- Business
- RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે, બેન્ક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) સીરિઝમાં 20 રૂપિયાની નોટ જાહેર કરશે, જેના પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 20 રૂપિયાની બેન્ક નોટો જેવી જ છે. રિઝર્વ બેન્ક દ્વારા ભૂતકાળમાં જાહેર કરાયેલી 20 રૂપિયાની તમામ નોટો કાયદેસર મુદ્રા બનેલી રહેશે.

RBIએ એક સૂચના જાહેર કરી છે, જેમાં કહેવામા આવ્યું છે ભારતીય રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) સીરિઝમાં 20 રૂપિયાની નોટ જાહેર કરશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 20 રૂપિયાની નોટ જેવી જ છે. તેનો મતલબ છે કે નવી નોટો, દેખાવમાં જૂની નોટ જેવી જ હશે અને જૂની નોટો ચલણમાં યથાવત રહેશે.
https://twitter.com/ANI/status/1923726835784777976
RBIએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે, આ અગાઉ જાહેર કરાયેલી 20 રૂપિયાની તમામ નોટો લેવડ-દેવડ માટે માન્ય રહેશે, જેમ હતી. પછી તેના પર કોઈ પણ ગવર્નરના હસ્તાક્ષર હોય. નવા ગવર્નરના હસ્તાક્ષરવાળી નવી નોટો જાહેર કરવી એક સામાન્ય પ્રક્રિયા છે, જે RBIના ટોચના નેતૃત્વમાં કોઈપણ બદલાવ બાદ થાય છે અને આ બદલાવથી અને નવી નોટો જાહેર કરવાથી જૂની નોટોની ઉપયોગિતા અથવા મૂલ્ય પર કોઈ અસર નહીં પડે.

તમને જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેન્ક, સમય-સમય પર નોટોમાં બદલાવ કરતી રહે છે. આ બદલાવ સુરક્ષા કારણોસર અને નોટોને બેટર બનાવવા માટે કરવામાં આવે છે, પરંતુ જૂની નોટો હંમેશાં માન્ય રહે છે. એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. તમારી પાસે રાખેલી 20 રૂપિયાની નોટ, એવી જ રીતે લેવડ-દેવડમાં ઉપયોગ થશે, જેમ તમે કરતા આવ્યા છો.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)