- National
- ‘ભાઈ ન કહેતા, કેબના માલિક..’, ટેક્સીમાં મુસાફરો માટે લાગેલા નિયમોનું બોર્ડ વાયરલ
‘ભાઈ ન કહેતા, કેબના માલિક..’, ટેક્સીમાં મુસાફરો માટે લાગેલા નિયમોનું બોર્ડ વાયરલ
બેંગ્લોરની એક કેબ પર લાગેલી અનોખી નોટિસે સોશિયલ મીડિયા પર મોટી બહેસ છેડી દીધી છે. એક મુસાફરે રેડિટ પર કેબની પાછલી સીટ પર ચોંટાડેલું આ બોર્ડ શેર કર્યું છે, જેમાં ડ્રાઇવરે તેના કડક અને સખત નિયમો લખ્યા હતા. તસવીર સામે આવતા જ આ પોસ્ટ વાયરલ થઈ ગઈ અને લોકો ડ્રાઇવરની વિચારસરણીને લઈને ખૂબ ચર્ચા કરવા લાગ્યા.
મુસાફરે જણાવ્યું કે, આ બોર્ડ ડ્રાઇવરની સીટ પાછળ લગાવવામાં આવ્યું હતું. તેમાં 6 નિયમો હતા, તેના બોલવાની રીત એકદમ સ્ટ્રેટફોરવર્ડ. ક્યારેક-ક્યારેક કડવી અને કેટલીક વખત મજાકીયા પણ લાગી. પરંતુ દરેક લાઇન ડ્રાઇવરની રોજિંદી હતાશાઓને સ્પષ્ટપણે બતાવે છે.
બોર્ડ પર લખ્યું હતું:
‘તમે કેબના માલિક નથી.’
‘ડ્રાઇવર માલિક છે.’
‘સારી રીતે વાત કરો અને સન્માન આપો.’
‘દરવાજો ધીમેથી બંધ કરો.’
‘તમારા એટિટ્યૂડને ખિસ્સામાં રાખો, અમને ન બતાવો.’
‘મને ભાઈ ન કહો.’
‘મને ઝડપથી વાહન ચલાવવાનું ન કહેતા.’
પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ગઈકાલે મારી કેબમાં આ મળ્યું.’
રેડિટ પોસ્ટ પર કેમ છેડાઈ બહેસ?
પોસ્ટ સામે આવતા જ ટિપ્પણીઓનો વરસાદ શરૂ થઈ ગયો. એક યુઝરે લખ્યું કે, ‘મારો તો પૂરો સપોર્ટ! કેટલાક મુસાફરો એવું વર્તન કરે છે જાણે કાર તેમની જ હોય.’ અન્ય એકે કહ્યું કે, ‘એટિટ્યુડ ખિસ્સામાં રાખો...’ આ લાઇન લાજવાબ છે. મજબૂત અને સાચો જવાબ!
એક યુઝરે કહ્યું કે ડ્રાઇવરો દરરોજ ઘણા પ્રકારના દબાણનો સામનો કરે છે. રાઇડર્સની ડિમાન્ડ, શોર્ટકટની માગ, ઝડપી ડ્રાઇવિંગ માટેની વિનંતીઓ... આ નિયમો ખરેખર તેમની મર્યાદા નક્કી કરી રહ્યા છે. કોઈએ ‘ભાઈ’ કહેવા પર પ્રતિબંધને લઈને લખ્યું, ‘દરેક ડ્રાઇવરને ભાઈ’ કહેવું ખરેખર અજીબ લાગે છે, હું સમજું છું. વધુ એક કોમેન્ટ હતી ‘દરવાજો ધીમે બંધ કરવો એ બેઝિક મેનર્સ છે... છતા લોકો તેને જોરથી બંધ કરે છે.’ કેટલાક યુઝર્સે મજાકમાં કહ્યું કે, ‘આ ડ્રાઇવરે ધીરજની બધી હદો પાર કરી દીધી છે... અને હવે તે પોતાના મનની વાત કહી રહ્યો છે.’

