PM મોદી અને ગૃહમંત્રી શાહ: હૃદય જીતનાર મહારથી અને ચૂંટણીના ચાણક્ય

(ઉત્કર્ષ પટેલ)

ભારતીય રાજનીતિમાં જ્યારે વાત ચૂંટણી જીતવાની અને લોકોના હૃદય જીતવાની આવે ત્યારે બે નામ અજાયબી રીતે ચર્ચામાં રહે છે એ છે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ. એક તરફ PM મોદી છે જેમની વાણી અને દીર્ઘદ્રષ્ટિથી કરોડો લોકોના હૃદયમાં વિશ્વાસ અને આશા આવે છે તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ છે જેમને "આધુનિક ચાણક્ય" કહેવામાં આવે છે જેઓ ચૂંટણીના યુદ્ધમાં એટલી ચોકસાઈથી રણનીતિ ઘડે છે કે વિપક્ષ પોતે તેમની જ રણનીતિ પર ચાલવા લાગે છે.

modi-amit-shah

PM મોદીની ખાસિયત છે લોકોના હૃદય જીતવાની. તેમની એક ઝલક, એક વાતચીત, એક વચન અને લોકો તેમની સાથે જોડાઈ જાય છે. "મન કી બાત"થી લઈને દેશના દરેક ખૂણે પહોંચતા વિકાસના કાર્યક્રમો સુધી PM મોદીએ દેખાડ્યું છે કે રાજનીતિ માત્ર સત્તા નથી પરંતુ લોકોના વિશ્વાસની પૂંજી છે. તેમના નેતૃત્વમાં ભારતે વિશ્વના મંચ પર નવી ઓળખ બનાવી છે અને દેશની અંદર ગરીબથી લઈને મધ્યમ વર્ગ સુધીના દરેક વર્ગને લાગે છે કે "આપણા વડાપ્રધાન આપણા માટે વિચારે છે."

modi-amit-shah3

ચૂંટણી જીતવી એ એક અલગ કળા છે અને તેના મહારથી છે ગૃહમંત્રી અમિત શાહ. તેઓ ભાજપની રણનીતિ માત્ર ઘડતા નથી પરંતુ વિપક્ષને પણ તે જ રણનીતિ પર ભેરવી દે છે. બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ તેનું તાજું ઉદાહરણ છે. આ ચૂંટણીમાં રાજ્યના બેરોજગારી જેવા મુદ્દાઓ મોટાભાગે ગાયબ થઈ ગયા. તેના બદલે ચૂંટણી રાષ્ટ્રીય નેતૃત્વ, વિકાસ અને એકતાના મુદ્દે લડાઈ ગઈ. ગૃહમંત્રી અમિત શાહની રણનીતિથી RJDની પરંપરાગત મુસ્લિમ યાદવ વોટબેંકની સીટો પર પણ ભાજપ અને NDAએ વિજય મેળવ્યો. પ્રશાંત કિશોરના "જન સુરાજ"નો ફુગ્ગો ફૂટી ગયો અને JDUનું કેન્દ્રમાં આગામી ચાર વર્ષનું સમર્થન પણ પાક્કું થઈ ગયું.

modi-amit-shah2

આ ચૂંટણીની સૌથી મોટી સિદ્ધિ એ છે કે ભારતમાં મુસ્લિમ વોટબેંકની રાજનીતિ કિનારે લાગી ગઈ. ગૃહમંત્રી અમિત શાહે સાબિત કર્યું કે ચૂંટણી જીતવા માટે જાતિધર્મના ગણિતની જરૂર નથી પરંતુ વિકાસ, રાષ્ટ્રવાદ અને સંગઠનની શક્તિ પૂરતી છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને ઘરઘર સુધી પહોંચાડ્યા સાથે બૂથ મેનેજમેન્ટને મજબૂત કર્યું અને વિપક્ષની દરેક ચાલને આગળથી જાણીને તેને નિષ્ફળ બનાવી.

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ જોડી એકબીજાને પૂરક છે. એક હૃદય જીતે છે બીજા મત જીતે છે. એક વિઝન આપે છે બીજા તેને અમલમાં મૂકે છે. બિહારની જીત માત્ર એક રાજ્યની ચૂંટણી નથી પરંતુ નવી રાજનીતિની શરૂઆત છે જ્યાં વિકાસ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવ મુદ્દાઓ અગત્યના બની રહ્યા છે. આ જોડીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતનું ભવિષ્ય માત્ર બે નામ પર ટકેલું છે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.