Honda Activa 125 પર 5000 રૂપિયાની બચત કરવાની શાનદાર તક, જાણો વિગત

Honda Motercycle and Scooter પોતાના બેસ્ટ સેલિંગ સ્કૂટર Activa 125 પર 5000 રૂપિયાનું કેશબેક આપી રહી છે. જોકે આ કેશબેકનો ફાયદો માત્ર એ ગ્રાહકોને જ થશે જે Hondaના પાર્ટનર બેંક દ્વારા આ સ્કૂટરને ફાયનાન્સ પર ખરીદશે. આ ઓફરના ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકોને ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ બરોડા, યસ બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટડ અને ફેડરલ બેંકના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી EMIનો ઓપ્શન પસંદ કરવો પડશે.

કંપનીએ આ અંગેની જાહેરાત પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર કરી છે. ગ્રાહક Honda 125 ઓનલાઈન બુક કરાવતી વખતે પણ કેશબેકનો લાભ ઉઠાવી શકે છે. Honda Activa 125 ભારતીય માર્કેટમાં ત્રણ વેરિયન્ટમાં આવે છે. તેમાં સ્ટાન્ડર્ડ, એલોય અને ડિલક્સ સામેલ છે. તેના સ્ટાન્ડર્ડ વેરિયન્ટની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 70629 રૂપિયા છે. જ્યારે તેના એલોય વેરિયન્ટની કિંમત 74198 રૂપિયા છે, જ્યારે તેના ટોપ વેરિયન્ટ ડિલક્સની એક્સ શોરૂમ કિંમત 77752 રૂપિયા છે.

Honda Activa 125ના પાવર પરફોર્મન્સની વાત કરીએ તો તેનું 124 CCનું એન્જિન 6000 rpm પર 8.14 bhpનો મેક્સિમમ પાવર જનરેટ કરે છે. જ્યારે 5000 rpm પર તેનું એન્જિન 10.3 nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન કન્ટીન્યુઅસ વેરિએબલ ટ્રાન્સમિશન(CVT)થી લેસ છે. આ સ્કૂટરની એફિયન્સી વધારવા માટે તેમાં ફ્રિક્શન રિડક્શન ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

જ્યારે સારા રાઈડિંગના અનુભવ માટે હોન્ડા ઈકો ટેકનોલોજી અને હોન્ડા ઈનહેંસ્ડ સ્માર્ટ પાવર આપવામાં આવ્યો છે. Honda Activa 125માં ACG સાઈલેન્ટ સ્ટાર્ટ સિસ્ટમની સાથે વન ટચ ફંક્શન ફીચર આપવામાં આવ્યા છે. Honda Activa છેલ્લા ઘણા વર્ષોથી ટુ-વ્હીલરમાં ભારતીય ગ્રાહકોની પહેલી પસંદ બની રહ્યું છે. થોડા સમય પહેલા જ Honda Activaએ દેશમાં 20 વર્ષ પૂરા થવા પરActive 6Gનું સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યું હતું. જેની પર કંપની ઘણી બધી ઓફરો પણ લઈને આવી હતી. કંપનીના કહેવા પ્રમાણે Honda Activa દેશમાં 2.5 કરોડ ગ્રાહકો અને 20 વર્ષ લાંબી યાત્રા પર લોન્ચ કરી છે. વળી આ દેશનું પહેલું BS6 ટુવ્હીલર છે. માર્કેટમાં તેની સ્પર્ધા Suzuki Access 125 અને Hero MEstro સાથે થાય છે.     

About The Author

Related Posts

Top News

US વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે જણાવ્યું ઈરાન સાથેની વાતચીતમાં શું નિર્ણય આવ્યો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે રવિવારે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલી વાતચીત દરમિયાન વોશિંગ્ટન અને ઈરાન વચ્ચે નોંધપાત્ર પ્રગતિ થઈ છે....
World 
US વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વેન્સે જણાવ્યું ઈરાન સાથેની વાતચીતમાં શું નિર્ણય આવ્યો

ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર; સદી ફટકારનાર યશસ્વી બહાર, રાણાને ફરી ચાન્સ...

21 જૂન, રવિવારના રોજ ઇંગ્લેન્ડ સામેની 3 મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ...
Sports 
ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર; સદી ફટકારનાર યશસ્વી બહાર, રાણાને ફરી ચાન્સ...

સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો અને બેંકો દ્વારા રાખવામાં આવેલા નાણાંમાં 8 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે સ્વિસ સેન્ટ્રલ બેંક દ્વારા...
World 
સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી; જાણો આ આંકડા કેમ કન્ફ્યુઝન ઉભું કરે છે

રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના ઉત્તરાધિકારી અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, કંપનીમાં દૈનિક મેનેજમેન્ટ ટ્રાન્સફર લગભગ...
Business 
રિલાયન્સનો ઉત્તરાધિકારી કોણ? મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.