ચીને ઈરાનને ટેકો આપતા કહ્યું કે; 'અમારા મામલે દખલગીરી ન કરો...', ટ્રમ્પને આપી ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધી ગયો છે. પાકિસ્તાનમાં આયોજિત શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, બંને પક્ષો એકબીજાને વધુને વધુ નિશાન બનાવી રહ્યા છે. જ્યારે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સમુદ્રના વળાંક પર નાકાબંધીની જાહેરાત કરી છે, ત્યારે ઈરાને તેનો જવાબ આપતા તેલને લઈને ચેતવણી સાથે બદલો લેવાનું કહી દીધું છે. એ જ રીતે ટ્રેમ્પ તરફથી ચીનને આપવામાં આવેલી ટેરિફ ધમકીનો જવાબ પણ ચીને આપ્યો છે અને ખુલ્લેઆમ ઈરાનનો પક્ષ લીધો છે. ચીને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું છે કે, 'અમારા મામલામાં દખલ ન કરો.'

76

ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને લઈને ખુબ ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે, અને તેમના મોટાભાગના નિર્ણયો ફક્ત ઈરાન જ નહીં પરંતુ ચીનને પણ અસર કરી રહ્યા છે. ઈરાનને ચીનની લશ્કરી શસ્ત્ર સહાય સંબંધિત ગુપ્ત માહિતી પછી, ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું હતું. ઈરાનને ચીનની લશ્કરી સહાય વિશે પૂછવામાં આવતા, ટ્રમ્પે કહ્યું હતું કે, 'તેના પરિણામ ગંભીર હશે. મને શંકા છે કે તેઓ આમ કરશે. જો અમે તેમને આમ કરતા પકડી લઈશુ, તો તેમના પર 50 ટકા ટેરિફ લાદવામાં આવશે, જે ખરેખર મોટી રકમ છે.'

હવે, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ચીન ખુલ્લેઆમ ઈરાન સાથે ઉભું દેખાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધીની જાહેરાત પછી, ડ્રેગને ઇરાનને ટેકો આપ્યો છે અને યુનાઇટેડ સ્ટેટ્સને એક મોટી ચેતવણી પણ આપી છે. ટ્રમ્પના આ પગલા પર પ્રતિક્રિયા આપતા, ચીનના સંરક્ષણ પ્રધાન ડોંગ જુને કહ્યું, 'બેઇજિંગ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે અને મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.'

તેમણે કડક ભાષામાં કહ્યું, 'અમારા જહાજો સતત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે. અમારી ઇરાન સાથે વેપાર અને ઉર્જા કરાર છે. અમે તેમનો આદર કરીશું અને આશા રાખીશું કે કોઈ અન્ય અમારી બાબતોમાં દખલ ન કરે. ઇરાન હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ રાખે છે, અને તે અમારા માટે ખુલ્લું છે.'

75

પાકિસ્તાનમાં યોજાયેલી US-ઈરાન વાટાઘાટો અનિર્ણિત સાબિત થયા પછી, USએ વિશ્વની તેલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને નાકાબંધી કરવા માટે આ પગલું ભર્યું છે. આ નાકાબંધીના કારણે ચીનના ઉર્જા પુરવઠા પર ગંભીર અસર થઇ શકે છે, કારણ કે ચીન ઇરાની તેલનો સૌથી મોટો ખરીદનાર છે. તેથી, હોર્મુઝ દ્વારા શિપમેન્ટમાં કોઈપણ વિક્ષેપ ફક્ત ઇરાનના મહેસૂલને જ નહીં પરંતુ ચીનના તેલ પુરવઠા માટે પણ ખુબ મોટો ખતરો ઉભો કરશે, જે ચીની અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે. આ જ કારણ છે કે ટ્રમ્પની ધમકીથી ચીન ગભરાયેલું દેખાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, US સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ઈરાની બંદરો પર અને ત્યાંથી આવતા તમામ દરિયાઈ ટ્રાફિક પર નાકાબંધી સોમવાર (13 એપ્રિલ)થી શરૂ થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અથવા જતા તમામ દેશોના જહાજો સામે નાકાબંધી નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે, જેમાં અરબી અખાત અને ઓમાનના અખાતમાં સ્થિત તમામ ઈરાની બંદરોનો સમાવેશ થાય છે. જો કે, US સૈન્ય બિન-ઈરાની બંદરોમાંથી પ્રવેશતા અથવા જતા જહાજોને અટકાવશે નહીં.

74

US ઈરાન સામે લડી રહ્યું હોય કે વેનેઝુએલા પર હુમલો કરી રહ્યું હોય, ચીન હંમેશા નિશાન રહ્યું છે. આ જ કારણ છે કે, ચીન હવે ખુલ્લેઆમ ઈરાનને ટેકો આપી રહ્યું છે, અને કેમ નહીં, કારણ કે તેની ઉર્જા સુરક્ષા જોખમમાં છે. ટ્રમ્પે અગાઉ વેનેઝુએલાના તેલ પર પ્રતિબંધો લાદીને ચીનને નિશાન બનાવ્યું હતું, કારણ કે ચીન તે દેશના તેલનો મુખ્ય ખરીદદાર હતો. ચીન ઈરાની તેલનો સૌથી મોટો ગ્રાહક પણ છે. ઈરાન પર હુમલો કરીને, ટ્રમ્પે એક કાંકરે બે પક્ષીઓ માર્યા છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.