ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પાસે હાલમાં 25 દિવસનો કાચા તેલનો ભંડાર છે. આ ઉપરાંત, 25 દિવસનો પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પણ ઉપલબ્ધ છે. એકંદરે, દેશમાં લગભગ 8 અઠવાડિયાનો કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનનો ભંડાર હાજર છે.

47

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતના કાચા તેલનો માત્ર 40 ટકા હિસ્સો જ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. બાકીના 60 ટકા અન્ય સ્ત્રોતોમાંથી આયાત કરવામાં આવે છે. જેના કારણે પુરવઠા પર કોઈ એક માર્ગ બંધ થઇ જતા કોઈ અસર પડતી નથી. ભારત તેના અગાઉના કરારો મુજબ રશિયા પાસેથી કાચા તેલની આયાત કરવાનું ચાલુ રાખ્યું છે. સરકાર જણાવે છે કે, દેશ LPG અને LNGના સંદર્ભમાં પણ આરામદાયક સ્થિતિમાં છે. સરકાર મધ્ય પૂર્વમાં બદલાતી જતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને જરૂર પડ્યે જરૂરી પગલાં લેશે.

આ દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે વાત કરી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે તેમના દેશો પર થયેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી, અધિકારીઓએ આ જાણકારી આપી હતી. ટેલિફોન વાતચીત દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ ત્યાં રહેતા ભારતીય સમુદાયના કલ્યાણ અને સલામતી અંગે પણ ચર્ચા કરી.

46

એક અધિકારીએ જણાવ્યું કે, 'PM નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે ગલ્ફ ક્ષેત્રના બે મહત્વપૂર્ણ નેતાઓ સાથે વાત કરી. તેમણે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે ફોન પર વાત કરી.' બંને નેતાઓ સાથેની વાતચીત દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ તેમના દેશોમાં થયેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી અને ત્યાં રહેતા ભારતીય સમુદાયના કલ્યાણ અને સલામતી અંગે ચર્ચા કરી. આ ફોન વાતચીત અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન સામે શરૂ કરાયેલા સંયુક્ત હુમલાઓ પછી થઈ હતી.

48

ઈરાન-ઇઝરાયલ તણાવને કારણે મંગળવારે સતત ત્રીજા દિવસે તેલના ભાવમાં વધારો થયો. તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ ગયું છે, જેના કારણે મધ્ય પૂર્વના મુખ્ય ઉત્પાદન ક્ષેત્રમાંથી પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વધી ગઈ છે. ઈરાની બ્રિગેડિયર જનરલ ઇબ્રાહિમ જબારીએ સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે, 'તેલની કિંમત 81 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે, અને વિશ્વ ચોક્કસપણે તેના ઓછામાં ઓછા 200 ડૉલર સુધી પહોંચવાની રાહ જોઈ રહ્યું છે.'

About The Author

Related Posts

Top News

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય? આ સવાલ ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી પૂછાતો થયો છે. શું ગુજરાતમાં લોકશાહી...
National 
વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?

ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ

સુરત શહેરના આંગણે આગામી 1લી મે, 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્ય કક્ષાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઇ...
Gujarat 
ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ

'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સંભલ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ પોઇન્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ જય ભગવાન મંગળવારે બપોરે તેમની ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા....
National 
'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

ગત માર્ચમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત  (VNSU સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ હતી, જેમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા...
Gujarat 
સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’
Copyright (c) Khabarchhe All Rights Reserved.