અબજપતિઓની લિસ્ટમાં 80 વર્ષીય બિઝનેસમેનનો જલવો, બન્યા બીજા સૌથી અમીર વ્યક્તિ

એક તરફ જ્યાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુનિયાભરના શેરબજારોમાં ઉથલ-પાથલ મચી છે, તો બીજી તરફ, દુનિયાના ટોપ અબજપતિઓની લિસ્ટમાં ઉલટફેર જોવા મળી રહ્યો છે. જી હા, ઓરેકલ (Oracle)ના ફાઉંન્ડર લેરી એલિસનની સંપત્તિમાં એવો ઉછાળો આવ્યો છે કે તેઓ બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. રોજ તેઓ કમાણીના રેકોર્ડ તોડી રહ્યા છે અને ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમણે એમેઝોનના જેફ બેજોસ અને ફેસબુકના માર્ક ઝુકરબર્ગને સંપત્તિની રેસમાં પાછળ છોડી દીધા છે.

ઓરેકલના ફાઉન્ડર 80 વર્ષીય લેરી એલિસન ગત ગુરુવારથી જબરદસ્ત કમાણી કરતા જોવા મળી રહ્યા છે અને આ સિલસિલો યથાત છે. માત્ર ગુરુવારે જ, એલિસનની સંપત્તિમાં 26 અબજ ડોલરનો મોટો ઉછાળો આવ્યો, જે અમીરોની સંપત્તિમાં એક દિવસમાં સૌથી વધુ કમાણી કરનારા આંકડાઓમાં સામેલ છે. આ વધારાને કારણે તેમણે એમેઝોનના જેફ બેજોસને પાછળ છોડી દીધા અને છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 13 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે, જેના કારણે માર્ક ઝુકરબર્ગ પણ તેમનાથી પાછળ રહી ગયા છે.

Larry-Ellison1
tennessean.com

 

ફોર્બ્સના બિલિયોનેર ઇન્ડેક્સ પર નજર કરીએ તો, દુનિયાના ટોપ-10 અમીરોની લિસ્ટમાં લાંબા સમયથી સામેલ લેરી એલિસનના નેટવર્થમાં તાજેતરના દિવસોમાં થયેલાના વધારાને કારણે તે વધીને 258.8 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે આ અગાઉ, દુનિયાના બીજા અને ત્રીજા સૌથી અમીર વ્યક્તિ ક્રમશઃ માર્ક ઝુકરબર્ગ અને જેફ બેજોસ હતા. આંકડાઓને જોઇએ તો, માર્ક ઝુકરબર્ગની નેટવર્થ 235.7 અબજ ડોલર છે અને તેઓ ત્રીજા નંબર પર આવી ગયા છે, જ્યારે જેફ બેજોસનું નેટવર્થ 226.8 અબજ ડોલર છે અને તેઓ ચોથા નંબર પર સરકી ગયા છે.

અમીરોની લિસ્ટમાં બીજા અને ત્રીજા નંબર પર અચાનક મોટો ઊલટફર થયો જોવા મળ્યો છે, પરંતુ દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ખુરશી પર એલન મસ્કનો દબદબો હજી કાયમ છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, એલન મસ્ક 410.8 અબજ ડોલરના નેટવર્થ સાથે પહેલા નંબરે છે. અન્ય અમીરોની વાત કરીએ તો બેજોસ બાદ, પાંચમા નંબર પર દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટનું નામ આવે છે અને તેમનું નેટવર્થ 152.1 અબજ ડોલર છે, જ્યારે લેરી પેજ 144.7 અબજ ડોલરના નેટવર્થ સાથે છઠ્ઠા નંબર પર છે.

Larry-Ellison3
vox.com

 

ટોપ-10 અબજપતિઓની લિસ્ટમાં એક સમયે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રહેલા બર્નાર્ડ અર્નોલ્ટ 141 અબજ ડોલરની સંપત્તિ સાથે સાતમા નંબર પર સરકી ગયા છે. તો આઠમા નંબરે સેર્ગેઈ બ્રિન 138.4 અબજ ડોલર સાથે આવેલા છે. દુનિયાના નવમા સૌથી અમીર વ્યક્તિ 136.2 અબજ ડોલર સાથે સ્ટીવ બાલ્મર છે, જ્યારે 10મા નંબરે NVIDIAના ફાઉન્ડર જેન્સન હુઆંગની એન્ટ્રી થઈ છે છે અને તેમની કુલ સંપત્તિ 123.9 અબજ ડોલર છે. ખાસ વાત એ છે કે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ આ લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે અને 116.5 અબજ ડોલર સાથે અમીરો લિસ્ટમાં 12મા નંબરે પહોંચી ગયા છે.

Related Posts

Top News

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.