અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના સભ્ય વિપુલ જોશીના નેતૃત્વ હેઠળ સુરતમાં ઇમિગ્રેશન લૉ ફર્મનું વિસ્તરણ

સુરતના હિલ્ટન હોટેલ ખાતે આયોજિત પ્રેસ મીટમાં ઇમિગ્રેશન ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા તેમજ અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA)ના સભ્ય વિપુલ જોશીના આગેવાની હેઠળ એક પ્રતિષ્ઠિત લૉ ફર્મ વિપુલ જોશી & અસોસિયેટ્સએ હવે સુરતમાં પોતાની સેવાઓનું વિસ્તરણની જાહેરાત કરાઈ હતી. આ ફર્મ આંતરરાષ્ટ્રીય સ્તરના ઇમિગ્રેશન પ્રેક્ટિસ ધોરણોને અનુસરે છે અને મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને ભારતમાં ઇનબાઉન્ડ ઇમિગ્રેશન સંબંધિત કેસોમાં વિશિષ્ઠ સ્તર ધરાવે છે.
 
આ ફર્મે અત્યાર સુધીમાં 100થી વધુ સબસ્ટિટ્યુશન કેસ સફળતાપૂર્વક સંભાળ્યા છે, જેમાં મૂળ અરજદારના અવસાન બાદ અરજી રદ થઈ ગયેલી હોય તેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આવા કેસોમાં જૉઇન્ટ સ્પોન્સર ઉમેરવા જેવી કાનૂની પ્રક્રિયાથી અરજીઓને ફરી આગળ વધારવામાં સફળતા મેળવી છે. ઉપરાંત, ફર્મ જટિલ વેવર કેસોમાં પણ વિશેષ કુશળતા ધરાવે છે.

2

આ પ્રસંગે માહિતી આપતા વિપુલ જોશીએ જણાવ્યું હતું કે વિવિધ ઉદ્યોગોના ક્લાયન્ટ્સ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતી આ ફર્મે સુરત તેમજ ગુજરાતના હીરા વેપારીઓને L-1 અને EB-5 પિટિશન ફાઈલ કરવામાં સહાયતા આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફર્મે રોમાનિયા નાગરિકો માટે ભારતના બિઝનેસ વિઝા મેળવ્યા બાદ તેમના ભારતીય નાગરિક સાથે લગ્ન થયા પછી X-1 વિઝા મેળવવામાં મદદ કરી છે. ઉપરાંત ઝિમ્બાબ્વેના નાગરિકો માટે પણ બિઝનેસ વિઝા પ્રક્રિયામાં સહાયતા પૂરી પાડી છે.

ફર્મ OCI રિનન્સિએશન અને OCI એપ્લિકેશન જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. સાથે જ રશિયા, યુનાઇટેડ કિંગડમ, દુબઈ સહિતના દેશોમાં વિઝા રિફ્યુઝલ બાદ ક્લાયન્ટ્સને સફળતા અપાવવામાં પણ મદદ કરી છે. તેમજ ક્લાયન્ટની માંગને ધ્યાનમાં રાખીને ફર્મ પોલેન્ડ અને શેન્ગેન વિઝા માટે પણ માર્ગદર્શન આપે છે, જોકે આ તેમનું મુખ્ય વિશેષ ક્ષેત્ર નથી. ફર્મની કામગીરીનું કેન્દ્રબિંદુ ક્લાયન્ટ-સેન્ટ્રિક અભિગમ છે, જેમાં દરેક કેસ માટે વિગતવાર બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ક્લાયન્ટને સંભવિત પડકારો અને વાસ્તવિક પરિણામોની જાણ કરવામાં આવે છે.

વધુમાં મુંબઈ સ્થિત ઓફિસ સાથે કાર્યરત આ ફર્મે 9 એપ્રિલ 2026ના રોજ પોતાની બીજી વર્ષગાંઠ ઉજવી હતી અને આ જ દિવસે પોતાની પ્રથમ ઓફિશિયલ ન્યૂઝલેટર પણ લોન્ચ કરી હતી.

About The Author

Related Posts

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.