ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. PWD રેસ્ટ હાઉસ પહોંચીને વિનય વર્માએ એક્ઝિક્યુટિવ એન્જિનિયર કમલ કિશોર પર જોરદાર ગુસ્સો કર્યો. વીડિયોમાં, ધારાસભ્ય વિનય વર્મા, કમલ કિશોર પર તેમના વિસ્તારમાં ભ્રષ્ટાચાર ફેલાવવાનો અને સમન્સ પાઠવવામાં આવે ત્યારે હાજર ન રહેવાનો આરોપ લગાવે છે. વિનય વર્માનો આરોપ છે કે કમલ કિશોરે વિભાગને 'દલાલીનો અડ્ડો' બનાવી દીધો છે.

વિનય વર્મા શોહરતગઢ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે, જે કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલના પક્ષ અપના દલ (સોનેલાલ)નું પ્રતિનિધિત્વ કરે છે. અપના દલ UP અને કેન્દ્રમાં NDAનો સહયોગી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મંગળવાર, 11 નવેમ્બરના રોજ, ધારાસભ્ય વિનય વર્મા એક કાર્યક્રમ માટે PWD રેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. ત્યાં, તેમને ખબર પડી કે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર કમલ કિશોર એક કોન્ટ્રાક્ટર સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારપછી તેઓ તેમના સમર્થકો સાથે મીટિંગમાં પહોંચી ગયા હતા.

MLA-Vinay-Verma
livehindustan.com

ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે, આ એ જ કોન્ટ્રાક્ટર છે જેને બે મહિના પહેલા વહીવટીતંત્રે બ્લેકલિસ્ટ કર્યો હતો. તેમણે રેસ્ટ હાઉસમાં થયેલી મીટિંગનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને ફેસબુક પર લાઈવ પોસ્ટ કર્યો. વીડિયોમાં ધારાસભ્ય વિનય વર્મા કહેતા સાંભળવામાં આવ્યા, 'હું હોસ્પિટલમાં દાખલ છું, આ કેવું વર્તન છે? તમે જોડાયા ત્યાર પછી મારો ફોન ઉપાડ્યો નથી... તમે દલાલોનો અડ્ડો બનાવી દીધો છે. હું તમને મારા ચપ્પલથી મારીશ. તમે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છો, જનતા મને સવાલ કરી રહી છે. મારા મતવિસ્તારમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. હું આ સહન નહીં કરું. જો જનતાના પૈસા સાથે છેડછાડ કરવામાં આવશે, તો હું તમને તમારા કપડાં ઉતારીને શેરીઓમાં ફરાવીશ.'

ધારાસભ્ય વિનય વર્માએ કમલ કિશોર પર લગભગ ચાર કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે હાઇકોર્ટના આદેશથી તેમને એક મહિના પહેલા ફરીથી નોકરી પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમના વર્તનમાં કોઈ સુધારો થયો નથી. ધારાસભ્યએ વિભાગ પાસેથી તાત્કાલિક અને પારદર્શક તપાસની માંગ કરી છે. જો કે, આ લખાય ત્યાં સુધી, પોલીસ વહીવટીતંત્ર કે જાહેર બાંધકામ વિભાગ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

MLA-Vinay-Verma2
bhaskar.com

આ પહેલીવાર નથી જ્યારે ધારાસભ્ય વિનય વર્મા તેમના 'અસભ્ય' અને 'અણછાજતા' વર્તન માટે હેડલાઇન્સમાં આવ્યા હોય. આ વર્ષના મે મહિનામાં, તેમણે શોહરતગઢના બ્લોક શિક્ષણ અધિકારી (BEO)ને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ 'દલાલ' કહ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન, ધારાસભ્ય એવું કહેતા જોવા મળ્યા હતા કે, 'હું અહીંના BEOનું શું કરી શકું જ્યારે તેમને ખબર જ નથી કે અહીંના જનપ્રતિનિધિ કોણ છે? શું આ લોકો દલાલી કરવા આવ્યા છે?'

સંસદ સભ્ય જગદંબિકા પાલ, સદર ધારાસભ્ય શ્યામધની રાહી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. રાજા ગણપતિ R પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડ્યાને 34 વર્ષ વીતી ચૂક્યા છે અને 6 ડિસેમ્બરનો દિવસ ફરી આવી ગયો છે. તેને લઈને...
National 
સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.