બુરખો પહેરીને કાવડ કેમ લાવી? તમન્ના મલિકે જણાવી તેની પાછળની કહાની

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની તમન્ના મલિક આ દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. બુરખો પહેરીને હરિદ્વારથી કાવડ લઈને ચાલવાનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઘણા પ્રશ્નો ઉભા થયા છે. આજતકના અહેવાલ મુજબ, ‘હર હર મહાદેવના નારા વચ્ચે તેણે કહ્યું કે, ‘તેણે ભગવાન પાસે એક માનતા માની હતી, જે પૂર્ણ થઈ. એટલે તે કાવડ લઈ આવી છે. તમન્નાએ કહ્યું કે તેણે અમન ત્યાગી સાથે લગ્ન કરવાની માનતા માની હતી. તેના લગ્ન અને તેની ઇચ્છા પૂર્ણ થયા બાદ, તેણે કાવડ લાવવાની માનતા પૂર્ણ કરી. તેણે એમ પણ કહ્યું કે તેના પતિએ આખી યાત્રામાં સાથ આપ્યો અને હવે તે મહાશિવરાત્રી પર સંભલના છૈમનાથ મંદિરમાં જળાભિષેક કરશે.

Tamanna-Malik
indiatoday.in

બુરખો પહેરીને કાવડ ઉઠાવવા અંગે ઉભા થયેલા પ્રશ્નોને લઈને તમન્નાએ સ્પષ્ટપણે કહ્યું કે, જે બહેનોનું મન હોય, તેઓ બુરખો પહેરીને કાવડ લાવી શકે છે. જો કોઈ બહેન પ્રતિબંધો હેઠળ હોય, તો તે ડર્યા વિના સનાતન ધર્મમાં આવી શકે છે, તેમનું કોઈ કંઈ કરી નહીં શકે.

તેણે કહ્યું કે શરૂઆતમાં, જ્યારે પોલીસ પ્રશાસન સાથે નહોતું, ત્યારે થોડી મુશ્કેલી થઈ, પરંતુ હવે તેને સંપૂર્ણ સુરક્ષા મળી રહી છે. પોલીસ અને વહીવટીતંત્ર તેને મદદ કરી રહ્યું છે, અને તેને કડક સુરક્ષા હેઠળ આગળ વધારવામાં આવી રહી છે. જ્યારે તમન્ના હરિદ્વારથી જળ લઈને સંભલ પહોંચી, ત્યારે વાતાવરણ અલગ હતું. સંભલ જિલ્લામાં પ્રવેશતા જ, તેની એક ઝલક જોવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ. મહિલાઓ અને લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક દેખાયા. ઘણી મહિલાઓએ તેના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને પૈસા પણ આપ્યા.

બુરખો પહેરેલી તમન્નાની ચારેય તરફ ખાનગી સ્વયંસેવકો, પોલીસ અને PAC જવાનોની કડક સુરક્ષા રહી. CO કુલદીપ સિંહે જણાવ્યું કે, ‘મહાશિવરાત્રી નિમિત્તે, બધા શિવભક્તો તેમના સ્થળો તરફ જઈ રહ્યા છે, અને તમન્ના પણ તેનું પાલન કરી રહી છે. તેની સુરક્ષા અને સરળ યાત્રા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંભલમાં તમન્ના પર પોલીસકર્મીઓએ પુષ્પવર્ષા પણ કરી. કડક સુરક્ષા વચ્ચે તે શિવ મંદિર તરફ આગળ વધી. રસ્તામાં ભીડનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ, લોકો તમન્ના સાથે એક સેલિબ્રિટી જેવો વ્યવહાર કરી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, થોડા સમય માટે તેણે એક રેસ્ટ હાઉસમાં આરામ કર્યો હતો. આ દરમિયાન પણ, લોકો તેને મળવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા હતા. મુસ્લિમ સમુદાયના કેટલાક યુવાનો, ટોપી પહેરીને, તેની સાથે ફોટા ખેંચવાતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા.

તમન્નાનો પતિ અમન ત્યાગી, સમગ્ર મુસાફરી દરમિયાન તેની સાથે રહ્યો. અમને કહ્યું કે તેણે બુરખો પહેર્યો હોય કે ન પહેર્યો હોય, તેને દરેક જગ્યાએ સન્માન મળ્યું છે. વહીવટીતંત્રે દરેક પગલા પર તેનો સહયોગ કર્યો, જોકે કેટલીક મુશ્કેલીઓ આવી જ્યાં વહીવટ હાજર નહોતું.

Tamanna-Malik3
aajtak.in

અમને જણાવ્યું કે બંને એક જ ગામના રહેવાસી છે. વાતચીત બાદ બન્નેએ ભાગીને લગ્ન કર્યા હતા. તેમના લગ્નના એક વર્ષ બાદ, તેઓ તેમના ગામમાં પાછા ફરીને રહેવા લાગ્યા. અન્ય સમુદાયો અને નજીકના મુસ્લિમ ગામોના લોકોએ તેમના લગ્નનો વિરોધ કર્યો હતો. સંભલમાં 85 ટકા મુસ્લિમ વસ્તી હોવાથી, તેમને ધમકીઓ મળી, પરંતુ વહીવટીતંત્રે ત્યારે પણ તેમનો સાથ આપ્યો હતો.

Tamanna-Malik2
aajtak.in

તમન્ના અને અમન અસમોલીમાં રોકાયા પછી સંભલના છૈમનાથ મંદિરમાં કાવડ અર્પણ કરશે. તમન્નાના પગમાં ફોલ્લા છે, પરંતુ તે બમ બમ ભોલેના જયકરા લગાવી રહી છે. CO કુલદીપ સિંહે જણાવ્યું હતું કે, કાવડિયાઓને ટ્રાફિક કે સુરક્ષા સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમન્નાની યાત્રા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રકારે બુર્ખામાં કાવડ લઈને જતી તમન્ના મલિકની યાત્રા આસ્થા, ચર્ચા અને સુરક્ષા વચ્ચે પોતાની યાત્રા ચાલુ રાખી રહી છે.

About The Author

Top News

ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

બિહારના સમસ્તીપુરમાં માર્ગ અકસ્માત બાદ દારૂની લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દલસિંહસરાયમાં NH-28 પર ભારે વરસાદ વચ્ચે, ...
National 
ખાડામાં પલટી ગઈ દારૂ ભરેલી કાર, લોકો મદદ કરવાની જગ્યાએ દારૂની બોટલો લઇને ભાગ્યા, જુઓ વીડિયો

હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?

ભારતમાં ઇલેક્ટ્રિક કારોની માંગ સતત વધી રહી છે, પરંતુ ચાર્જિંગ સ્ટેશન દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. લાંબા અંતરની મુસાફરી...
Tech and Auto 
હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?

UKમાં ફ્લાઇટ્સ વ્યવસ્થા ખોરવાઈ..., મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઝુરિચમાં ઉતારવામાં આવી

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 131, જે લંડનના હીથ્રો એરપોર્ટ પર ઉતરવાની હતી, તેને બુધવારે ઝુરિચ તરફ વાળવામાં આવી હતી....
World 
UKમાં ફ્લાઇટ્સ વ્યવસ્થા ખોરવાઈ..., મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઝુરિચમાં ઉતારવામાં આવી

'હું એટલી બધી શક્તિનો ઉપયોગ કરીશ કે તેમને ઠંડા પાડી દઈશ...,આ ગોરખપુર પોલીસ છે?' હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઇન્સ્પેક્ટરની ધમકી!

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ શેરી, ચોક કે પોલીસ સ્ટેશનનો નથી, ...
National 
'હું એટલી બધી શક્તિનો ઉપયોગ કરીશ કે તેમને ઠંડા પાડી દઈશ...,આ ગોરખપુર પોલીસ છે?' હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઇન્સ્પેક્ટરની ધમકી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.