એક રેલવે સ્ટેશન પર એવી ઘટના બની કે ભારતીય સેનાના આ મેજરને તમને સલામ કરવાનું મન થશે. વાત એમ હતી કે ઝાંસીની મિલીટ્રી હોસ્પિટલમાં ડોકટર તરીકે સેવા આપતા 31 વર્ષના યુવાન મેજર રોહિત બચવાલ એક મહિનાની રજા લઇને પોતાના વતન હેદ્રાબાદ જઇ રહ્યા હતા. ઝાંસી રેલવે સ્ટેશન પર પોતીન ટ્રેન આવવાની મેજર રાહ જોઇ રહ્યા હતા ત્યારે એક પ્રસુતા કણસતી હતી અને ટોળું ભેગું થયું હતું. ગર્ભવતી મહિલા વ્હીલ ચેર પરથી પડી ગઇ હતી.
મેજર રોહિત બચવાલે પોકેટ નાઇફ અને હેર પીનની મદદથી મહિલાની સફળ ડિલીવરી કરાવી અને મહિલાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાની ડિલીવરી કરાવતી વખતે ધોતિયાનો પડદા તરીકે ઉપયોગ થયો હતો અને કેટલીક મહિલાઓ ચારે બાજુ ઉભી રહી ગઇ હતી. મેજરના આ કાર્યથી આર્મી ચીફે તેમને સન્માનપત્ર આપ્યું છે.