- Assembly Elections 2022
- બસપા અને ભાજપનો મેળ થઇ ગયો અને યુપીમાં મોટો ખેલ થઇ ગયો- ઓમ પ્રકાશ રાજભર
બસપા અને ભાજપનો મેળ થઇ ગયો અને યુપીમાં મોટો ખેલ થઇ ગયો- ઓમ પ્રકાશ રાજભર

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 6 બેઠકો પર જીત મેળવનારી પાર્ટીએ આરોપ મુક્યો છે કે બસપાના ઉમેદવારોની યાદી ભાજપ ઓફિસમાં નક્કી થઇ હતી. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે યુપી વિધાનસભામાં ચૂંટણી હાર્યા પછી આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પૂર્વાંચલની 122 સીટ પર બસપાના ઉમેદવાર ભાજપે નક્કી કર્યા હતા જયારે તેમને પ્રતિક બસપાની ઓફિસમાં આપવામાં આવ્યા. રાજભરે દાવો કર્યો કે તેમની પાસે પુરાવા પણ છે.
ઓમ પ્રકાશ રાજભરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભલે બસપા હોય કે કોંગ્રેસ, 4 વખત સત્તામાં રહી ચૂકેલી પાર્ટીઓએ ભાજપને સમર્થન આપ્યું તેમના મત કયાં ગયા? તેમણે કહ્યું કે અમે વિધાનસભા વાઇસ રિવ્યૂ કરવાનો નિર્ણય કર્યો છે. એ રિપોર્ટમાં જે ખામી જણાશે તેને સુધારવાની અમે કોશિશ કરીશું. તેમણે કહ્યું કે, બસપા અને ભાજપનો મેળ થઇ ગયો અને યુપીમાં મોટો ખેલ થઇ ગયો.
તાજેતરની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ગઠબંધન સાથે ચૂંટણી લડનારી સુભાસપાને માત્ર 6 બેઠકો પર જીત મળી હતી. સુભાસપાએ 18 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
ઓમ પ્રકાશ રાજભર આ પહેલાં પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. ચૂંટણી પહેલાં તેમણે નિઃસહાય પશુઓના મુદ્દા પર કહ્યું હતું કે ભાજપવાળા દેખાઇ તો તેમને સાંઢ સાથે બાંધી દેજો. ઉપરાંત તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે યોગી આદિત્યનાથ તેમની હત્યા કરાવવા માંગે છે.
સુભાસપાના આ નેતાએ પોતાના ચૂંટણી પ્રચારમાં વાયદો કર્યો હતો કે જો ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર બનશે તો ત્રણ સવારી પર પોલીસ રસીદ નહીં ફાડશે. આના માટે તેમણે એવું લોજીક આપ્યું હતુ કે ટ્રેનમાં 70ની બેઠક પર 300થી વધારે મુસાફરો પ્રવાસ કરવા છતા તેમની સામે રસીદ નથી ફાટતી તો બાઇક પર 3 સવારી પર દંડ શું કામ ભરવો જોઇએ.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપ બહુમત સાથે જીતી ગઇ છે અને હવે થોડા દિવસોમા સત્તારૂઢ પણ થઇ જશે. ચૂંટણી હાર્યા પછી હવે કોઇ પણ આરોપ મુકવામાં આવે તો તેનો કોઇ મતલબ નથી. સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય ઉમેદવાર રચના સિંહે પણ EVM સાથે ચેડાં થયા હોવાનો આરોપ મુક્યો હતો.
Related Posts
Top News
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
Opinion
