ગોબર ગેસથી દોડશે કાર, 6 નવી ઈલેક્ટ્રીક કારો પણ લાવી રહી છે Maruti, જાણો પ્લાન

દેશમાં ઈલેક્ટ્રીક વાહનોને લઈને લોકો વચ્ચે ક્રેઝ જોવા મળી રહ્યો છે, સાથે જ તેની સકારાત્મક અસર EVના વેચાણ પર પણ જોવા મળી રહી છે. આ વખતે ઓટો એક્સ્પોમાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzukiએ પણ પોતાની ઈલેક્ટ્રીક કાર કોન્સેપ્ટ Maruti EVX પરથી પડદો ઉઠાવ્યો છે. હવે ખબર આવી રહી છે કે કંપનીના ફ્યુચર પ્લાનમાં 6 ઈલેક્ટ્રીક વાહનો સામેલ છે, જે FY2030 સુધી માર્કેટમાં જાહેર કરવાની તૈયારી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, Maruti Suzukiની પેરેન્ટ કંપની Suzuki Motor Corporationએ ભારતીય માર્કેટ માટે પોતાના પ્રોડક્શન પ્લાનને શેર કર્યો છે. Suzukiએ ન માત્ર ઈલેક્ટ્રીક વેહીકલ આપશે પરંતુ કાર્બન ન્યૂટ્રલ ICE એન્જિન વાહન પણ જાહેર કરશે, જે CNG, બાયોગેસ અને ઈથેનોલ મિશ્રિત ફ્યુલ પર ચાલે છે. કંપનીએ એ પણ સાફ કરી દીધું છે કે માર્કેટમાં બ્રાન્ડ તરફથી પહેલા ઈલેક્ટ્રીક વાહન તરીકે Maruti EVXને જાહેર કરવામાં આવી છે.

અસલમાં કંપની આ દશકના અંત સુધીમાં 15 ટકા બેટરી વેહીકલ, 25 ટકા હાઈબ્રિડ ઈલેક્ટ્રીક વેહીકલ અને 60 ટકા હાઈબ્રિડ પાવરટ્રેનનો લક્ષ્ય લઈને આગળ વધી રહી છે. Suzuki Corporation અલગ અલગ દેશોની સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સમય સીમા પ્રમાણે કાર્બન ન્યૂટ્રલિટીનો લક્ષ્ય હાંસલ કરવાની યોજના પર વિચાર કરી રહી છે. જેને 2050 સુધી જાપાન-યુરોપ અને 2070 સુધી ભારતમાં પૂરો કરી લેવામાં આવશે. કંપની બાયોગેસ વ્યવસાય પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં પશુઓના ગોબરથી તૈયાર થનારા બાયોગેસનું ઉત્પાદન અને સપ્લાઈ કરવામાં આવશે. આ બાયોગેસનો ઉપયોગ Suzukiના CNG મોડલ માટે કરવામાં આવી શકે છે, જે ભારતમાં CNG કાર માર્કેટનો લગભગ 70 ટકા ભાગ છે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, 10 ગાય એક દિવસમાં જેટલી વખત ગોબર કરે છે, તેમાંથી તૈયાર કરેલો બાયોગેસ એક કાર માટે પ્રતિદિનની ડ્રાઈવ માટે પૂરતો છે.

હાલમાં કંપની પોતાના CNG પોર્ટફોલિયોને વધારે મજબૂતી આપી રહી છે, હાલમાં જ Maruti Suzukiએ Swift, XL6 અને Balleno જેવા મોડલોના પણ CNG વેરિયન્ટ જાહેર કર્યા છે. ડિઝલ એન્જિનને ડિસકન્ટીન્યુ કરવામાં આવ્યા પછી કંપની CNG મોડલો પર વધારે ફોકસ કરી રહી છે. કંપનીએ આ વખતે ઓટો એક્સ્પોમાં પોતાની જાણીતી હેચબેક કાર Maruti Wagon Rના નવા ફ્લેક્સ ફ્યુલ મોડલને પણ પ્રદર્શિત કર્યું હતું. જણાવી દઈએ કે બાયોગેસ ઉર્જાનો એક સારો અને સસ્તો સ્ત્રોત છે. ભારતમાં પશુઓની સંખ્યા વિશ્વમાં સૌથી વધારે છે આથી બાયોગેસના વિકાસની ઘણી સંભાવના છે. બાયોગેસ પશુઓના ઉત્સર્જન પદાર્થ(ગોબર)ને ઓછા તાપ પર ડાયજેસ્ટરમાં ચલાવીને માઈક્રોબ ઉત્પન્ન કરીને મેળવવામાં આવે છે. બાયોગેસનું ઉત્પાદન એક જૈવ રાસાણિક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, જે હેઠળ કેટલાંક વિશેષ પ્રકારના બેક્ટેરિયા જૈવિક કચરાને બાયોગેસમાં બદલે છે. તેનું મુખ્ય ઘટક હાઈડ્રો-કાર્બન છે, જે જ્વલનશીલ છે અને જેને સળગાવવા પર તાપ અને ઉર્જા મળે છે.

Suzukiએ બાયોગેસના ઉત્પાદન માટે ભારત સરકારની એજન્સી રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ અને એશિયાની સૌથી મોટી ડેરી નિર્માતા બનાસ ડેરીની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય કંપનીએ જાપાનની ફુઝીસાન અસાગિરી બાયોમાસ llcમાં પણ રોકાણ કર્યું છે. જે ગાયના ગોબરથી પ્રાપ્ત બાયોગેસથી વીજળી ઉત્પાદન કરે છે. Suzukiએ આ રોકાણ ઓક્ટોબર 2022માં કર્યું હતું. વર્ષ 2021માં સ્થાપિત અસાગિરી બાયોમાસ પ્લાન્ટની યોજના છે કે માર્ચ 2023 સુધી વીજળીનું વેચાણ શરૂ કરી દેશે.    

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.