જે રસ્તેથી નીકળે છે વિશ્વના 20 ટકા તેલના જહાજો, તે હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને કેમ બંધ કરી દીધું

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ઈરાને લશ્કરી કવાયત દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટના કેટલાક ભાગોને અસ્થાયી રૂપે બંધ કરવાનો દાવો કર્યો છે, જે પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડતો વ્યૂહાત્મક જળમાર્ગ છે. ઈરાની મીડિયા અનુસાર, સુરક્ષા અને દરિયાઈ ચિંતાઓને કારણે લાઈવ-ફાયર કવાયત ઘણા કલાકો સુધી ચાલી હતી. અહીં તમને બતાવી દઈએ કે, વિશ્વના લગભગ 20 ટકા તેલ આ સ્ટ્રેટ દ્વારા આયાત અને નિકાસ કરવામાં આવે છે.

સાઉદી અરેબિયા, કુવૈત, ઇરાક, કતાર, બહેરીન, UAE અને ઈરાનમાંથી તેલ અને ગેસ ટેન્કર આ માર્ગમાંથી પસાર થાય છે, જે તેના સૌથી સાંકડા બિંદુ પર લગભગ 33 કિલોમીટર પહોળો છે. મોટાભાગનો પુરવઠો એશિયન બજારો માટે જતો હોય છે. US એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, સ્ટ્રેટના મોટા ભાગ માટે કોઈ વ્યવહારુ વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ નથી.

Iran-Strait-of-Hormuz1
statemirror.com

ઈરાની મીડિયા અનુસાર, આ કવાયતમાં લાઈવ મિસાઈલ અને સપાટી પર ફાયરિંગનો સમાવેશ થતો હતો. ખલાસીઓને રેડિયો દ્વારા અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી. એક અર્ધ-સરકારી એજન્સીએ દાવો કર્યો હતો કે, દરિયાકાંઠેથી છોડવામાં આવેલી મિસાઇલો તેમના લક્ષ્યો પર પડી હતી. જોકે, બંધની હદ અને અસર અંગે સંપૂર્ણ વિગતો હજુ સુધી ઉપલબ્ધ નથી.

અહીં તમને બતાવી દઈએ કે, ઈરાનનું આ પગલું એવા સમયે આવ્યું છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. US એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન પહેલેથી જ અરબી સમુદ્રમાં તૈનાત છે. USUSS ગેરાલ્ડ R. ફોર્ડને મધ્ય પૂર્વમાં મોકલવાની પણ જાહેરાત કરી છે. US સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય પાણીમાં કોઈપણ અસુરક્ષિત પ્રવૃત્તિ સંઘર્ષનું જોખમ વધારી શકે છે.

Iran-Strait-of-Hormuz
ndtv.in

ઈરાન-US તણાવ વચ્ચે, જીનીવામાં બંને દેશો વચ્ચે પરોક્ષ પરમાણુ વાટાઘાટો ચાલી રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનીએ USને કડક ચેતવણી આપતા કહ્યું કે, કોઈપણ હુમલાનો બદલો લેવામાં આવશે. નિષ્ણાતો માને છે કે સ્ટ્રેટના લાંબા સમય સુધી બંધ રહેવાથી તેલના ભાવમાં વધારો થઈ શકે છે અને વૈશ્વિક શિપિંગ પર અસર થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

કેરળમાં તાજેતરમાં થયેલી યુનિવર્સિટી ચૂંટણીઓના પરિણામોમાં SFIએ રાજ્યની યુનિવર્સિટીઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. CPI(M)ની વિદ્યાર્થી પાંખ ગણાતી ...
National 
દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

મહારાષ્ટ્રમાં રાજકીય નાટક; રાહુલ ગાંધીના ફોન કોલથી કોંગ્રેસના અગ્રણી નેતા BJPમાં જતા અટકી ગયા!

ભારતનો રાજકીય ચક્રવ્યૂહ ખૂબ જ વિચિત્ર છે. અહીં અચાનક જ એવી ઓફરો આવી જાય છે કે, જેને નકારવી અશક્ય...
National 
મહારાષ્ટ્રમાં રાજકીય નાટક; રાહુલ ગાંધીના ફોન કોલથી કોંગ્રેસના અગ્રણી નેતા BJPમાં જતા અટકી ગયા!

ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ, નાગૌર જિલ્લાની મુંડવા નગરપાલિકાના અધ્યક્ષ પદની ચૂંટણી રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. ...
Politics 
ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અવારનવાર તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે; તાજેતરમાં, હિન્દુ સેનાએ તેમની એક ટિપ્પણી...
Politics 
'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.