‘અજિત પવાર 24 કલાકમાં રાજીનામું આપે નહિતર હું અમિત શાહને..’, અંજલિ દમાનિયા કરી દીધી મોટી માગ

મહારાષ્ટ્રના એક અગ્રણી સામાજિક કાર્યકર્તા અંજલી દમાનિયાએ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના રાજીનામાની માંગણી કરી છે. તેમણે ચીમકી આપી છે કે જો અજિત પવાર 24 કલાકમાં રાજીનામું નહીં આપે તો તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરશે. તેઓ અમિત શાહને મળશે અને એ જમીન કૌભાંડનો કાચો ચિઠ્ઠો ખોલશે, જેમાં અજિતના પુત્ર પાર્થનું નામ સામે આવ્યું હતું.

અંજલી દમાનિયાએ કહ્યું કે તેમણે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમિત શાહના કાર્યાલયને ઇમેઇલ કરીને મુલાકાતનો સમય માગ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેમને મુલાકાતનો સમય નહીં મળે તો તેઓ દિલ્હીમાં ગૃહમંત્રીના નિવાસસ્થાનની બહાર ધરણાં કરવા પણ જઈ શકે છે.

Anjali-Damania1
sports.ndtv.com

આ મામલો પાર્થ પવારની કંપની અમેડિયા દ્વારા ખરીદેલી 40 એકર જમીનનો છે. ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, પુણેના મુંધવા વિસ્તારમાં આવેલી આ સરકારી જમીન અગાઉ મહાર વતન પાસે હતી.. બાદમાં, જમીન મહારાષ્ટ્ર સરકારને સોંપવામાં આવી. હાલમાં જમીન ઇન્ડિયન બોટનિકલ સોસાયટીને ભાડે આપવામાં આવી છે. સરકાર તેની જમીનનો 7/12 ભાગ ધરાવે છે. કલેક્ટર તેના કસ્ટોડિયન છે.

એવો આરોપ છે કે અમેડિયા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડે આ જમીન ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાર્થ પવાર કંપનીમાં 99% શેર ધરાવે છે અને તેમના સંબંધી દિગ્વિજય પાટીલ 1% હિસ્સો ધરાવે છે. કંપનીએ શીતલ તેજવાની સાથે મળીને આ જમીન 300 કરોડ રૂપિયામાં ખરીદી હતી. શીતલ પાસે જૂના મહાર વતનદાર પરિવારો પાસેથી મળેલી પાવર ઓફ એટર્ની હતી.

આરોપ છે કે આ જમીન પર સ્ટેમ્પ ડ્યૂટી 21 કરોડ બનતી હતી, પરંતુ જમીન માત્ર 500 રૂપિયામાં રજીસ્ટર કરવામાં આવી હતી, જેમાં IT પાર્કના નિર્માણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જૂન 2024માં કથિત બાઉન્સર્સની મદદથી જમીન કબજે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પુણે કલેક્ટર જીતેન્દ્ર ડુડી આ જમીનના કસ્ટોડિયન છે. તેમના પર આરોપ છે કે, ન તો ખરીદી સમયે કોઈ કાર્યવાહી, ન તો ઇન્ડિયન બોટનિકલ સોસાયટીની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી.

ajit-pawar2
mid-day.com

કૌભાંડ સામે આવ્યા બાદ અજિત પવારે એકપક્ષીય રીતે વ્યવહાર રદ કરવાની જાહેરાત કરી. જોકે, કાયદાકીય પ્રક્રિયા વિના આ થઈ શકે નહીં. એવો આરોપ છે કે કરાર રદ કર્યા બાદ પણ જરૂરી સ્ટેમ્પ ડ્યૂટી ફરીથી ચૂકવવામાં આવી નથી. તે અત્યારે પણ બોટનિકલ સોસાયટી પાસે છે. આ મામલો સામે આવ્યા બાદ કંપનીના 99% શેરધારક પાર્થ પવાર સામે કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. જોકે, 1% શેર ધરાવતા દિગ્વિજય પાટિલ અને શીતલ તેજવાની સામે FIR દાખલ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કથિત કૌભાંડની તપાસ માટે વધારાના મહેસૂલ સચિવ વિકાસ ખડગેના નેતૃત્વમાં SITની રચના કરી હતી. જોકે, અંજલિ દમાનિયાનો દાવો છે કે SITમાં પુણેના ફક્ત પાંચ અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમનો તર્ક છે કે નિષ્પક્ષ તપાસ ફક્ત ત્યારે જ થશે જો તેનું નેતૃત્વ નિવૃત્ત ન્યાયાધીશ અને IPS અધિકારી દ્વારા કરવામાં આવે. અંજલિ દમાનિયાએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો અજિત પવાર 24 કલાકની અંદર રાજીનામું નહીં આપે તો તેઓ અમિત શાહને મળશે અને બધા દસ્તાવેજો રજૂ કરશે. જો જરૂર પડશે તો તે તેમના ઘરની બહાર ધરણાં પ્રદર્શન પણ કરશે.

About The Author

Top News

DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

દક્ષિણ ગુજરાતના કઠોર DGVCLના સબ ડિવીઝનમાં 23 વર્ષથી નોકરી કરતો સીનિયર કલાર્ક 70000 રૂપિયાની લાંચના કેસમાં ACBના હાથે...
Gujarat 
DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.