- Politics
- ‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવ...
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી
જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ હાજર હતા. આરોપીનો દાવો છે કે, તે છેલ્લા 20 વર્ષથી નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાને મારવા માંગતો હતો. પોલીસે આ દાવાની પુષ્ટિ કરી નથી, પરંતુ તેનું કહેવું છે કે આ ઘટના પાછળ કોઈ આતંકવાદી વલણ નથી.
હુમલા કરનાર કોણ છે?
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, આરોપીની ઓળખ જમ્મુના રહેવાસી કમલ સિંહ જામવાલ (63) તરીકે થઈ છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે, તેણે જે હથિયારનો ઉપયોગ કર્યો હતો. તે તેનું લાઇસન્સ પ્રાપ્ત હથિયાર હતું. કમલે વધુમાં કહ્યું કે, ‘હું છેલ્લા 20 વર્ષથી ફારુક અબ્દુલ્લાને મારવા માંગતો હતો. આ મારો અંગત ઇરાદો હતો. આ હથિયાર મારું પોતાનું છે, જે મને આપવામાં આવ્યું હતું.’
કમલ સિંહ પુરાની મંડી વિસ્તારનો રહેવાસી છે અને જમ્મુમાં કેટલીક દુકાનો છે. તેણે પોલીસને જણાવ્યું કે, ‘તે તેની દુકાનોમાંથી મળતા ભાડામાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લા પર થયેલા જીવલેણ હુમલા બાદ તેણે પોલીસને કહ્યું કે, ‘આજે મને તક મળી હતી, પરંતુ તે (ફારુક અબ્દુલ્લા) નસીબદાર હતો એટલે બચી ગયો.’
https://twitter.com/OmarAbdullah/status/2031796605964386732?s=20
પોલીસે જણાવ્યું કે આરોપી કમાલ ઘટના સમયે નશામાં હોય તેવું લાગતું હતું. હુમલા બાદ, ઘટનાસ્થળે હાજર કેટલાક નેશનલ કોન્ફરન્સના કાર્યકરોએ તેને માર પણ માર્યો હતો.
શું થયું હતું?
11 માર્ચે, જમ્મુ-કાશ્મીરના હોટેલ રોયલ પાર્કમાં લગ્ન સમારંભ દરમિયાન એક વ્યક્તિએ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. ઘટના સમયે પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને રાજ્યના વર્તમાન નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ હાજર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફારુક અબ્દુલ્લા અને ચૌધરી નેશનલ કોન્ફરન્સના નેતાને તેમના પુત્રના લગ્ન પર અભિનંદન આપવા પહોંચ્યા હતા.
એક પ્રત્યક્ષદર્શી રાકેશ સિંહે જણાવ્યું હતું કે, ફારુક અબ્દુલ્લા અને અન્ય મહેમાનો લગ્ન સમારંભમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો. તેણે કહ્યું કે, અબ્દુલ્લાએ મહેમાનો સાથે રાત્રિભોજન કર્યું હતું. જ્યારે તેઓ કાર્યક્રમસ્થળથી બહાર જઇ રહ્યા હતા, ત્યારે હુમલો કરનારે ફાયરિંગ શરૂ કરી દીધી, પરંતુ સદનસીબે તેમને કોઈ ઈજા થઈ નહોતી. આરોપીએ પોતાને એક અજાણ્યા 'જાગરણ મંચ'ના પ્રમુખ ગણાવ્યો અને તે નશામાં હતો.
આ ઘટના પર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને ફારુક અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, અલ્લાહનો આભાર. મારા પિતા માંડ-માંડ બચી ગયા.’ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એમ પણ કહ્યું કે, તેમના પિતા પર થયેલા જીવલેણ હુમલાને તેમની Z+ સુરક્ષા ટીમના નજીકના સુરક્ષા દળે જ નિષ્ફળ કરી દીધો હતો. તો, નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ આ ઘટનાને મોટી સુરક્ષા ચૂંક ગણાવી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

