- Assembly Elections 2022
- બુકીઓના મતે હાલ ચૂંટણી થાય તો ભાજપને કેટલી બેઠક મળે? સટ્ટાબાજી શરૂ
બુકીઓના મતે હાલ ચૂંટણી થાય તો ભાજપને કેટલી બેઠક મળે? સટ્ટાબાજી શરૂ

સટ્ટાબજાર અને બુકીઓના મતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતિ મળે તેવી સંભાવના દેખાઇ રહી છે. આ ચૂંટણી આડે છ મહિનાના સમયની વાર છે ત્યારે ગુજરાત અને મુંબઇના બુકીઓએ રાજ્યની ચૂંટણી માટેના દરો ખોલ્યા છે. આ દર દર્શાવે છે કે ભાજપ આરામદાયક બહુમત સાથે જીતવા હોટ ફેવરિટ છે.
બુકીઓ જણાવે છે કે ગુજરાતની ચૂંટણીની ખાસિયત એવી છે કે પાટીદાર સમુદાયના ટોચના નેતાઓ કોંગ્રેસ નહીં પણ ભાજપ સાથે રહીને ચૂંટણી લડશે. જ્યાં પાટીદાર સમાજનું વર્ચસ્વ છે તેવી બેઠકો પર પાટીદાર નેતાઓ પ્રભાવી સાબિત થઇ શકે છે. બીજી તરફ કોળી સમાજ અને આદિવાસી સમાજનું વર્ચસ્વ પણ હોવાથી બન્ને પાર્ટીઓ જોર લગાવી રહી છે.
સટ્ટાબજારના મતે ગુજરાતની ચૂંટણી માટેના આ વલણો વહેલાં છે તેમાં ફેરફારો પણ આવી શકે છે. દિલ્હીથી રાષ્ટ્રીય નેતાઓનો કેવો પ્રચાર થાય છે અને ક્યા પક્ષમાં કેવા ઉમેદવારો મેદાનમાં આવે છે તેના પર બઘો મદાર છે. જો કે બુકીઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગમનને અવગણી શકતા નથી અને તેમનું કહેવું છે કે ગુજરાતમાં આ ત્રીજો પક્ષ થોડી બેઠકો મેળવી જશે, જે સરવાળે કોંગ્રેસને નુકશાન કરશે.
ગુજરાતની 182 બેઠકો પૈકી ભાજપને 100 થી 130 બેઠકો મળવાનું અનુમાન બુકીઓ ધરાવે છે. ભાજપ 100 બેઠકો જીતે તો તેનો દર 10 પૈસા રાખવામાં આવ્યો છે. ભાજપને 130 બેઠકો મળે તે માટે 85 પૈસાનો દર છે જ્યારે 140 અને તેનાથી વધુ બેઠકો માટે 1.40 રૂપિયાનો દર ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ માટે 10 બેઠકોમાં 10 પૈસા, 20 બેઠકોમાં 35 પૈસા, 30 બેઠકોમાં 85 પૈસા અને 40 બેઠકોમાં 1.80 પૈસાનો દર છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં થવાની છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. કોંગ્રેસને 77, બીટીપીને બે, એનસીપીને એક અને ત્રણ અપક્ષ હતા. રાજ્યમાં ભાજપને કુલ 1.47 કરોડ એટલે કે 49.1 ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 1.24 કરોડ એટલે કે 41.4 ટકા મત મળ્યા હતા.
રાજ્યમાં છેલ્લી ચૂંટણી બે તબક્કામાં 9 અને 14 ડિસેમ્બરના રોજ યોજવામાં આવી હતી. ચૂટણી પહેલાના તારણોમાં અલગ અલગ એજન્સીઓએ ભાજપને 118 થી 152 જેટલી બેઠકો આપી હતી પરંતુ જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે ભાજપને છેલ્લી ત્રણ ચૂંટણી કરતાં ઘણી ઓછી 99 બેઠકો મળી હતી. હાલન સ્થિતિએ ભાજપ પાસે 111, કોંગ્રેસ પાસે 64, અપક્ષ 1, બીટીપી 2 અને એનસીપી 1 છે, જ્યારે ત્રણ બેઠકો ખાલી છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
Opinion
