યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

US, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. તેલ અને ગેસના ભાવ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં ફુગાવાનો ભય વધી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ અને પ્રતિબંધોએ તેલ ટેન્કરોની અવરજવરને અવરોધિત કરી છે, જેના કારણે ઉર્જા પુરવઠા પર દબાણ વધી રહ્યું છે. આ દરમિયાન, ઈરાને પહેલીવાર ખુલ્લેઆમ જણાવ્યું છે કે, તે કઈ પરિસ્થિતિઓ હેઠળ અમેરિકા અને ઈઝરાયલ સાથે યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છે.

Masoud-Pezeshkian2
livehindustan.com

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને કહ્યું છે કે, યુદ્ધ સમાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો ઈરાનના 'કાયદેસર અધિકારો'ને સ્વીકાર કરવામાં આવે, યુદ્ધમાં થયેલા નુકસાન માટે વળતર આપવામાં આવે અને ભવિષ્યના કોઈપણ હુમલા સામે મજબૂત આંતરરાષ્ટ્રીય ગેરંટી આપવામાં આવે. તેમણે કહ્યું કે જો આ ત્રણ શરતો પૂરી થાય તો જ તેહરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે.

Masoud-Pezeshkian1
abplive.com

પેઝેશ્કિઆને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નિવેદન આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથે વાત કરીને, મેં પ્રદેશમાં શાંતિ માટે ઈરાનની પ્રતિબદ્ધતાને ફરીથી સમર્થન આપ્યું. ઝાયોનિસ્ટ શાસન અને અમેરિકા દ્વારા શરૂ થયેલા આ સંઘર્ષનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો ઈરાનના કાયદેસર અધિકારોને માન્યતા આપવા, વળતર ચૂકવવા અને ભવિષ્યમાં થનારા આક્રમણ સામે મજબૂત આંતરરાષ્ટ્રીય ગેરંટી આપવાનો છે.'

Masoud-Pezeshkian5
tvindialive.in

ઈરાની રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, વર્તમાન સંઘર્ષ 'ઝાયોનિસ્ટ શાસન અને અમેરિકા' દ્વારા કરવામાં આવેલા પગલાંથી શરૂ થયો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ મુદ્દાઓ પર કોઈ નક્કર કરાર ન થાય ત્યાં સુધી યુદ્ધનો અંત અશક્ય રહેશે. ઈરાન આ દેશો સહિત તેના પ્રાદેશિક સાથીઓ સાથે સતત સંપર્કમાં છે અને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ઈરાન દ્વારા આ રાજદ્વારી પહેલ ત્યારે આવી છે જ્યારે યુદ્ધ તેના બીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે અને તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તેહરાન કહે છે કે, તે પ્રદેશમાં શાંતિ ઇચ્છે છે, પરંતુ આના માટે જવાબદાર દેશોને જવાબદાર ઠેરવવા જોઈએ.

Masoud-Pezeshkian4
livehindustan.com

આ સંઘર્ષ 28 ફેબ્રુઆરીએ ત્યારે શરૂ થયો હતો જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે સંયુક્ત પ્રી-એમ્પ્ટીવ હુમલો શરુ કર્યો હતો. તેના જવાબમાં, ઈરાને ઘણા ઇઝરાયલી શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. જોર્ડન, ઇરાક અને અનેક ખાડી દેશોમાં સ્થિત US લશ્કરી થાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાઓ પછી, સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે, અને પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.

Masoud-Pezeshkian
hindi.news24online.com

નિષ્ણાતો માને છે કે, આ સંઘર્ષની અસર ફક્ત લશ્કરી મોરચા સુધી મર્યાદિત નથી. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ખાણકામ અને વધતા લશ્કરી તણાવને કારણે તેલ અને ગેસ ટેન્કરોની અવરજવરમાં વિક્ષેપ પડ્યો છે, જેના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા વધી રહી છે અને ફુગાવાના દબાણમાં વધારો થવાની સંભાવના છે.

About The Author

Top News

‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...
Politics 
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

US, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. તેલ અને ગેસના ભાવ...
World 
યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ 

સુરતની કેમિકલ બનાવતી એથર ઇન્ડસ્ટ્રિઝમાં (AETHER Industries) ફરી મોટી આગ લાગી. આ વખતની આગ વેરહાઉસમાં લાગી હોવાથી કંપનીના ઓપરેશન્સ પર...
Gujarat 
સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ 

માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

(ઉત્કર્ષ પટેલ) જગતમાં દરેક વસ્તુનો હિસાબ થઈ શકે છે ધન, સમય, સિદ્ધિ કે સંબંધોનું મૂલ્ય પણ આંકી શકાય છે પરંતુ...
Opinion 
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.