મહારાષ્ટ્રમાં BJP એ દાવો કર્યો કે, 'મતદાન પહેલાં જ અમારા 100 કાઉન્સિલરો જીતી ગયા...'

મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પરિષદની ચૂંટણી માટે મતદાન 2 ડિસેમ્બરે થવાનું છે, પરંતુ BJPએ દાવો કર્યો છે કે, તેના 100 કાઉન્સિલરો બિનહરીફ જીતી ચુક્યા છે. મહારાષ્ટ્ર BJP પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદી અને CM દેવેન્દ્ર ફડણવીસના સક્ષમ નેતૃત્વને કારણે જ શક્ય બન્યું છે. ચવ્હાણે ઉમેર્યું કે, ત્રણ મ્યુનિસિપલ કાઉન્સિલોમાં પણ BJPના ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે.

22 નવેમ્બરના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે.

Maharashtra Nikay Chunav
navbharattimes.indiatimes.com

રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું કે, 100 કાઉન્સિલરોમાંથી 4 દરિયાકાંઠાના કોંકણ પ્રદેશના, 49 ઉત્તર મહારાષ્ટ્રના, 41 પશ્ચિમ મહારાષ્ટ્રના અને 3-3 મરાઠવાડા અને વિદર્ભ પ્રદેશના છે. મહારાષ્ટ્રમાં 246 મ્યુનિસિપલ કાઉન્સિલો અને 42 નગર પરિષદો માટે મતગણતરી 3 ડિસેમ્બરે થશે. ચૂંટણી શરૂ થાય તે પહેલાં જ ઘણા વિપક્ષી ઉમેદવારો મેદાનમાંથી ખસી ગયા હતા.

વિરોધ પક્ષોનો આરોપ છે કે, BJPની વંશીય રાજનીતિની પરંપરા હવે પાયાના સ્તરની ચૂંટણીઓ સુધી પહોંચી ગઈ છે અને નેતાઓના સંબંધીઓ માટે બિનહરીફ જીત સુનિશ્ચિત કરવા માટે પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું હતું. જામનેરમાં, કોંગ્રેસના ઉમેદવાર રૂપાલી લાલવાણી અને બે NCP ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધા પછી જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજનના પત્ની સાધના મહાજનને નગર પરિષદના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા.

Maharashtra Nikay Chunav
khabargaon.com

વિપક્ષી ઉમેદવાર શરયુ ભાવસારનું નામાંકન નકારવામાં આવ્યા પછી માર્કેટિંગ મંત્રી જયકુમાર રાવલની માતા નયન કુંવર રાવલને ધુળે જિલ્લાના ડોંડાઈચા-વરવડે નગર પરિષદના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ભાવસારનો આરોપ છે કે, મંત્રીના દબાણ હેઠળ નામાંકન નકારી કાઢવામાં આવ્યું હતું.

ચીખલદરા નગર પરિષદમાં CM દેવેન્દ્ર ફડણવીસના પિતરાઈ ભાઈ અલ્હડ કલોટી દ્વારા બીજી એક મહત્વપૂર્ણ બિનહરીફ જીત પ્રાપ્ત થઈ.

Maharashtra Nikay Chunav
abplive.com

અમરાવતી જિલ્લાના કોંગ્રેસના નેતા યશોમતી ઠાકુરે આરોપ લગાવ્યો કે, હરીફ ઉમેદવારોને ધમકી આપવામાં આવી હતી અને તેમને ઉમેદવારી પાછી ખેંચવા માટે લાલચ આપવામાં આવી હતી. શ્રમ મંત્રી આકાશ ફુંડકર, કાપડ મંત્રી સંજય સાવરકર, મંત્રી અશોક ઉઇકે, ભૂતપૂર્વ સાંસદ રામદાસ તડસ, ધારાસભ્ય મંગેશ ચવ્હાણ અને ધારાસભ્ય પ્રકાશ ભારસાકલે સહિત અનેક મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોના સંબંધીઓ કાં તો મેદાનમાં છે અથવા સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાઓમાં પદો માટે બિનહરીફ ચૂંટાઈ ગયા છે.

About The Author

Related Posts

Top News

રાજકોટમાં નિર્ભયા જેવી ઘટના, 3 બાળકોના પિતાએ 6 વર્ષની બાળકી સાથે બળજબરી કરી, ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી દીધો

રાજકોટ જ નહીં, પરંતુ આખા ગુજરાતને શરમસાર કરે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને તો ભલભલાના રૂવાડા...
Gujarat 
રાજકોટમાં નિર્ભયા જેવી ઘટના, 3 બાળકોના પિતાએ 6 વર્ષની બાળકી સાથે બળજબરી કરી, ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી દીધો

માત્ર 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં સુરતીઓ પાસેથી 12.42 કરોડ રૂપિયા દંડ વસૂલાયો

સુરત ટ્રાફિક પોલીસે 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી એક સ્પેશિય ડ્રાઈવ આયોજિત કરી હતી. આ 10 દિવાસીય ડ્રાઈવ દરમિયાન પોલીસે...
Gujarat 
માત્ર 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં સુરતીઓ પાસેથી 12.42 કરોડ રૂપિયા દંડ વસૂલાયો

'પહેલા પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવીને આવો...' સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને વેકેશન પરથી પાછા ફર્યા પછી મળ્યો ઓર્ડર!

મહારાષ્ટ્રના પુણેમાં એક સરકારી છાત્રાલયમાં, વિદ્યાર્થીનીઓને ઘરેથી પાછા ફર્યા પછી ગર્ભાવસ્થા પરિક્ષણ (પ્રેગનેંસી ટેસ્ટ) કરાવવાની ફરજ પાડવામાં આવે છે....
National 
'પહેલા પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવીને આવો...' સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને વેકેશન પરથી પાછા ફર્યા પછી મળ્યો ઓર્ડર!

જજની ચેમ્બરમાંથી બે સફરજન અને હેન્ડવોશની બોટલ ચોરી, FIR દાખલ; થઇ શકે છે 7 વર્ષની જેલની સજા

પાકિસ્તાની પંજાબના લાહોરમાં ચોરીની એક રસપ્રદ ઘટના બની છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં, ન્યાયાધીશની ચેમ્બરમાંથી બે સફરજન...
World 
જજની ચેમ્બરમાંથી બે સફરજન અને હેન્ડવોશની બોટલ ચોરી, FIR દાખલ; થઇ શકે છે 7 વર્ષની જેલની સજા
Copyright (c) Khabarchhe All Rights Reserved.