- Sports
- સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત
ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટ્સમેન જો રૂટ હાલમાં રન અને સદીઓનો વરસાદ કરી રહ્યો છે. જો રૂટે અત્યાર સુધીમાં 157 ટેસ્ટ મેચની 286 ઇનિંગ્સમાં 51.17ના શાનદાર સરેરાશથી 13,409 રન બનાવી ચૂક્યો છે. જો રૂટે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 38 સદી અને 66 અડધી સદી ફટકારી છે. જો રૂટે વર્ષ 2020થી અત્યાર સુધીમાં કુલ 68 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 55.00ની શાનદાર સરેરાશથી 6050 રન બનાવ્યા છે. જો રૂટે વર્ષ 2020થી અત્યાર સુધીમાં 21 સદી અને 21 અડધી સદી ફટકારી છે. જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં જે ગતિથી તબાહી મચાવી રહ્યો છે તેને જોતા તે આગામી 3 વર્ષમાં ભારતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરના 15,921 ટેસ્ટ રનનો વિશ્વ રેકોર્ડ તોડી નાખશે. જો રૂટ હાલમાં માત્ર 34 વર્ષનો છે. પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખીને, જો રૂટ 37-38 વર્ષની ઉંમર સુધી ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે.
જો રૂટનો 2020થી અત્યાર સુધીની સફર
વર્ષ 2020: 464 ટેસ્ટ રન, 0 સદી
વર્ષ 2021: 1708 ટેસ્ટ રન, 6 સદી
વર્ષ 2022: 1098 ટેસ્ટ રન, 5 સદી
વર્ષ 2023: 787 ટેસ્ટ રન, 2 સદી
વર્ષ 2024: 1556 ટેસ્ટ રન, 6 સદી
વર્ષ 2025: 437 ટેસ્ટ રન, 2 સદી (હજુ પણ ચાલુ છે)
ઇંગ્લેન્ડની ટીમ ખૂબ ટેસ્ટ ક્રિકેટ રમે છે, જેના કારણે જો રૂટને 15,921 ટેસ્ટ રનનો વિશ્વ રેકોર્ડ તોડવા માટે વધુમાં વધુ તકો મળશે. જો રૂટે અત્યાર સુધીમાં 157 ટેસ્ટ મેચની 286 ઇનિંગ્સમાં 51.17ની શાનદાર સરેરાશથી 13,409 રન બનાવ્યા છે. જો રૂટ હાલમાં સચિન તેંદુલકરના 15921 ટેસ્ટ રનના વર્લ્ડ રેકોર્ડથી માત્ર 2513 રન દૂર છે. જો રૂટ આગામી ૩ વર્ષમાં આ કામ ખૂબ જ સરળતાથી પૂરું કરતા જોવા મળી રહ્યો છે.
જો રૂટે ડિસેમ્બર 2019 સુધી ટેસ્ટ ક્રિકેટમાં 7359 રન બનાવી લીધા હતા અને તેમના નામે 17 સદી હતી. જાન્યુઆરી 2020થી અત્યાર સુધી જો રૂટે જે ગતિથી 6050 ટેસ્ટ રન અને 21 ટેસ્ટ સદી ફટકારી છે તેનાથી ખબર પડે છે કે તેમની પાસે આગામી 3 વર્ષમાં સચિન તેંદુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની ક્ષમતા છે. જો રૂટ માત્ર 34 વર્ષનો છે અને તે સચિન તેંદુલકરના 15,921 ટેસ્ટ રનના વર્લ્ડ રેકોર્ડને તોડવાથી માત્ર 2513 રન દૂર છે. જો રૂટે 2012માં નાગપુરમાં ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ બેટ્સમેન સચિન તેંદુલકરનો ટેસ્ટ સદીનો રેકોર્ડ તોડવાનો દાવેદાર બની જશે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન
1. સચિન તેંદુલકર (ભારત)- 15,921 રન
2. જો રૂટ (ઇંગ્લેન્ડ)- 13,409 રન
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)- 13,378 રન
4. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા)- 13,289 રન
5. રાહુલ દ્રવિડ (ભારત)- 13,288 રન
ભારતના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે. સચિન તેંદુલકરે પોતાના કરિયરમાં વન-ડેમાં 18,426 રન અને ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. સચિન તેંદુલકરના નામે વન-ડેમાં 49 સદી અને ટેસ્ટમાં 51 સદી ફટકારવાનો રેકોર્ડ છે. સચિન તેંદુલકરના નામે ક્રિકેટના તમામ ફોર્મેટ મળીને 100 આંતરરાષ્ટ્રીય સદી છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ
1. સચિન તેંદુલકર (ભારત)– 51 સદીઓ
2. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા)- 45 સદીઓ
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)- 41 સદીઓ
4. કુમાર સંગાકારા (શ્રીલંકા)- 38 સદીઓ
5. જો રૂટ (ઇંગ્લેન્ડ)- 38 સદીઓ
6. સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) – 36 સદીઓ
7. રાહુલ દ્રવિડ (ભારત) – 36 સદીઓ.

