- Agriculture
- રંગબેરંગી ટામેટાનો પાક લઇ કરો સારી કમાણી
રંગબેરંગી ટામેટાનો પાક લઇ કરો સારી કમાણી
વંશપરંપરાગત ટામેટાં ગુજરાતમાંથી લુપ્ત થઈ રહ્યાં છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ એક એવા ટામેટાં વિકસાવ્યા છે કે જે દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં ટામેટાંની ખેતી માટે સારાં છે. સોલેમન ટોરવમ પ્રજાતિનો મૂળકાંડ કરીકે ઉપયોગ કરીને કલમ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. જે ટામેટાના ઉપરોપની કલમ બનાવી ખેતી કરવાથી વધુ ઉત્પાદન અને નફો મળે છે. વળી બીજી એક ફર્ટીગેશન દ્વારા ર્ગીનહાઉસમાં ટામેટાં આવેલા ટામેટાં વેપારી ખેતી માટે સારા છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના શાકભાજી વિજ્ઞાન વિભાગ દ્વારા આ જાત તૈયાર કરવામાં આવી છે.
ટામેટાંની અવનવી દુનિયા છે તે સમજવા જેવી છે. ભારતમાં સંકર ટામેટાં જ્યારથી આવ્યા છે ત્યારથી દેશી પરંપરાગત 500 જાતો ખેતરમાંથી લુપ્ત થઈ ગઈ છે. તેની સામે જંગી ઉત્પાદન આવતી વેપારી જાતો આવી ગઈ છે.રંગીન ટામટાં ક્લાસિક લીલા, લાલ, નારંગી, ડીપ જાંબલી, તેજ લીલો, પર્પલ, લાલ, ભૂખરો લાલ, ગુલાબી, કાળા અને સફેદ ટામેટાં વિશ્વમાં મળે છે. કદ, રંગ અને ગંધ ટામાટાને અલગ પાડે છે. રંગ અને સુગંધ ટામેટાનો રસોઈ અલગ સ્વાદ હોય છે. ખાવામાં સ્વાદ અલગ લાગે છે.
જૂનાગઢના ટામેટાં
એક છોડ પર 10 કિલો ટામેટા આપતી જાત શોધાઈ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ગુજરાત ટામેટા 6 (જીટી 6) ટામેટાનો છોડ તૈયાર કર્યો છે કે જે એક છોડ પરથી 10 કિલો કરતાં પણ વધું ટામેટા આપે છે. એક હેક્ટરે 1,07,636 ચોરસ ફૂટ જગ્યામાં 31,605 કિલો ઉત્પાદન આપે છે. આણંદ ટામેટા 3નું ઉત્પાદન 240.84 ક્વિન્ટલ એક હેક્ટરે ઉત્પાદન આપે છે. તેના કરતાં 31 ટકા વધારે ઉત્પાદન આપે. જૂનાગઢ ટામેટા 3 જાત કરતાં 27.99 ટકા વધારે ટામેટા આપે છે. ગુજરાતમાં સરેરાશ 259 ક્વિન્ટર ટામેટા એક હેક્ટરે હાલ પાકે છે.
ગુજરાત ટામેટી
1 પ્રતિ હેકટરે 27 ટન ઉત્પાદન આપે છે. ગુજરાત ટામેટા 6 નવી જાત ફળ કોરી ખાનારી ઈટળો સામે સારી પ્રતિકાર શક્તિ , ચપટા ગોળાકાર અને લાલ રંગના વધું છે. ફળમાં કૂલ દ્રાવ્ય ઘન પદાર્થોનું પ્રમાણ વધારે છે.
નવી જાતમાં 19 કિલો
ભારતીય વૈજ્ઞાનિકોએ એક છોડ પર 19 કિલો ટામેટા આવે એવી આર્કા રક્ષક જાત વિકસાવી છે. જે કર્ણાટકમાં 140-150 દિવસમાં થાય છે. કર્ણાટકમાં ટામેટાનુ પ્રતિ હેક્ટર ઉત્પાદન અંદાજે 35 ટન છે, નવી જાતનાનુ ઉત્પાદન 190 ટન છે. એક ટામેટુ 75 થી 80 ગ્રામનું છે. નવા જાતના બીજને IIHR પાસેથી મંગાવી શકાય છે.
ગુજરાતમાં 49 હજાર હેક્ટરમાં ટામેટા પકવવામાં આવે છે. જેનું કૂલ ઉત્પાદન 14.11 લાખ મેટ્રિક ટન થાય છે. મહેસાણા, બનાસકાંઠા અને આણંદમાં સૌથી વધું ટામેટા પાકે છે.

બ્લુ ટામેટા
ભુરા કે બ્લુ રંગના ટામેટા પરંપરાગત ટમેટા કરતાં અલગ છે. એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ છે. વાદળી ટમેટા માનવ શરીર માટે લાભદાયી છે. પોષક તત્ત્વો અને ગુણધર્મોને વધારવા માટે કાચા વાદળી ટમેટાં ખાવા ભલામણ કરવામાં આવે છે.
ફાયદો કરે છે. બળતરા, ડાયાબિટીસ, મગજની વૃદ્ધત્વને રોકવા, યાદ શક્તિ, કોલેસ્ટ્રોલ, હાડકાં, પાચનતંત્ર, આંતરસ્ત્રાવીય પ્રવૃત્તિને નિયંત્રિત કરે, લાલ રક્તકણો, યકૃતને ઝેરથી મુક્ત કરવા, રોગપ્રતિકારક શક્તિ, નર્વસ સિસ્ટમ, રક્તવાહિની રોગો, કોલોન, પ્રોસ્ટેટ અને સ્તન કેન્સરની રોકવામાં મદદ કરે છે.
કેન્સર રોકતા ટામેટાં
સેલિનિયમ નામના ખનીજ ધરાવતાં સુપર ટામેટાંની જાત બ્રિટનમાં 10 વર્ષ પહેલાં શોધ કરાઈ છે. પૂરતુ સેલિનિયમ શરીરમાં હોય તો કેન્સરનું જોખમ ખાસ્સુ ઘટી જાય છે. કેન્સરને પણ દૂર કરી દે છે. ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરે છે. માર્ક એન્ડ સ્પેન્સર નામની કંપનીના ફૂડ સાઇન્ટિસ્ટ્સે એટલા માટે વિકસાવ્યા છે, કારણ કે બ્રિટનના આહારમાં આ ખનીજનો અભાવ છે.
ગુજરાતમાં વાવેતર ઉત્પાદન
ડીસેમ્બર અને માર્ચ-એપ્રિલમાં 50 હજાર હેક્ટરમાં ટામેટાની ખેતી થાય છે. ગુજરાતમાં બન્ને ઋતુમાં 10થી 14 લાખ ટન ટામેટા પાકે છે. એક હેક્ટરે 43500 લિટર પાણી સાથે 29 ટન ટામેટા પાકે છે. એક કિલો ટામેટા પેદા કરવા માટે 15 લિટર પાણી વપરાય છે. ટામેટામાં 90 ટકા જેવું પાણી હોય છે. મિનરલ વોટર કરતાં પણ શુદ્ધ પાણી ટામેટામાં હોય છે. ટામેટાં એક કિલો દીઠ 1 થી 2 રૂપિયા સુધી વેચવા પડે છે. જે ખોટનો ધંધો છે. દેશમાં ટામેટા 8 લાખ હેક્ટરમાં 2 કરોડ મેટ્રિક ટન પાકે છે. દેશના દરેક માણસ 14-15 કિલો ટામેટા વર્ષે ખાઈ જાય છે.
ખેડૂતને ટમેટાના એક કિલોના રૂપિયા 2 માંડ મળે છે. તો અમદાવાદ, સુરત જેવા શહેરમાં 20 રૂપિયા કિલોના દરે વેચાય છે. ગયા વર્ષના લોકડાઉનમાં ખેડુતોને થયેલા નુકસાનથી સરકારને કોઈ પાઠ મળ્યો નથી.
હેક્ટરે 1400 ક્વિન્ટલની નવી જાત
કાનપુરની ચંદ્રશેખર આઝાદ કૃષિ વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ ટામેટાંની આ નવી જાત નામધારી-4266 વિકસાવી છે. બિમારી અને કિટકો લાગતા નથી અને ફસલ માત્ર 45 દિવસમાં તૈયાર થઇ જાય છે.
હેક્ટર 1200 ક્વિન્ટલ ટામેટાં થાય છે. ટામેટાંનું આ ઉત્પાદન ખેડૂત વધારે માવજતથી 1400 ક્વિન્ટલ સુધી લઇ જઇ શકે છે. હેક્ટરે 50 હજાર રૂપિયાનો ખર્ચ ખેડૂતને થાય છે. છોડમાં 50 થી 60 ટામેટાં આવે છે. એક ટામેટાંનું વજન 100 થી 150 ગ્રામ હોય છે.
દેશની ટામેટાની સુધારેલી જાતો
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીએ જાત વિકસાવી છે જેની ઉપજ 75 થી 80 ટન પ્રતિ હેક્ટર હતી. આ સંકર જાતના ટામેટાં ગોળાકાર અને મોટા હોય છે. ઘેરા લાલ રંગના દરેક ટામેટાનું વજન લગભગ 90 થી 100 ગ્રામ હોય છે. રોગ જીવાતો આતી નથી. એક છોડમાંથી 18 કિલો ઉત્પાદન મળે છે. અર્કા સૌરભ, ARTH 3, ARTH 4, અવિનાશ 2, BSS 90, કો. 3, HS 101, HM 102, HS 110, પસંદગી 12, હિસાર અનમોલ (H 24), હિસાર અનમોલ (H 24 ). પુસા રોહિણી, પુસા હાઇબ્રિડ-1, પુસા રૂબી, અર્કા મેઘાલય, સોલન ગોલા, અરકા વર્દન, કાશી અમન, કાશી હેમંત છે.
ટામેટાંની જાતો
ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા દ્વારા વિકસિત કરાયેલી સુધારેલી જાતો.
કાશી અનુપમા - ગુજરાત
કાશી અનુપમા જાતના ટામેટાના ફળ લાલ રંગના મોટા, સપાટ ગોળાકાર આકારના હોય છે. તે રોપ્યા પછી 75-80 દિવસમાં પાકે છે અને પ્રતિ હેક્ટર લગભગ 500-600 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. તેને રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા જેવા રાજ્યો માટે વિકસાવવામાં આવ્યું છે.

કાશી વિશેષ
આ જાત ટોબેકો લીફ કર્લ વાયરસ સામે પ્રતિરોધક છે. તેમાં મજબૂત અને ઘેરા લીલા છોડ છે અને ફળો લાલ, ગોળાકાર, મધ્યમ કદના હોય છે જેનું વજન લગભગ 80 ગ્રામ હોય છે. આ જાત 70-75 દિવસમાં પાકે છે અને પ્રતિ હેક્ટર 400 થી 450 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. કાશી વિશેષ એ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ પંજાબ, યુપી, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યો માટે ખાસ વિકસિત છે.
કાશી અમૃત
ટામેટાની આ જાત ગોળ અને લાલ રંગની હોય છે અને તેનું સરેરાશ વજન 108 ગ્રામ હોય છે. તે તમાકુના લીફ કર્લ વાયરસ સામે પણ પ્રતિરોધક છે. તે પ્રતિ હેક્ટર લગભગ 620 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. તે ખાસ કરીને યુપી, બિહાર અને ઝારખંડ માટે વિકસિત છે.
કાશી હેમંત
આ જાતના છોડ મજબૂત હોય છે અને ફળો ગોળાકાર આકર્ષક લાલ રંગના હોય છે. તેનું વજન લગભગ 80-85 ગ્રામ છે. ઉત્પાદન પ્રતિ હેક્ટર 400-420 ક્વિન્ટલ હોવાનું જાણવા મળે છે. તે ખાસ કરીને છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ માટે વિકસિત છે.
કાશી શરદ
આ જાતના છોડના પાંદડા પહોળા હોય છે અને ફળો આકર્ષક લાલ રંગના અંડાકાર હોય છે. આ વેરાયટીની સૌથી ખાસ વાત એ છે કે તે લાંબા સમય સુધી બગડતી નથી. ફળનું વજન 90-95 ગ્રામ છે અને ઉત્પાદન 400 થી 500 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. કાશી શરદની જાત જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યો માટે વિકસાવવામાં આવી છે.
કાશી અભિમાની
તેના ફળો ઘેરા લાલ રંગના હોય છે, ફળોનું સરેરાશ વજન 75-95 ગ્રામ હોય છે અને લાંબા સમય સુધી બગડતા નથી, તે લાંબા અંતર પર પણ મોકલી શકાય છે. તે લીફ કર્લ વાયરસ રોગ સામે પ્રતિરોધક છે. આ જાતની ખેતી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં કરી શકાય છે.

