બે દિવસમાં 20 અબજ ડોલરનું નુકસાન! શું છે 'Big Tobacco’ જેના કારણે માર્ક ઝુકરબર્ગને લાગ્યો ઝટકો?

વિશ્વની અગ્રણી ટેક કંપનીઓમાંથી એક, મેટાને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. માત્ર બે દિવસના સમયગાળામાં કંપનીના CEO, માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં આશરે 20 અબજ ડોલર (આશરે ₹1.6 લાખ કરોડ)નો મોટો ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડા પાછળ ‘Big Tobacco’ જેવી આશંકાઓને મોટા કારણ માનવમાં આવે છે. જેમાં તમાકુ કંપનીઓએ ગંભીર કાનૂની અને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો અનુસાર, 27 માર્ચ 2026 સુધીમાં ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને આશરે 182.5 અબજ ડોલર થઈ ગઈ હતી. આ અચાનક ઘટાડાએ રોકાણકારોમાં ચિંતાનું વાતાવરણ ફેલાવ્યું. હકીકતમાં આ સમગ્ર મામલાની શરૂઆત અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં આવેલા એક મહત્ત્વપૂર્ણ કોર્ટના ચૂકાદાથી થઈ હતી.

કોર્ટે શોધી કાઢ્યું કે મેટા તેના પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સગીરોને પૂરતા પ્રમાણમાં સુરક્ષિત રાખવામાં નિષ્ફળ ગઈ છે; ખાસ કરીને એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે કંપનીના અલ્ગોરિધમ્સ સગીર વપરાશકર્તાઓને હાનિકારક સામગ્રી બતાવે છે. આ ટ્રાયલમાં લગભગ 40 સાક્ષીઓની જુબાની સામેલ હતી અને જેમાં વ્હિસલબ્લોઅર્સનો પણ સમાવેશ થતો હતો અને તેમાં સેંકડો આંતરિક દસ્તાવેજો અને અહેવાલોની સમીક્ષા કરવામાં આવી હતી.

mark-zuckerberg1
indiatoday.in

છેલ્લા કેટલાક અઠવાડિયામાં સાન્તા ફેની એક કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. ન્યૂ મેક્સિકોની એક જ્યૂરીએ સોશિયલ મીડિયા જાયન્ટને તેના પ્લેટફોર્મ પર શિકારીઓ અને હાનિકારક સામગ્રીના સંપર્કમાં લાવીને બાળકોને જોખમમાં મૂકવા માટે જવાબદાર ગણાવી હતી. કોર્ટે કંપની પર 375 મિલિયન ડોલરનો દંડ પણ ફટકાર્યો હતો. આ ચૂકાદો રોકાણકારો માટે મોટો સંકેત બની ગયો. તેમને હવે ડર છે કે આગામી સમયમાં મેટાને અસંખ્ય વધારાના કેસોનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે વર્તમાન પરિસ્થિતિની તુલના ‘Big Tobacco’  ઉદ્યોગ સાથે કરવામાં આવી રહી છે.

નિષ્ણાતોનું માનવું છે કે જો આવી જ રીતે ચૂકાદાઓ આવતા રહ્યા, તો સોશિયલ મીડિયા કંપનીઓ પર કડક નિયમો લાગૂ થઈ શકે છે. આવા પગલાં મેટાના બિઝનેસ મોડેલ અને નફાકારકતા પર ગંભીર અસર કરી શકે છે. આટલું જ નહીં, માર્ચ 2026માં જ મેટાના કુલ માર્કેટ વેલ્યૂમાં $300 બિલિયનથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તેનું કારણ કાનૂની જોખમો સાથે-સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર વધતા ખર્ચને બતાવવામાં આવી રહ્યો છે.

mark-zuckerberg2
indiatoday.in

જો કે, મેટાએ કોર્ટના ચૂકાદાને પડકારવાની વાત કહી છે અને અપીલ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તે તેના પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવા માટે સતત કામ કરી રહી છે. AFPના અહેવાલ મુજબ, કેસનો બીજો તબક્કો 4 મેથી શરૂ થવાનો છે, જ્યાં કોર્ટ મેટાના પ્લેટફોર્મ અને ઓપરેશનમાં વધારાનો દંડ અને જરૂરી ફેરફારો પર વિચાર કરશે.

About The Author

Related Posts

Top News

EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન...
Gujarat 
EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે, પરંતુ રાજકીય ગરમાવો પહેલાથી જ વધી ગયો છે. ચૌધરીઓનો ગઢ ગણાતો...
National 
જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

અલીગઢના કાર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરદૌસ નગરમાં મંગળવારે રાત્રે 2:30 વાગ્યે મચ્છર ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે અથવા ગેસ...
National 
મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

એક એવા સમાચાર બહાર આવ્યા છે, જે સમાજની કડવી વાસ્તવિકતા અને વ્યક્તિને અંદરથી અનુભવાતી એકલતાને ઉજાગર કરે છે. સામાન્ય...
National 
એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

Opinion

દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું! દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું!
(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો...
પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.