આ યુવતીની ભોળી શકલ પણ ન જતા, શખ્સો સાથે લગ્ન કર્યા બાદ છૂટાછેડાના નામે કરોડો રૂપિયા વસૂલે છે

હવે લગ્નના નામે બેફામ છેતરપિંડીઓ સામે આવી રહી છે. ખાસ કરીને દુલ્હનો આવી ઘટનાઓને વધુ અંજામ આપી રહી છે. લગ્ન બાદ રાતોરાત ઘરેણાં અને રોકડ લઈને પણ રફુચક્કર થઈ જાય છે તો અમુક ઘરના લોકોનો વિશ્વાસ જીત્યા બાદ બેવફાઇ કરી જાય છે. તો હવે એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવતી લગ્ન કરતી અને પછી છૂટાછેડાના નામે કરોડો રૂપિયા પડાવતી હતી. ચાલો આગળ જાણીએ ક્યાંનો છે આખો મામલો.

આ એક મહિલાની વાત છે, તેણે 4 વખત લગ્ન કર્યા, પરંતુ આ મહિલાએ 12થી વધારે લોકોને પોતાની જાળમાં ફસાવી ચૂકી હતી. આ મહિલા બીજી કોઈ નહીં પણ દિવ્યાંશી ચૌધરી છે. તેના બેન્ક અકાઉન્ટમાં 8 કરોડ રૂપિયા મળ્યા છે. તે 2 ડૉક્ટર અને 2 સબ ઇન્સ્પેક્ટરને પોતાની ભોળી શકલની જાળમાં ફસાવી ચૂકી છે. જો કે ચોથા લગ્ન બાદ તેનો પાપનો ઘડો ભરાઈ ગયો. મહિલા દરેક વખતે પોતાનો શિકાર શોધી લેતી. એ જ સમયે કાનપુરના ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટર આદિત્ય કુમાર લોચવને મળી. પછી શું હતું? શરૂ થયો અસલી ખેલ.

divyanshi1
bhaskarenglish.in

બુલંદશહેરના બીબીનગરના રહેવાસી આદિત્ય કુમાર લોચવ 2019 બેચના સબઈન્સ્પેક્ટર છે. તેમણે જણાવ્યું કે તેમના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી. ઘરમાં એક દિવ્યાંગ ભાઈ પણ છે. ગામના એક સંબંધી દ્વારા મેરઠની મવાનાની રહેવાસી 30 વર્ષીય દિવ્યાંશી ચૌધરીનો સંબંધ આવ્યો હતો. બંને પરિવારની મરજીથી 17 ફેબ્રુઆરી 2024ના રોજ લગ્ન થયા હતા.

તેમણે કહ્યુ કે, લગ્ન બાદથી દિવ્યાંશી હંમેશાં સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કહીને ઘરે જતી રહેતી. તેની સાથે જ તે તેની પાસેથી ઓનલાઈન રૂપિયા માગતી રહેતી. જેને લઈને પતિને આશંકા ગઈ. લગ્નના 4 મહિના બાદ જ્યારે આદિત્ય રજા પર ઘરે ગયો તો દિવ્યાંશી પણ ત્યાં હતી. આદિત્યએ જણાવ્યું કે જેવો તેણે પત્નીનો મોબાઈલ ચેક કર્યો પત્ની ટેન્શનમાં આવી ગઈ. તે હંમેશાં UPI ID ડિલીટ કરી દેતી હતી. જ્યારે તેને આ માટે કારણ પૂછવામાં આવ્યું તો કોઈ જવાબ ન આપી શકી. આદિત્યે ફરીથી બધી એપ ડાઉનલોડ કરાવી. એપની તપાસ કરતા ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં 10થી વધારે અકાઉન્ટ અને કરોડોના ટ્રાન્ઝેક્શન નીકળ્યા.

divyanshi2
bhaskarenglish.in

પતિએ જ્યારે આ જોયું તો તેના હોશ ઊડી ગયા. તેના પર ઝઘડા શરૂ થયા. દિવ્યાંશી ગુસ્સે થઈને પિયરમાં જતી રહી. તે ત્યાં પણ શાંતિથી ન બેસી. તેણે ગયા વર્ષે 25 નવેમ્બરના રોજ કાનપુર પોલીસ કમિશનર ઓફિસમાં હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. આરોપ લગાવ્યો કે આદિત્ય તેને બહુ હેરાન કરે છે. તેની પાસેથી સાડા 14 લાખ હડપી લીધા છે. સાથે જ એવું પણ કહ્યું કે પતિને કેટલીય મહિલા સાથે આડા સંબંધ છે અને તે બ્લેકમેલ કરે છે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આખરે મહિલાને શું જોઈએ છે તો તેણે સમાધાનના નામ પર એક કરોડ રૂપિયાની માગ કરી. એટલું જ નહીં, તેણે આત્મહત્યા કરવાનું પણ નાટક કર્યું. દિવ્યાંશીએ 25 નવેમ્બર, 2024ના તત્કાલિન પોલીસ કમિશનર અખિલ કુમાર પાસે પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આદિત્ય પર દુષ્કર્મ સહિત કેટલાય ગંભીર ગુના નોંધાવ્યા. પોલીસ કમિશનરે તાત્કાલિક સ્ટોપ ઓફિસર અમિતા સિંહને તપાસ સોંપી દીધી. હવે તપાસમાં ખુલાસો થયો કે દિવ્યાંશી પહેલાથી 3 લગ્ન કરી ચૂકી છે. 2 બેન્ક મેનેજર અને એક કોન્સ્ટેબલ સાથે પહેલા લગ્ન કર્યા છે. પછી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી મોટી રકમ પડાવી લેતી હતી. તપાસ રિપોર્ટ આવ્યા બાદ દિવ્યાંશીની ધરપકડ કરી લીધી. આ રીતે ભોળી શકલ, રૂપ રૂપનો અંબાર દેખાતી દિવ્યાંશીનો ભાંડો ફૂટી ગયો અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાઈ.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.