્રિય વ્યક્તિત્વ અને તેમનું પ્રેરણાદાયી નેતૃત્વ. તેઓ એક એવા નેતા છે જેમણે પોતાના જીવનની શરૂઆત નાના ગામડામાંથી કરી. સામાન્ય પરિવારમાંથી ઉભરીને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. એમનું જીવન દરેક ભારતીય માટે પ્રેરણાનું પ્રતીક છે. લોકો તેમનામાં પોતાના સપના અને આશાઓ જુએ છે. તેમની વાણીમાં સરળતા, નિષ્ઠા અને દેશ પ્રત્યેની અદમ્ય ભક્તિ લોકોને આકર્ષે છે. રોડ શોમાં ઉભરાતી જનમેદની એ લોકોનો વિશ્વાસ છે જે તેમણે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ પર રાખ્યો છે.

01

આ રોડ શોમાં જોખમની વાત પણ સાચી છે. લાખો લોકોની ભીડમાં સુરક્ષાનો પડકાર હંમેશા રહે છે પરંતુ પ્રધાનમંત્રી મોદીનો જનતા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ આ જોખમની પણ અવગણના કરે છે. તેઓ માને છે કે લોકો સાથે જોડાયા વિના લોકશાહી અધૂરી છે. આ રોડ શો એક નેતાની જવાબદારી અને જનતાની ભાગીદારીનું સુંદર સમન્વય છે.

photo_2025-05-29_01-07-59

આ બધું જોતાં એ સ્પષ્ટ થાય છે કે પ્રધાનમંત્રી મોદીના રોડ શો માત્ર રાજકીય કાર્યક્રમ નથી પરંતુ એક એવો પ્રયાસ છે જે દેશની એકતા, આશાઓ અને નવા ભારતના નિર્માણનું પ્રતીક બની રહે છે. લોકોની ભીડ એ દેશના ભવિષ્ય પ્રત્યેનો વિશ્વાસ છે અને પ્રધાનમંત્રી મોદીનું નેતૃત્વ એ એક પ્રેરણા છે જે દરેક ભારતીયને વિકાસના પંથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.