- National
- લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને તેના રેકોર્ડમાં કથિત 52 લાખ રૂપિયાના કારાબોરની જાણકારી મળી છે. ઉલ્લાલના રહેવાસી સોમગૌડા નામનો આ વિક્રેતા એક દાયકા કરતા વધુ સમયથી ફૂલોનો વ્યવસાય કરી રહ્યો છે. હવે આ ફૂલ વિક્રેતાની ચર્ચા આખા શહેરમાં જ નહીં પરંતુ દેશભરમાં થઈ રહી છે. પત્રકારો સાથે વાત કરતા તેણે નોટિસ મળવા પર હેરાની અને નિરાશા વ્યક્ત કરી. ફૂલ વિક્રેતાએ કહ્યું કે તેને પહેલી નોટિસ લગભગ એક મહિના અગાઉ અને બીજી તાજેતરમાં જ વોટ્સએપ દ્વારા મળી હતી.
આવું કેમ થઈ રહ્યું છે?
વાણિજ્યિક કર વિભાગ કર્ણાટકમાં બેકરીઓ, ફૂલોની દુકાનો અને કરિયાણાની દુકાનો સહિત હજારો નાના વ્યવસાયોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની નોટિસ મોકલી રહ્યો છે, જેના કારણે ઘણા વ્યવસાયકાર હેરાન છે કારણ કે કેટલાક વ્યવસાયો પર લાખો કે કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે. જો કોઈ વ્યવસાયનું વાર્ષિક ટર્નઓવર વસ્તુઓના મામલે 40 લાખ રૂપિયા અને સેવાઓના મામલે 20 લાખ રૂપિયાથી વધુ થઈ જાય છે તો GST રજીસ્ટ્રેશન લાગૂ થાય છે.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે નિર્ધારિત મર્યાદાથી વધુ વ્યવસાય કરનારા વિક્રેતાઓને GST નોટિસ આપવામાં આવી છે. જોકે, વેપારીઓનું કહેવું છે કે તેમની પાસે તેમના પર લગાવવામાં આવેલા ભારે કર ચૂકવવાનું સાધન નથી. આ દરમિયાન વિભાગે એક અખબારી યાદીમાં વેપારીઓને ભ્રમિત ન થવા અને જે કાર્યાલયથી તેમને નોટિસ મળી છે ત્યાં જઈને સંબંધિત સંબંધિત દસ્તાવેજો સાથે સ્પષ્ટિકરણ રજૂ કરવાની સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણી કરશે અને તેમને GST સંબંધિત પ્રવધનો અને તેના ઉપાયો બાબતે યોગ્ય માહિતી આપશે અને કરમુક્ત વસ્તુઓ અને સેવાઓને છોડીને માત્ર કરયોગ્ય કારોબાર પર લાગૂ દરો પર કર લગાવશે.
સવાલ- કર્ણાટકમાં કર વિભાગ કઈ નોટિસ મોકલી રહ્યો છે?
જવાબ- કર વિભાગ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની નોટિસ મોકલી રહ્યો છે.
સવાલ- નોટિસમાં કોને ટારગેટ કરવામાં આવી રહ્યા છે?
જવાબ: બેકરી, ફૂલની દુકાનો અને કરિયાણાની દુકાનો સહિત હજારો નાના વ્યવસાયોને નોટિસ મોકલવામાં આવી રહી છે.

