- Opinion
- ગંભીરા દુર્ઘટનામાં 18 મોતના ગુનેગારો કોણ? ફક્ત આ અહેવાલ વાંચી લો
ગંભીરા દુર્ઘટનામાં 18 મોતના ગુનેગારો કોણ? ફક્ત આ અહેવાલ વાંચી લો
વડોદરા નજીક આવેલો 40 વર્ષ જૂનો ગામભીરા પુલ ભાંગી પડતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. આ પુલને 2021થી સતત અસુરક્ષિત ગણાવામાં આવતો હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં લેવાયા નહોતા. હવે મોતો પછી ઇજનેરોને સસ્પેંડ કરવાના પગલા લેવાયા છે. પરંતુ ખરેખર તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાના હતા. અહીં આપણે એ તપાસવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર ગુનેગારો કોણ છે. અમે જુદા જુદા પ્રતિષ્ઠિત અખબારોએ લખેલા ઇન્વેસ્ટિગેટિવ અહેવાલો પરથી એક તાળો કાઢવાનો પ્રયાસ કર્યો છે કે કોના પાપે લોકોના મોત થયા.

The Indian Express-લોકોએ 3 વર્ષ પહેલા જ આગાહી કરી હતી
1. The Indian Express અનુસાર, 2022માં સ્થાનિક પંચાયતો દ્વારા તાત્કાલિક કાર્યવાહી માટે લેખિતમાં તાકીદ કરવામાં આવી હતી. પુલની તૂટેલી દિવાલો અને ધ્રૂજતો હોવાથી તેને "સ્યુસાઇડ પોઈન્ટ" તરીકે ગણાવાયું હતું. છતાં તત્ર દ્વારા કોઇ પગલા લેવાયા ન હતા.
Times of India-ટેક્નિકલ લોકોએ પુલના જોખમી જાહેર કર્યો હતો
2. Times of Indiaએ જણાવ્યા મુજબ, એક ટેકનિકલ રિપોર્ટમાં પુલને "ઉપયોગ માટે અયોગ્ય" જાહેર કર્યો હતો, પણ તે રિપોર્ટ તંત્રે દબાવી દીધો હતો.

Ahmedabad Mirror- મજબૂતી 30થી 35 ટકા જ રહી ગઇ હતી
3. Ahmedabad Mirror મુજબ, પુલની માળખાકીય મજબૂતી માત્ર 30%થી 35% જ રહી ગઈ હતી. 2020ના પૂર પછી તેના પાયાઓની જમીન પણ ધોવાઈ ગઈ હતી. આ પછી 2023માં રિપેર વર્ક કરાયું પરંતુ તે માત્ર દેખાવ પુરતું હતું. માત્ર પેરાપેટ અને રીસરફેસિંગ કરીને લોકોને મૂર્ખ બનાવાયા હતા.
નિયમ મુજબ દર વર્ષે ચોમાસા પહેલા તમામ બ્રિજોનું સેફ્ટી ચેક કરવાનું હોય છે. પરંતુ આ બ્રિજ મામલે છેલ્લા 10 વર્ષથી ગંભીરતાપૂર્વક સેફ્ટી ચેક કરાયુ ન હતું તેવું અહેવાલો જણાવે છે. હવે તમે પોતે જ નક્કી કરી શકો છો કે લોકોના મોતના જવાબદારો કોણ છે.

હવે આ બધા રિપોર્ટ પરથી એ તો નક્કી થઇ જ જાય છે કે છેલ્લા 2 થી 3 વર્ષથી આ બ્રિજ જોખમી હોવા અંગે સામાન્ય લોકોથી લઇને એક્સપર્ટે પણ સ્પષ્ટ કરી દીધું હતું પરંતુ આંધળા અને બહેરા તંત્રને તે દેખાયું ન હતું. હવે 18 મોત પછી તેના ઉપર લિપાપોતી કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. જેટલા લોકોને સસ્પેંડ કર્યા છે તે 5થી 6 મહિના પછી પાછા નોકરીએ આવી જશે. માત્ર 18 લોકોના પરિવારો માટે જ જીવનભર આ એક ડરામણુ સપનું બની રહેશે.

