ફૌજી વરને કર્યો હતો રિજેક્ટ, છતા લગ્ન કરાવી દીધા..., સુહાગરાતે દુલ્હને એવો બદલો લીધો કે સાસુ-સસરા હચમચી ગયા

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મંઝનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આચાકાપુરમાં, એક લૂંટારી દુલ્હને લગ્ન બાદ તરત જ તેના વરરાજાને ચૂનો લગાવીને ફરાર થઈ ગઈ. એવો આરોપ છે કે, દુલ્હને સુહાગરાતે ઘરમાં રાખેલી 5 લાખ રૂપિયા રોકડા અને 15 લાખના દાગીના લઈને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. ઘટના બાદ વર પક્ષ આઘાતમાં છે. તો, મંઝનપુર પોલીસે કેસ નોંધીને તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, સરાય અકિલ પોલીસ સ્ટેશન વિસ્તાર નજીકના ગામની એક યુવતીની સગાઈ 8 ફેબ્રુઆરીએ મંઝનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક સૈનિક સાથે થઈ હતી. યુવક ભારતીય સેનામાં તૈનાત છે. જાન લઈને ગેસ્ટ હાઉસ પહોંચેલા વરરાજા સાથે દુલ્હન બનીને પૂરા રિત-રિવાજ મુજબ સાત ફેરા લીધા. માતા-પિતા સહિત પરિવાર અને સંબંધીઓએ તેને આંસુભરી આંખો સાથે વિદાય આપી. પરંતુ કન્યા કોઈ બીજાને તેનો પતિમાની બેઠી હતી.

bride
x.com/i/grok

એવો આરોપ છે કે, કન્યા સુહાગરાત પર સાસરિયાના ઘરેથી તેમને જાણ કર્યા વિના 5 લાખ રૂપિયા રોકડા અને લગભગ 15 લાખ રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગઈ. જ્યારે મોડી રાત્રે સાસરિયાઓને આ વાતની જાણ થઈ, ત્યારે બધા ચોંકી ગયા. વરરાજા અને તેના સાસરિયાઓએ તેની શોધખોળ શરૂ કરી.

એવું કહેવાય છે કે કન્યાએ લગ્ન અગાઉ જ વરરાજાના શ્યામ રંગને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો. જોકે, પરિવારે આ વાતને અવગણી હતી. એવો આરોપ છે કે કન્યા પહેલાથી જ બીજા પુરુષના સંપર્કમાં હતી અને તેની સાથે ભાગી જવાની યોજના બનાવી ચૂકી હતી. લગ્નના રીત-રિવાજ પૂર્ણ કર્યા બાદ, પોતાના પતિ સાથે કારમાં બેસીને તેના સાસરિયાના ઘરે પહોંચી. જોકે, સુહાગરાત પહેલા જ, બધો સામાન લઈને તે પ્રેમી સાથે રફુચક્કર થઈ ગઈ. વરરાજા કન્યાની હરકતથી આઘાતમાં છે. સાસરિયાઓ તેમના ભાગ્યને કોસી રહ્યા છે કે, ‘કાશ અમે પુત્રના લગ્ન આ મહિલા સાથે ન કરાવ્યા હોત.

soundala1
newindianexpress.com

પીડિત, ફૌજી પતિએ મંઝનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ લગાવતા કહ્યું કે, 10/11 ફેબ્રુઆરીની રાત્રે પત્ની સૂતી હતી, ત્યારે જ સરાય અકિલ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી નિકેશ કુમારે તેને લલચાવીને ભગાવી લઈ ગયો. આ મામલે FIR નોંધવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિક્ષક રાજેશ કુમારે જણાવ્યું હતું કે જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.