- National
- નો DJ, નો ફાસ્ટ ફૂડ. નો ગિફ્ટ્સ... આ રાજ્યના 20 ગામોના નવા નિયમ, નિયમોનું ઉલ્લંઘન પર 1 લાખ રૂપિયાનો
નો DJ, નો ફાસ્ટ ફૂડ. નો ગિફ્ટ્સ... આ રાજ્યના 20 ગામોના નવા નિયમ, નિયમોનું ઉલ્લંઘન પર 1 લાખ રૂપિયાનો દંડ
ઉત્તરાખંડના ચક્રાતા ક્ષેત્રના 20થી વધુ ગામોએ લગ્ન સમારોહમાં બિનજરૂરી ખર્ચ અને દેખાડો કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ ગામોના પ્રતિનિધિઓએ સામાજિક દબાણ ટાળવા અને લગ્ન ખર્ચ ઘટાડવા માટે સર્વાનુમતે આ નિયમો બનાવ્યા છે. તેમણે એવી પણ જાહેરાત કરી કે ગ્રામ પંચાયત આ નિયમોનું ઉલ્લંઘન કરનારા પરિવારો પર 1 લાખ રૂપિયાનો ભારે દંડ ફટકારશે.
આ નવા નિયમો હેઠળ, લગ્ન સમારોહમાં પ્રીતિભોજનમાં ચાઉમીન, મોમો જેવા તમામ ફાસ્ટ ફૂડ નાસ્તા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે પરંપરાગત ગઢવાલી થાળી પીરસવી ફરજિયાત રહેશે, જેમાં માંડુઆ અને ઝંગોરા જેવા સ્થાનિક અનાજમાંથી બનાવેલી વાનગીઓનો સમાવેશ થશે. તેની સાથે જ લગ્ન સમારોહમાં મોંઘી ભેટો અને વૈભવી સામાનોની આપ-લે પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ભોજન અને સદીઓ જૂની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ મામામલે જૌનસર બાવર ક્ષેત્રના દાઉ, દોહા, છુટૌ, બાજૌઉ, ઘિંગો અને કેટરી જેવા ગામોના સામૂહિક નિર્ણયનું લોકોએ સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ પગલું નવી પેઢીને તેમની સંસ્કૃતિ સાથે જોડવામાં મદદ કરશે.
આ પ્રકારની પહેલ ફક્ત ચક્રાતા પૂરતી મર્યાદિત નથી. પડોશી ઉત્તરકાશી જિલ્લાના નૌગાંવ વિસ્તારમાં કોટી થાકરાલ અને કોટી બનાલ ગામોએ લગ્નોમાં DJ મ્યૂઝિક અને દારૂના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે અને તેના બદલે પરંપરાગત લોક સંગીત અને સ્થાનિક સંગીતના સાધનો ફરજિયાત કર્યા છે. લોકો ઉત્તરાખંડના આ પહાડી ગામોના નિર્ણયને બિરદાવી રહ્યા છે. આ ગામોનું આ પગલું નવી પેઢીને તેમની સંસ્કૃતિ સાથે જોડવામાં મદદ કરશે. આનો હેતુ લગ્નને ખર્ચાળ પ્રતિયોગિતાને બદલે પરિવારો માટે આનંદદાયક અને ઓછો તણાવપૂર્ણ પ્રસંગ બનાવવાનો છે.

