- National
- ‘કરોડોની સંપત્તિ, રોકડ, સોનું...’, 10 સરકારી બાબુઓના ઘરે લોકાયુક્તના દરોડા, જાણો શું-શું મળ્યું
‘કરોડોની સંપત્તિ, રોકડ, સોનું...’, 10 સરકારી બાબુઓના ઘરે લોકાયુક્તના દરોડા, જાણો શું-શું મળ્યું
કર્ણાટકમાં લોકાયુક્તના અધિકારીઓએ મંગળવારે વહેલી સવારે આવકથી વધુ સંપત્તિના કેસના સંદર્ભમાં 10 સરકારી અધિકારીઓના પરિસરમાં એક સાથે દરોડા પાડ્યા હતા. અહેવાલો અનુસાર, લોકાયુક્તના અધિકારીઓએ દરોડા દરમિયાન સંપત્તિના દસ્તાવેજો, સોનાના દાગીના અને કરોડોની રોકડ જપ્ત કરી હતી. જપ્તીની તસવીરો પણ સામે આવી છે, જેને જોઈને દરેક હેરાન છે.
આ અધિકારીઓ વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા:
પુટ્સ્વામી સી (ચીફ એકાઉન્ટ્સ ઓફિસર), ટાઉન નગરપાલિકા, મંડ્યા
પ્રેમ સિંહ (ચીફ એન્જિનિયર), અપર કૃષ્ણા પ્રોજેક્ટ, બિદર
રામાસ્વામી સી (રેવન્યુ ઇન્સ્પેક્ટર), હૂટગલી નગરપાલિકા, મૈસુર
સુભાષ ચંદ્ર (આસિસ્ટન્ટ પ્રોફેસર), સમાજશાસ્ત્ર, કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડ
સતીશ (સીનિયર વેટરનરી એક્ઝામિનર), પ્રાથમિક વેટરનરી ક્લિનિક, હુઇલગોલ, ધારવાડ
શેખપ્પા (એક્ઝિક્યૂટિવ એન્જિનિયર), પ્રોજેક્ટ ડિરેક્ટર ઓફિસ, હાવેરી
કુમારસ્વામી પી (ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ), રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ, ઇલેક્ટ્રોનિક સિટી, બેંગલુરુ
લક્ષ્મીપતિ સીએન, (ફર્સ્ટ ડિવિઝન આસિસ્ટન્ટ), SIMS મેડિકલ કોલેજ, શિવમોગા
પ્રભુ જે (આસિસ્ટન્ટ ડિરેક્ટર), એગ્રીકલ્ચર સેલ્સ ડેપો, APMC, દાવણગેરે
ગિરિશ ડીએમ (આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર), PWD, મૈસૂર-મડિકેર
કર્ણાટકના મૈસુરમાં લોકાયુક્તે દરોડા પાડ્યા છે. શહેરમાં હૂટગલ્લીનગરપાલિકાના રેવન્યૂ ઇન્સ્પેક્ટર રામાસ્વામી સી.ના નિવાસસ્થાને દરોડા દરમિયાન કરોડોની સંપત્તિ દસ્તાવેજો, સોનાના દાગીના અને રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. લોકાયુક્તે દાવણગેરેમાં APMCના આસિસ્ટન્ટ ડિરેક્ટર પ્રભુ જે.ના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં દાગીના અને રોકડ રકમ જપ્ત કરી હતી. લોકાયુક્તના અધિકારીઓએ જણાવ્યું હતું કે કાર્યવાહી પૂર્ણ થયા બાદ દરોડાના પરિણામ સ્પષ્ટ થશે.

