મંત્રી ખાબડના બંને દીકરાની ધરપકડ છતા સરકાર કંઇ કેમ નથી બોલતી, મંત્રી પદેથી રાજીનામું કેમ નથી આપતા?

ગુજરાતના રાજકીય વાતાવરણમાં છેલ્લાં 3-4 વર્ષોથી એક અલગ જ પરિવર્તન જોવા મળી રહ્યું છે જે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની શિસ્તબદ્ધ અને કેડરબેસ્ડ પક્ષ તરીકેની છબીને ઝાંખી પાડી રહ્યું છે. બચુ ખાબડ કેસ જેમાં તેમના બે છોકરાઓની ધરપકડ થઈ તે આજે ગુજરાતની જનતા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર છે. આ ઘટના માત્ર એક કેસ પૂરતી મર્યાદિત નથી પરંતુ તે રાજ્ય સરકાર અને ભાજપના સંગઠનની કાર્યપદ્ધતિ, નેતૃત્વ અને જવાબદારી પર ઊઠેલા પ્રશ્નોનો વિષય બની ગઈ છે. આવા સમયે સરકારનું મૌન અને મંત્રીનું રાજીનામું ન આપવું એ પક્ષની છબીને નુકસાન પહોંચાડી રહ્યું છે.

Bachu-khabad

ભાજપ એક એવા પક્ષ તરીકે ઓળખાતો આવ્યો જે શિસ્ત, પારદર્શકતા અને જનતા પ્રત્યેની જવાબદારીને પ્રાથમિકતા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતની જનતાએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા કારણ કે તેઓએ એક સ્વચ્છ, નૈતિક અને વિકાસલક્ષી સરકારની આશા રાખી હતી. પરંતુ બચુ ખાબડ જેવી ઘટનાઓ અને તેના પર સરકારનું મૌન એ દર્શાવે છે કે રાજ્યનું નેતૃત્વ જનતાની લાગણીઓ અને વિશ્વાસને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું છે. જ્યારે આવા ગંભીર મુદ્દાઓ સામે આવે છે ત્યારે મંત્રીઓએ નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપવું જોઈએ જેથી પક્ષની નૈતિકતા અને જનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર શંકા ન ઊભી થાય. પરંતુ આવું ન થવું એ દર્શાવે છે કે પક્ષની અંદર શિસ્ત અને જવાબદારીનો અભાવ વધી રહ્યો છે.

Bachu-khabad2

છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠનમાં જે પરિવર્તન આવ્યું છે તે ચિંતાજનક છે. પક્ષની અંદર આંતરિક કળેશ, નેતાઓની બેજવાબદારી અને વિવાદાસ્પદ નિવેદનોના કારણે જનતાનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. બચુ ખાબડ જેવા કેસમાં સરકારનું નિષ્ક્રિય વલણ એ દર્શાવે છે કે નેતૃત્વ પોતાની જવાબદારીથી દૂર ભાગી રહ્યું છે. જનતા આજે એવા નેતૃત્વની અપેક્ષા રાખે છે જે નૈતિક મૂલ્યોને પ્રાથમિકતા આપે અને પ્રજાની લાગણીઓનું સન્માન કરે.

આવા સમયે ભાજપે આત્મનિરીક્ષણ કરવું જરૂરી છે. પક્ષે પોતાની શિસ્તબદ્ધ છબીને ફરીથી મજબૂત કરવા માટે નેતાઓને જવાબદાર ઠેરવવા જોઈએ. બચુ ખાબડ કેસમાં સરકારે તાત્કાલિક પગલાં લઈ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત પક્ષે જનતા સાથે સંવાદ વધારી, તેમની ચિંતાઓને સાંભળવી જોઈએ. જો ભાજપ આ દિશામાં પગલાં નહીં ભરે તો તેની નૈતિક સત્તા અને જનતાનો વિશ્વાસ ગુમાવવાનું જોખમ વધશે.

Bachu-khabad3

(દાહોદમાં PM મોદીના કાર્યક્રમમાં બચુ ખાબડને સ્ટેજ પર સ્થાન નહોતું આપવામાં આવ્યું)

આજે ગુજરાતની જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરીને ભાજપને સમર્થન આપે છે પરંતુ રાજ્યનું નેતૃત્વ તે અપેક્ષાઓ પર ખરું ઉતરવામાં નિષ્ફળ રહ્યું છે. બચુ ખાબડ જેવી ઘટનાઓ એક ચેતવણી છે કે ભાજપે પોતાની નીતિઓ, નેતૃત્વ અને જવાબદારી પર ફરીથી વિચાર કરવો જોઈએ જેથી પક્ષની પ્રતિષ્ઠા અને જનતાનો વિશ્વાસ જળવાઈ રહે.

About The Author

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.