ટીમના પૂર્વ ખેલાડીએ કોચ પર આરોપ લગાવતા કહ્યું ટીમમાં ભયનું વાતાવરણ છે

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે આરોપ લગાવ્યો છે કે, મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં થઇ રહેલા સતત ફેરફારોને કારણે ભારતીય ટેસ્ટ બેટ્સમેન પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. કૈફ કહે છે કે, વર્તમાન ટીમ મેનેજમેન્ટ બેટ્સમેનોને પૂરતું સમર્થન નથી આપી રહ્યું, અને કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની 30 રનની હાર દરમિયાન બેટ્સમેનોની બોડી લેંગ્વેજમાં આ ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

Kaif
sports.punjabkesari.in

ભારત 124 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ ગયું, કારણ કે સ્પિનરો સિમોન હાર્મર અને કેશવ મહારાજે બેટ્સમેનોને ઝડપથી આઉટ કર્યા, જ્યારે ઝડપી બોલર માર્કો જેનસેને શરૂઆતમાં ઝટકા આપ્યા હતા. વોશિંગ્ટન સુંદર સિવાય, જેણે લાંબી ઇનિંગ્સ રમીને ટીમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સિવાયના ભારતીય બેટ્સમેન દક્ષિણ આફ્રિકાના બોલરો સામે રમવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું હતું.

Kaif-Gambhir
hindi.crictracker.com

કૈફે કહ્યું, 'ખેલાડીઓ પોતાનામાં જ વિશ્વાસ ધરાવતા નથી, અસુરક્ષા છે. જ્યારે વાતાવરણ અસુરક્ષિત હોય અને તમે ટર્નિંગ ટ્રેક પર રમવા આવો છો, ત્યારે તમે સારું પ્રદર્શન કરી શકતા નથી.' ભૂતપૂર્વ બેટ્સમેને એમ પણ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓને સતત તકો આપવામાં આવતી નથી. તેમણે ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારવા છતાં સરફરાઝ ખાનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યાનું ઉદાહરણ આપ્યું. કૈફે એ પણ નિર્દેશ કર્યો કે, વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી ટેસ્ટમાં 87 રન બનાવ્યા છતાં સાઈ સુદર્શનને ત્યાર પછીની મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

Gambhir
jansatta.com

ભારતે વોશિંગ્ટન સુંદરને નંબર 3 પર મોકલ્યો અને ચાર સ્પિનરો સહિત છ બોલરોને મેદાનમાં ઉતાર્યા. ધ્રુવ જુરેલને પણ રિષભ પંત સાથે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો, જેના કારણે બેટિંગ ક્રમમાં ઘણા ફેરફારો થયા.

Kaif-Gambhir
crictracker.com

કૈફે કહ્યું, 'રમી રહેલા ખેલાડીઓને એવું લાગતું નથી કે કોઈ તેમના સપોર્ટ માટે ઉભો છે. તેમણે કોઈ ટેકો મળતો નથી. દરેક વ્યક્તિ ભય સાથે રમી રહ્યો છે.' જો 100 રન બનાવ્યા પછી પણ સરફરાઝ ખાનનું રમવાનું સ્થાન નક્કી ન હોય, તો તે સદી પછી પણ પાછો ફરી શકતો નથી. સાઈ સુદર્શને 87 રન બનાવ્યા, છતાં ત્યાર પછીની ટેસ્ટમાં રમ્યો નહીં. મને લાગે છે કે આ ટીમમાં ઘણી મૂંઝવણ છે.

ભારત હવે 22 નવેમ્બર, શનિવારના રોજ ગુવાહાટીમાં રમાનાર બીજી ટેસ્ટમાં ઘરઆંગણે શ્રેણીમાં ક્લીન સ્વીપ ટાળવા માટે પ્રયત્ન કરશે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.