શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા છે. દરમિયાન, 25 જુલાઈ, શુક્રવારે બપોરે જે હોસ્પિટલમાં ઘાયલ બાળકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં રસ્તાના નિર્માણનો એક વીડિયો વાયરલ થયો હતો. આ રસ્તો ભૂતપૂર્વ CM વસુંધરા રાજેનો કાફલો હોસ્પિટલ પહોંચે તે પહેલાં બનાવવામાં આવ્યો હતો.

આ ઘટના ઝાલાવાડ મેડિકલ કોલેજની છે. મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વસુંધરા રાજે 25 જુલાઈ, શુક્રવારે મોડી સાંજે ઘાયલ બાળકો અને તેમના પરિવારોને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ પછી, જ્યારે તેમનો કાફલો હોસ્પિટલથી નીકળ્યો, ત્યારે આ રસ્તો ઉખડી ગયો.

Jhalawar-Road-Built2
rajasthan.ndtv.in

આ અગાઉ, રસ્તાના નિર્માણનો વીડિયો વાયરલ થયો હતો. આ જોઈને લોકો ગુસ્સે થયા હતા અને 'વહીવટી અસંવેદનશીલતા'નો આરોપ લગાવી રહ્યા હતા. કોંગ્રેસ નેતા શ્રીનિવાસ BVએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'રાજસ્થાનના ઝાલાવાડમાં, જ્યાં આજે શાળાની છત તૂટી પડવાથી ઘણા બાળકોના મોત થયા હતા, હવે ત્યાં એક રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. મંત્રીને મુશ્કેલી ન પડવી જોઈએ...'

એવા સમાચાર પણ છે કે, 25 જુલાઈના રોજ છત તૂટી પડતા પહેલા, વિદ્યાર્થીઓએ શિક્ષકોને ચેતવણી આપી હતી કે કંઈક ગડબડ છે. પરંતુ તે સમયે નાસ્તો કરી રહેલા શિક્ષકોએ આ તરફ ધ્યાન આપ્યું નહીં અને વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પાછા જવા કહ્યું. મીડિયા સૂત્રો સાથે જોડાયેલા દેવ અંકુર વાધવનના કહેવા અનુસાર, એક વિદ્યાર્થીએ જણાવ્યું, 'કાંકરા પડી રહ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓએ શિક્ષકોને કહ્યું, ત્યારે તેઓએ તેમની પર (વિદ્યાર્થીઓ) ગુસ્સે થયા અને નાસ્તો કરવાનું ચાલુ રાખ્યું. જો બાળકોને બહાર નીકાળવામાં આવ્યા હોતે તો આ અકસ્માત ન થયો હોત.'

Jhalawar-Road-Built1
indiatv.in

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શાળાની દિવાલો અને છત જર્જરિત હાલતમાં હતી. માત્ર એક મહિના પહેલા જ છત પર સિમેન્ટ લગાવવામાં આવ્યું હતું અને પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું.

શુક્રવાર, 25 જુલાઈના રોજ, સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા પીપલોડીની છત તૂટી પડી. આ અકસ્માતમાં સાત બાળકોના મોત થયા હતા અને 28 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અકસ્માત સમયે શાળામાં વર્ગો ચાલી રહ્યા હતા. જે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો તે બધા ધોરણ 7ના હતા. અકસ્માત પછી, JCB મશીનની મદદથી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો.

Jhalawar-Road-Built
indiatv.in

ઘટના પછી, શાળાના તમામ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં આચાર્ય સહિત પાંચ શિક્ષકોનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે, બાળકોએ છત પરથી કાટમાળ પડવાની વારંવાર ફરિયાદ કરી હતી. પરંતુ શાળાના શિક્ષકોએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. હવે 7 બાળકોના મોત પછી, શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.