- Assembly Elections 2022
- UPમા યોગીની જીતથી પાકિસ્તાનને મરચા લાગ્યા, કહ્યું- હવે સ્થિતિ વધુ ખરાબ થશે
UPમા યોગીની જીતથી પાકિસ્તાનને મરચા લાગ્યા, કહ્યું- હવે સ્થિતિ વધુ ખરાબ થશે

યુપીની વિધાનસભાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા, આ વખતે પણ ઉત્તર પ્રદેશમાં BJP ભારે મતોથી બહુમતી સાથે સરકાર બનાવે છે. CM યોગી આદિત્યનાથ ફરી એક વાર પાંચ વર્ષ સુધી સત્તા ભોગવવાના છે. UPની ચૂંટણીના પરિણામની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. સાથે સાથે પાકિસ્તાનમાં પણ આની અસર જોઈ શકાઇ છે.
ચૂંટણીના પરિણામોના તારણમાં UPમાં યોગી આદિત્ય ફરી સત્તા પર આવતા પાકિસ્તાનથી પણ ઘણી પ્રતfક્રિયાઓ આવી રહી છે. પાકિસ્તાનના રાજકિય વિશ્લેષણ મુશરફ જૈદીએ કહ્યું છે કે, UPમાં યોગી આદિત્યનાથ ફરી ચૂંટાવવાથી હવે એ વાત નક્કી છે કે, ભારતની દિશા હવે બદલાવાની નથી.
તેમણે તેમના ટ્વીટર એકાઉન્ટથી કરેલી ટ્વીટમાં લખ્યું છે કે, UPમાં યોગી આદિત્યનાથની જીતથી એક વાત નક્કી છે કે, ભારત હવે તેમનો હિન્દુત્વવાદીનો રસ્તો બદલવાનું નથી. આગામી દિવસોમાં સ્થિતિ વધારે ખરાબ થશે. ઘણાં લોકો આ વિશે પહેલેથી ચેતવણી આપી રહ્યા છે. પાકિસ્તાને 2019 પછીના ભારતની સરખામણીએ વધુ દુસાહસી ભારત સાથે લડવા માટે તૈયાર રહેવું જોઈએ.
Yogi Adityanath's victory in UP is another confirmation of what many have been warning about: India's trajectory is not going to change. It is only going to get worse.
— Mosharraf Zaidi (@mosharrafzaidi) March 10, 2022
Pakistan must be prepared to deal with an even more audacious and combative India than the post 2019 India.
ત્યારે વકાસ એહમદ નામના એક યુઝરે લખ્યું છે કે, વધુ એક સમસ્યા છે. જો જાતિવાદ વધશે તો તે દક્ષિણ એશિયાના બાકીના ભાગોમાં ફેલાશે. અમે તાજેતરમાં જ જોયુ છે કે, કેવી રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કેસ ચાલ્યો હતો. આ બધી જગ્યાએ ફેલાઈ જશે અને નાની વસ્તીવાળા દેશોને તેનો ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
Yogi Adityanath's victory in UP is another confirmation of what many have been warning about: India's trajectory is not going to change. It is only going to get worse.
— Mosharraf Zaidi (@mosharrafzaidi) March 10, 2022
Pakistan must be prepared to deal with an even more audacious and combative India than the post 2019 India.
હમ નામના પાકિસ્તાનના એક ટ્વીટર એકાઉન્ટ પર જાહેરાત કરવામાં આવી છે કે, ફાસીવાદનું જીવન વધારે સમય સુધી નથી હોતું. શાવૈજ ખાન નામના એક યુઝરે લખ્યું છે કે, એ ખૂબ સ્પષ્ટ થઈ ગયું છે કે, મોહમ્મદ અલી ઝીના એક દૂરદર્શી નેતા હતા. તેઓ આ બધુ જોઈ શકતા હતા. અલ્લાહનો આભાર કે અમારી પાસે પાકિસ્તાન છે અને અમારે આ લોકોના શાસનમાં નથી રહેવું પડતું.
The anti Muslim priest, Yogi Adityanth, has cemented his position as the likely successor of Narendra Modi after BJP's landsliding victory in UP elections. #UttarPradeshElections2022
— Fidato (@tequieremos) March 10, 2022
Fitado નામના પાકિસ્તાની ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, UPની ચૂંટણીમાં ભાજપની જોરદાર જીત પછી મુસ્લીમોના વિરોધી યોગી આદિત્યનાથે PM મોદીના સંભવિત ઉત્તરાધિકારી તરીકે તેમની સ્થિતિ મજબૂત કરી લીધી છે.
Top News
ટ્રી ગણેશા અને વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી
Opinion
